Jivan Jivavani Kala
Jivan Jivavani Kala
Couldn't load pickup availability
Weight : 147.0 g
Height : 21.5 cm
Width : 14 cm
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી. સંપ્રદાયની અખંડિતતા તેમજ પુષ્ટિ અને પ્રવર્તન માટે સદ્ગ્રંથો અને સત્શાસ્ત્રો એ આધારશિલા સમાન છે. તેથી શ્રીજી મહારાજે નંદસંતોને સાહિત્ય રચનાની આજ્ઞા કરી.
પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સાંપ્રદાયિક સિદ્ધાંતોના જતન અને પ્રવર્તન માટે રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી. સંસ્કારયુક્ત શિક્ષણ સાથે, ધાર્મિક, સામાજિક વગેરે ક્ષેત્રે અનેકવિધ સેવાકાર્યોની સાથે સાહિત્ય પ્રકાશનની સેવાનો શુભારંભ કરી સત્સંગના પોષણનું મહત્ત્વનું કાર્ય કર્યું. આજે ગુરુકુલ દ્વારા આ સાહિત્યની સરવાણી અવિરત ચાલુ છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના નંદ સંતોની વાતોની શૈલીના લેખો સંસ્થાના ‘સદ્વિદ્યા’ માસિક ઉપરાંત અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થાય છે. જેને સત્સંગ સમાજની ચાહના અને વ્યાપક માંગને ખ્યાલમાં રાખી ક્રમશઃ ‘સંતસમાગમ’, ‘સત્સંગસુધા’, ‘સંત કી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’, ‘સાચો વારસો’, પુસ્તકરૂપે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં આ ‘જીવન જીવવાની કળા’ પુસ્તકનો ઉમેરો થાય છે.
તેઓશ્રીના લેખો જનસમાજના જીવનનું વાસ્તવિક ચિત્રણ, જીવનની ચડતી-પડતી, સુખ-દુઃખમાં તટસ્થતા કે સમતા કેળવવાની રીતિનો સૂત્રાત્મક શૈલીમાં સુગમ ભાષામાં બોધ કરાવે છે. તેને વાંચતા આપણને સંત સમાગમ કે સત્સંગ સભામાં પ્રત્યક્ષ કથાશ્રવણના આસ્વાદની અનુભૂતિ થાય છે. દરેક લેખ દ્વારા જીવનમાં કર્તવ્યપાલન અને ધર્મ પરાયણતાના આગ્રહનો શુભ સંદેશ સાંપડે છે. પૂ. સ્વામીની ભાષાશૈલી સુગમ, સરળ, લોકભોગ્ય, દૃષ્ટાંતયુક્ત હોઈ હૃદયભેદક બની જીવનમાં જડાઈ જાય તેવી છે. તેથી જ સાચા અર્થમાં તેમના તે લેખો મોક્ષમૂલક ભાથું પૂરું પાડે છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support