Gurukul Jyot
Gurukul Jyot
Couldn't load pickup availability
Weight : 630.0 g
Height : 14.5 cm
Width : 22 cm
મહાકવિ કાલિદાસ “માલવિકાગ્નિમિત્ર' નાટકના પ્રથમ અંકમાં કહે छे डे...
पुराणमित्येव न साधु सर्वं न चापि नवमित्यवद्यम् । सन्तः परिक्ष्यान्यतराद् भजन्ते मूढः परप्रत्ययेनेव बुद्धिः ॥
જૂની વસ્તુઓ બધી સારી હોય અને નવી વસ્તુઓ બધી ખરાબ હોય તે વિષયનો નિર્ણય બુદ્ધિમાન અને વિવેકયુક્તએ પોતાની બુદ્ધિથી પરીક્ષા કરીને સત્યનો સ્વીકાર કરવો જોઈએ અને અસત્યનો ત્યાગ કરવો જોઈએ. મૂર્ખ વ્યક્તિઓની પાસે પોતાનો કોઈ નિર્ણય હોતો જ નથી, તે હંમેશા બીજાના ભરોસે ચાલતા હોય છે. ઉપરોક્ત ન્યાયે જો આપણે જ નિર્ણય કરીશું તો અવશ્ય ભારતીય સંસ્કૃતિ દિવ્યતા, ભવ્યતા અને નવ્યતાની ભરેલી સંસ્કૃતિ દેખાશે અને જે સંસ્કૃતિની જ્યોતને આપણા આર્ષદ્રષ્ટા મહર્ષિઓ, ઋષિઓ, યોગીઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓએ પોતાના જીવનના દિવ્યામૃતથી દિવ્ય કરીને સમસ્ત ભારતીય સભ્યતાને સદાસદાને અમૃતત્વ પ્રદાન કર્યું છે, તે સત્યાર્થ સિદ્ધ થશે.
ભારતની આ ભવ્ય ધરોહર જ ભારતીય સંતાનોની પરમ ઓળખ છે, માટે પ્રત્યેક મા ભારતીના સંતાનની પરમ ફરજ બને છે કે પોતાના ભવ્ય વારસાની જ્યોત અખંડ પ્રજવલિત રહે તે માટે સૌએ કટિબદ્ધ રહેવું જ જોઈએ. જે સંતાન પોતાના માતા-પિતાના ઉપકારોને ભૂલીને ભવિષ્યના ગર્ભમાં ચાલ્યું જાય છે, તે તો સ્વયં પોતાનું જ અસ્તિત્વ ખોઈ નાખે છે અને પોતાના સમસ્ત ઇતિહાસને પણ અંધકારની ભયંકર ખીણમાં ધકેલી દે છે. એટલે જ તો મને હરિભાઈ કોઠારીની બે પંક્તિઓ યાદ આવે છે કે પુરાણી પ્રથાનો છે કંટાળો એને, નવી સભ્યતાથી ભટકતો રહ્યો છે, પ્રવાહે સમયના વહી રહ્યો છે, પ્રભુ જાણે ! માનવ જઇ ક્યાં રહ્યો છે ? મહત્ સંસ્કૃતિને ભૂલી એ ગયો છે, સહજ પ્રકૃતિથી વિખૂટો થયો છે. ગલત વિકૃતિમાં ફસાઇ રહ્યો છે, પ્રભુ જાણે ! માનવ જઇ ક્યાં રહ્યો છે ?
ભારતીય સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે વ્યાસમાન્ય સંસ્કૃતિ. આ સંસ્કૃતિની ઉજ્જવળ જ્યોતની સદા સંભાળ રાખવી જોઇએ. જે જ્યોત આપણી પછીની પેઢી માટે એક પથદર્શક ચિનગારી હોય છે, જે ચિનગારી પર ચાલીને આપણા જ ઉતરાધિકારીઓ ઉજ્વળતા પ્રાપ્ત કરતા હોય છે.
વર્તમાનકાળમાં આપણી પાસે જે કાંઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો છે તે પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે વર્તમાન કે પ્રાચીન ગુરુકુલોનાં માધ્યમ થકી જ આપણા સુધી પહોંચ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે સમાજમાં જે કાંઇ ધર્મનું પ્રવર્તન થયું છે તે પરંપરાથી પ્રાપ્ત થયું છે. તે પરંપરાના પ્રણેતા તો ભારતીય સંસ્કૃતિના જન્મદાતા ઋષિઓ, મહર્ષિઓ અને વિદ્વજ્જનો જ છે.
ભારતીય સંસ્કૃતિ કર્મપ્રધાન સંસ્કૃતિ છે. જેમ કે મોહેંનજોદડોનાં ખોદકામથી જાણવા મળે છે કે ભારતીય સંસ્કૃતિ મિસર, મેસોપોટેમિયા આદિ સંસ્કૃતિથી પણ પુરાણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ તો છે, સાથે અમરત્વ પણ પ્રાપ્ત કરેલ છે.
ચીનની સંસ્કૃતિ ઉપરાંત મેસોપોટેમિયાની સુમેરિયન, બેબીલોનિયન, મિસરની સંસ્કૃતિ, ઇરાની સંસ્કૃતિ, યૂનાની સંસ્કૃતિ અને રોમનની સંસ્કૃતિ આદિ ભૂતકાળના ભૂર્ગભમાં સમાઇ ગઈ છે. તેનો કાંઈ ઇતિહાસ મળતો નથી, કેવળ થોડાક અંશો જ ગૌરવગાથા માટે શેષ વધ્યા છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ લાખો વર્ષોથી ક્રૂર થપાટો ખાવા છતાં આજે પણ જીવંત છે, જેમાં ગુરુકુલીય સંસ્કૃતિનું મોટું યોગદાન રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિ જગતગુરુને સ્થાને બિરાજમાન છે, જે આજે વિદેશીઓ ભારતીય સંસ્કૃતિના પથ પર અગ્રેસર બની રહ્યા રહી છે, જ્યારે તેનાં જ સંતાન પોતાની માતૃસંસ્કૃતિને વિસ્મરણ કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની સ્મૃતિનું કારણ છે તેમની વિશિષ્ટાતાઓ જેમ કે..
• સર્વાંગીપણું, વિશાળતા, ઉદારતા, પ્રેમ અને સહિષ્ણુતાની દૃષ્ટિએ અન્ય સંસ્કૃતિથી અલગ તરી આવે છે ને અગ્રીમ સ્થાન પર છે.
• ભારતમાં અનેક પ્રકારની બોલીઓ બોલાય છે, તેમણે જ સંસ્કૃતિ અને પારંપરાને પોષણ કર્યું છે.
• પ્રાંતીય બોલીઓ અને તેમના શબ્દોને આધારે ગણતરી કરીએ તો ૧૦૦૦ થી અધિક બોલી છે. જો શબ્દભેદને છોડીને બોલીને સ્વીકારીએ તો ૪૧૫ જેટલી બોલી ભારતમાં બોલાય છે.
દરેક દેશ પોતાની સંસ્કૃતિના બચાવમાં અવિરત પ્રયાસો અને પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે આપણે એક જ એવા માનવી છીએ કે પોતાની સંસ્કૃતિને ઉખેડવાના કાર્યમાં પ્રવૃત્ત થયા છીએ.
અરે! અંગ્રેજી રીતરિવાજોનું પૂંછડું પકડીને બેસી રહ્યા છીએ, ગુજરાતી ભાષાના બચાવ કરનારાઓ સ્વયં પોતાના જ સંતાનોને અંગ્રેજી પકડાવવા લાગ્યા છે. તેમના આવા દૂધ-દહીંમાં પગ રાખવાના કારણે જ ગુજરાતી ભાષા ખોવાઇ જવા લાગી રહી છે. જેમને ગુજરાતી કેલેન્ડર જોતાં નથી આવડતું, જેમ કે 'વદ' શું છે ? 'સુદ' શું છે ? તેનું કોઈ જ્ઞાન નથી, સંકટ ચોથ પહેલા આવે કે શરદ પૂનમ આવે ? અધિક માસ શું છે ? ધનુર્માસનો શું ઇતિહાસ છે ? આવા પ્રશ્નો તેમને અઘરા લાગે છે. એટલું જ નહીં ગુજરાતી બાર મહિનાનાં નામ પણ કેટલાકને નથી આવડતા, અંગ્રેજી મહિનાનાં નામ ફટાફટ બોલી શકે છે ? શું આ છે ગુજરાતી ભાષાના
બચાવવાના પ્રયાસ ? • લોકોને અંગ્રેજી નવું વરસ ક્યારે આવે તેનું ભાન છે પણ કારતક સુદ એકમે શું આવે છે તે તેનું જ્ઞાન નથી.


Mind boggling book!
-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support