Gunatitanand swamini Vato - Gujarati
Gunatitanand swamini Vato - Gujarati
Couldn't load pickup availability
Weight : 320.0 g
Height : 19 cm
Width : 13 cm
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ' તરફથી પ્રસિદ્ધ થાય છે. આ વાતો સદગુરુ સ્વામી શ્રી બાળમુકુંદદાસજી સ્વામી તરફથી જે સંગ્રહાએલી ને પાંચ પ્રકારણની -વાતો તરીકે સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત થયેલી છે. જેના પ્રથમ પ્રુફ સદ્. પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ તપાસેલાં ને વળી જેને ધ.ધુ.શ્રી આચાર્યપદથી માન્ય કરવામાં આવેલી છે તેનું જઆ પુનઃ પ્રકાશન છે.
ભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રવર્તાવેલા આ સંપ્રદાયની કલ્યાણમય સ્થાપિત પ્રણાલિકા સુદૃઢપણે દીર્ઘકાળ પર્યંત ટકે અને તેનો સમાશ્રય કરીને અનેક જીવોનું કલ્યાણ થાય, એવા અતિ ઉત્કટ ધ્યેયને માટે મૂળ અક્ષર મૂર્તિ સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમાન્ય સિદ્ધાંતો ઉપર અત્યંત ભાર આપીને બળવાન ભાષામાં ઉપદેશ આપ્યો છે; એટલું જ નહિ પણ એ ઉપદેશના પ્રવાહને અસ્ખલિતપણે વહેવડાવ્યો છે. સ્વામીશ્રીની ઉપદેશ-શૈલી સાદી અને સરલ છતાં સચોટ, મર્મવેધકને -જોરદાર હોય તેમનાથી આકર્ષાઈને દેશદેશાંતરના અનેક મોક્ષાર્થીઓ તેમની પાસે તણાઈ આવતા. તેઓશ્રીએ સત્સંગની નિષ્કામ સેવા વૃત્તિને જીવંત રાખીને, સંસારની વાસનાને નિર્મૂળ કરી સર્વોપરી ઉપાસ્ય તરીકે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીને સર્વના કારણરૂપ બતાવી તેમાં જીવોને જોડી દેવાની આત્યંતિક કલ્યાણકામનાને જ મુખ્ય રાખી છે અને તે માટે આજ્ઞા અને ઉપાસનારૂપ સત્સંગના બે પ્રધાન પાસાંઓને -ભારે મહત્વ આપ્યું છે.
વળી એ બંને પાસાંઓની સિદ્ધિ માટે સત્પુષો, સત્શાસ્ત્રોનો સંગ, આત્મવિચાર અને પરમાત્મનિષ્ઠા એમનું પ્રતિપાદન અનેક સચોટ દૃષ્ટાંતો દ્વારા કર્યું છે. શ્રીજી મહારાજનો સળંગ અભિપ્રાય જે ધર્મ, જ્ઞાન, -વૈરાગ્ય અને માહાત્મ્ય સહિત ભક્તિના સમન્વય રૂપ એકાંતિક ધર્મ છે, તેનું શ્રેષ્ઠ અનુસંધાન આ વાતોમાં એકધાં સચવાયું છે. એકાંતિક ધર્મના -અંગોની પ્રસંગોપાત વાર્તામાં સ્વામીશ્રીએ સ્પષ્ટપણે ઘણી વાતો તો તોડી ફોડીને અલમસ્તપણે કહી પણ દીધી છે અને તેમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોચ્ચ ઉપાસના તથા સત્સંગની વિશુદ્ધિ માટેનો તેમનો સદાગ્રહ ક્યારેક તો પુણ્યપ્રકોપના સ્વરૂપમાં પણ જોઈ શકાય છે.
છેવટ જીવોને ' િઃઃ” એ પ્રમાણે શુદ્ધ અક્ષરાત્મક અને પ્રગટ પુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના વિશુદ્ધ ઉપાસક બનાવી આત્યંતિક મોક્ષના અધિકારી બનાવવાનો અવિરત ઉદ્યમ આ વાતોમાં ભરપૂર છે.
જનહિત માટે ઉપયોગી સગ્રંથનું પ્રથમ પ્રકાશન અમારા ગુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સને ૧૯૫૪માં રાજકોટ ગુકુલ પ્રેસમાં કરાવેલું. જેની આ આઠમી આવૃત્તિ શ્રી સ્વામિનારાયણ ગુકુલ વિદ્યાલય સુવર્ણ જયંતી વર્ષ તેમજ સદ્. ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા દ્વિશતાબ્દી અને અ.નિ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૨૫મી -પુણ્ય તિથિ નિમિત્તે યોજાયેલ જનમંગલ મહોત્સવ-ર૦૧૦ પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ આવૃત્તિમાં કોઈ ભૂલ ન રહી જાય એ માટે સદ્વિદ્યાના તંત્રી -શ્રી સાધુ લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ ખંતપૂર્વક જુની આવૃત્તિ સાથે મેળવીને ચીવટથી પ્રુફ તપાસ્યાં છે. આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ નિગુર્ણજીવનદાસજી અને સાધુ રસિકવલ્લભદાસજીએ સારી સેવા બજાવી છે. આ પ્રકાશનમાં કોઈ ભૂલ રહી જવા પામી હોય તો વાચક વર્ગ ક્ષમ્ય ગણશે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support