Gopalanand Swami Ni Vato
Gopalanand Swami Ni Vato
Couldn't load pickup availability
Weight : 300.0 g
Height : 18.5 cm
Width : 13 cm
સર્વાવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ અપાર કરુણા કરી અનેક જીવોના ઉદ્ધાર માટે આ ભૂમંડળમાં પધાર્યા. એમણે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત સદાચારમય ભાગવત ધર્મનું પ્રવર્તન કર્યું. જનહિતનું આ સત્કાર્ય વણથંભ્યું રહે એવા ઉચ્ચ હેતુથી એમણે મોક્ષમૂલક સંપ્રદાયની સ્થાપના કરી. એમણે પોતે તેમજ પોતાના સંતોએ ઠેરઠેર વિચરણ કરી અનેક જીવોને સન્માર્ગે ચડાવ્યા. સમૈયા તેમજ રંગોત્સવ યોજી આશ્રિતોમાં ધર્મપાલનની ધગશ અને પ્રેમલક્ષણાભક્તિની જ્યોત ઝગઝગતી રાખી.
પોતાનું અવતારીકાર્ય પરિપૂર્ણ કરીને ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વધાન સીધાવતા પહેલાં સંપ્રદાયનું સુઘટિત બંધારણ બાંધી, સદ્. ગોપાળાનંદ સ્વામીને સમગ્ર સત્સંગના જતનની ભલામણ કરેલી. એ પછી પૂજ્ય સ્વામીશ્રીએ ભારે જહેમત અને પરિશ્રમ ઉઠાવી પોતાને સોંપેલ જવાબદારીને ૨૨ વર્ષ સુધી સુપેરે નિભાવી. એટલું જ નહિ પણ સંપ્રદાયનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ માટે એમણે કેટલીક સેવાપ્રવૃત્તિઓ અને પ્રણાલિકાઓ પણ પ્રવર્તાવી હતી.
સાહિત્ય ક્ષેત્રે પણ આ સમર્થ સંતવર્યનું સારું એવું આગવું યોગદાન રહેલું છે. સંસ્કૃત ભાષામાં એમણે ઈશોપનિષદ ભાષ્ય, શ્રીમદ્ ભગવદ્ ગીતાભાષ્ય, ભાગવતના દ્વિતીય, દશમ્ અને એકાદશ સ્કંધની ટીકાઓ રચી છે. વેદસ્તુતિ ને શાંડિલ્ય ભક્તિસૂત્રની સરસ ટીકાઓ લખી છે. એ સિવાય વિવિધ પૂજનવિધિ વગેરે મળીને ૧૯ ગ્રંથોની રચના કરેલી છે. પ્રાકૃત ભાષામાં પણ છએક નાનામોટાં ગ્રંથોનું પ્રેરણાદાયી આલેખન કર્યું છે.
સત્સંગની પુષ્ટિ અને સંવર્ધન માટે તેઓશ્રીએ વડતાલમાં પોતાના આસને ભેળા થતા શ્રદ્ધાળુ સંતો અને ઉત્સાહી ભાવિકો સમક્ષ ભગવદ્ કથાવાર્તાનો પ્રેરણાદાયી પ્રવાહ વહાવેલો. જેમાં ભગવદ્ મહિમા, નિશ્ચય, આજ્ઞા ઉપાસનાની દૃઢતા તેમજ સત્સંગની સમજણનું સરસ નિરૂપણ થયેલું છે. મુમુક્ષુઓએ પૂછેલા પ્રશ્નોના સ્વામી સરસ તર્કબદ્ધ ઉત્તરો આપતા. એ બધું આ પુસ્તકમાં સંગ્રહવામાં આવેલ છે જે ‘સદ્. ગોપાળાનંદ સ્વામીની વાતો’ના નામે સંપ્રદાયમાં પ્રચલિત છે જેના વાચનથી સાધક મુમુક્ષુઓને સરસ પ્રેરણા પાથેય અને ઉત્તમ માર્ગદર્શન મળી રહે એમ છે.
ઈષ્ટદેવ શ્રીહરિમાં પ્રેમલક્ષણાભક્તિરૂપ અનુરાગ, દુન્યવી પદાર્થમાં અનાસક્તિરૂપ વૈરાગ્ય તેમજ સાચા સંતોની ઓળખાણ અને વાસના ટાળવાના સરળ અને સુગમ ઉપાયો સ્વામીએ પોતાની આ વાતોમાં સરસ અને સરળ રીતે બતાવ્યા છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support