Girvanbodh
Girvanbodh
Couldn't load pickup availability
Weight : 58.0 g
Height : 21.5 cm
Width : 13.5 cm
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ સુધી થયેલા અનેક વિદ્વાન સંતો અને ભક્તોએ કાવ્ય, વેદાંત, ઉપનિષદ અને ચરિત્ર સંબંધી અનેક ગ્રંથો લખ્યા છે અને એ પણ વિવિધ ભાષાઓમાં. બધી ભારતીય ભાષાઓની જનની એવી સંસ્કૃતભાષામાં પણ સંતો-ભક્તોનું ખૂબ મોટું યોગદાન છે, તે તે ગ્રંથોનાં ભાષાંતર પણ અનુગામી અનેક વિદ્વાનોએ કરેલ છે એ સર્વવિદિત છે.
ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના દીનાનાથ ભટ્ટ જેઓ મહાનવિદ્વાન તેમને શ્રીમદ્ ભાગવતના 18 હજાર શ્ર્લોક કંઠસ્થ હતા. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું - ‘ભટ્ટજી ! તમને 18 હજાર શ્ર્લોક કંઠસ્થ છે તેમાંથી તમારા કલ્યાણના કેટલા ? ભટ્ટજી આ પ્રશ્ર્નનો જવાબ આપી ન શકયા અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભટ્ટજી તમારા કલ્યાણના...
प्रसङ्गमजरं पाशमात्मन: कवयो विदु: । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृत्तम् ॥
यस्यात्मबुद्धि:कुणपे त्रिधातुके स्वधी: कलत्रादिषु भौम इज्यधी: ।
यत्तीर्थबुद्धि: सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखर: ॥
આ બે શ્ર્લોક છે...’
ઉપરાંત તેમણે અનેક ગ્રંથો અને ગ્રંથો પરની ટીકાઓ તેમજ સ્તોત્રની પણ રચના કરેલ છે, જેમાંથી એક નાનકડો એવો સંવાદાત્મક ગ્રંથ છે ‘ગીર્વાણબોધ’. એક જ બેઠકે વાંચી શકાય એવો સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું વિષયવસ્તુ વાચક પોતે જ વાંચીને ગ્રહણ કરી શકશે, કાશીથી એક વાર આ ગ્રંથનું હિન્દી ભાષાંતર 1968માં પ્રકાશિત થયેલ છે જે હાલમાં અપ્રાપ્ય છે.
સામાન્ય રીતે કોઈ ગ્રંથનું ભાષાંતર સંસ્કૃતમાંથી શબ્દશ: કરીએ તો વિષયવસ્તુ સારું હોવા છતાં બે ભાષાઓની વાક્યશૈલી જુદી હોવાથી-વાચકને રસ ન આવે એવી શક્યતા વધી જાય છે. વળી વર્ણનાત્મક શૈલીમાં પાત્રોના વિચારોનો સમાવેશ ન થઇ શકતો હોવાથી માત્ર બાહ્ય દૃષ્ટિથી જ વાચક કથાનક સાથે જોડાય છે અને એક જ પાનાં પર મૂળમાત્રાની સાથે અને ભાષાંતર હોય તો વાચક વર્ગને વાંચનમાં ગૂંચવણો ઊભી ન થાય. આ પ્રકારના પાત્રોની રસની પ્રધાનતા હોય એ અતિ જરૂરી છે.
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શબ્દશ: ભાષાંતરના બદલે ભાવાનુવાદ કરેલ છે. વર્ણનાત્મક શૈલીને છોડી એક પાત્રને કેન્દ્રમાં રાખી પ્રથમપુરુષ પ્રયોગ આત્મકથાની શૈલીથી વર્ણવેલ છે. વાચકવર્ગને રસ અકબંધ રહે તે હેતુથી પુસ્તકમાં મૂળમાત્રા અને ભાષાંતરની સ્વતંત્ર પેજમાં ગોઠવણી કરવાનો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે.
પૂ. ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની શુભપ્રેરણાથી આ પુસ્તકનો અનુવાદ સરળ ભાષામાં આજ સુધી પ્રકાશિત ન થયેલ ‘ગીર્વાણબોધ’ની દીનાનાથ ભટ્ટની મૂળ પ્રત ઉપરથી નવસારી પાઠશાળાના શા. શ્રી જયમુનિદાસજી સ્વામીએ સાહિત્ય રસિકો અને સંસ્કૃતના અભ્યાસુઓ માટે સરળ ગુજરાતી અનુવાદ કરવાનો સુભગ પ્રયાસ કર્યો છે, જેમનું ટાઈપ સેટીંગ શ્રી રાજુભાઈ મહેતાએ અને પેજ સેટીંગ ‘સદ્વિદ્યા’ના તંત્રી પૂ. રસિકવલ્લભદાસજી સ્વામીએ તેમજ પ્રુફરીડીંગ સહતંત્રી શ્રી રમણીકભાઈ રૂપારેલિયાએ સેવાભાવ અને ખંતથી કરેલ છે. સંસ્કૃતના જાણકાર સંતો-ભક્તો વાંચીને જરૂર રાજી થશે એવી અંતરની આશા સહ...
સાહિત્ય પ્રકાશન વિભાગ,
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support