Endhan Aksharvasna
Endhan Aksharvasna
Couldn't load pickup availability
Weight : 135.0 g
Height : 21 cm
Width : 14.5 cm
જંગલમાં વાઘ અને વરુના ટોળાની વચ્ચે મૃત્યુના ભયથી જીવતા હરણને પૂછો કે તારું આયુષ્ય કેટલું ? હરણ શું જવાબ આપે ? આપણને કોઈ પૂછે કે તમારું આયુષ્ય કેટલું? આપણે શું જવાબ આપીએ ?
આપણો જવાબ શ્રીજી મહારાજ વચનામૃતમાં આપે છેઃ “આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે, તેનો વિલંબ નથી જણાતો.” મૃત્યુ નિશ્ચિત છે જ, પરંતુ ભગવાનનો ભક્ત મૃત્યુને મંગળ જાણે છે. કારણ કે ભક્તચિંતામણિ ગ્રંથના ૬૮મા પ્રકરણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું વરદાન છે... મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું ; બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું... મૃત્યુ સમયે સ્વયં ભગવાન તેડવા માટે આવે એથી બીજું મંગળ શું હોઈ શકે ?! આવું મૃત્યુ- મોક્ષ જોઈતો હોય તેને પ્રેમાનંદ સ્વામી કહે છે... જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નરનારી. પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સંત હોય કે હરિભક્ત. એમને
સ્વામિનારાયણ ભગવાન મૃત્યુ સમયે તેડવા આવે જ છે. તેનાં એંધાણ નિષ્કુળાનંદ સ્વામીએ કલ્યાણ નિર્ણયના ૧૦માં નિર્ણયમાં લખ્યા છેઃ આવે તેડવા તેના એંધાણ રે, જેના પ્રભુ આવ્યે છૂટે પ્રાણ રે; હીરફેલ્ય સમ અંગ હોય રે, અતિ નર્મ વળે વાળે કોય રે. (૧૩) આપણા સંતો, પાર્ષદો ધામમાં જતા પહેલાં કેવા અનુમાનો અને સંકેતો આપતા જાય છે તેમજ સહજ રીતે ને સ્વતંત્રપણે દેહ ત્યાગ કરી દે છે. એ પછી પણ ૧૫ થી ૪૫ કલાક સુધી શરીર કૂણું, હીરની દોરી જેવું જેમ વાળો તેમ વળે તેવું હોય છે !.
વિજ્ઞાનના આ જમાનામાં આ રીતિ વિજ્ઞાનની સમજણથી પર છે. માખણ જેવું કૂણું શરીર જોઈને સામાન્ય માણસ જરૂર આશ્ચર્ય પામે છે.
આવા આશ્ચર્ય પમાડતા સંતો પાર્ષદોના અક્ષરધામગમનની એંધાણી આપતું નિરૂપણ આ “ એંધાણ અક્ષરવાસનાં ” પુસ્તકમાં શ્રી પ્રભુચરણદાસ સ્વામી તથા શ્રી નિમિષભાઈ મુંગરાએ આલેખ્યું છે તેઓ તથા પ્રકાશનકાર્યમાં આર્થિક રીતે સહયોગી બનનારા દાતાઓ, પ્રુફ અને પ્રિન્ટીંગની સેવારત શ્રી રસિક સ્વામી વગેરે ઉપર શ્રીજી મહારાજ અને સંતો વિશેષ રાજી થાય તેવા શુભાશીર્વાદ.
આ પુસ્તકના વાંચનથી સૌના હૃદયમાં શ્રીજીના વચનનો દૃઢ ભરોસો અને ગુરુકુલની ગૌરવસમ પરંપરાનું ગૌરવ વધશે એવી અમ અંતરની અભિલાષા સહ...


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support