Drastant Siddhant
Drastant Siddhant
Couldn't load pickup availability
Weight : 237.0 g
Height : 21.5 cm
Width : 14 cm
જીવમાત્રને પોતાના જીવનની રહેણી-કરણી, નીતિ-રીતિ, શિસ્ત-સંસ્કાર, મુમુક્ષુતા, આચરણ શુદ્ધિ વગેરે દ્વારા કેળવવો એ આચરણીય સંતનું પરમ કર્તવ્ય છે. ઝાઝા જીવ ભગવાનમાં જોડાય એ ઉમદા ઉદ્દેશથી ‘સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક’ પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘ગુરુકુલ’ના માધ્યમથી આ સત્કાર્ય શરૂ કર્યું.
આજે પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શિક્ષણ સાથે સંસ્કાર ઉપરાંત અનેકવિધ સેવાકાર્યો દેશ-વિદેશમાં અનેક શાખા-સંસ્થાઓ અને સંતોના સહયોગથી પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સુપેરે ચલાવી રહ્યા છે. તેઓ કથની કરતાં કરનીમાં વધુ માને છે. એટલે જ તેઓના સાધુગુણસંપન્ન જીવનની અસર શિષ્ય સંત અને મુમુક્ષુ ભક્ત સમુદાય પર પ્રભાવીપણે જોવા મળે છે.
આદર્શ આચરણ તેમનો ઉપદેશ છે. મૌન તેમની ભાષા છે અને કલમ તેમની કથની છે. અનેક સંસ્થાઓની જવાબદારીઓ વચ્ચે પણ અવકાશના સમયમાં તેઓ દ્વારા નિરંતર મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન ચાલુ જ હોય છે.
પૂ. મહંત સ્વામીના જીવનઘડતરલક્ષી વિચારોનું સંકલન કરી સાતેક પુસ્તકો પ્રકાશિત થયા છે. એટલું જ નહિ ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય તેવાં સૂત્રોનું સંકલન પણ ચાર પુસ્તકોમાં પ્રકાશિત થયું છે. એક વિદ્વાનના કથન મુજબ ઉપદેશ કે શિખામણ પ્રથમ દૃષ્ટિએ કોઈને પસંદ આવતાં નથી તેથી દૃષ્ટાંત કથા દ્વારા સારરૂપ સિદ્ધાંત-ઉપદેશને પાઈ શકાય. પૂ. સ્વામીજીનો ‘દૃષ્ટાંત-સિદ્ધાંત’ દ્વારા આ ઉદ્દેશ્ય રહ્યો છે. ઘડતરનાં ઘરેણાં સમાન આ પુસ્તક નવી જ શૈલીથી મુમુક્ષુ પાઠકગણ સમક્ષ મૂકતાં અમો આનંદ અનુભવીએ છીએ.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support