Drastant Kathao
Drastant Kathao
Couldn't load pickup availability
Weight : 122.0 g
Height : 21 cm
Width : 14 cm
પ્રેમમય પુરાણી સ્વામી
ત્યાગ અને સમર્પણની સુગંધથી મહેકતા પૂજ્ય પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી
સ્વામી સાધુતાની જીવંત મૂર્તિસમા હતા.પદ,પૈસા અને પ્રતિષ્ઠાનો વાયરો તેમને ક્યારેય
સ્પર્શી શક્યો નહોતો. માનતસ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજીએ પાડેલું નામ
"પ્રેમપ્રકાશદાસ" તેમણે જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે. તેઓ દિવસ-રાત મહારાજની
મૂર્તિમાં પ્રેમમગ્ન રહેતા એવું મેં જાતે અનુભવ્યું છે.
તેઓ સ્વપ્નમાંય ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમનાં સંતોની સાથે વાતો કરતા,પ્રશ્નો પૂછતા,'ઈદ્રિયો-અંતઃ કરણના ભાવ થકી મુક્ત કરજો' એવી પ્રાર્થના કરતા, ઠાકોરજીને દાતણ કરાવતા, પોષાક પહેરાવતા, દંડવત કરતા, પોતાના મસ્તકે મહારાજનો હાથ મૂકાવતા હતા. પૂજ્ય શ્રી પુરાણી સ્વામીએ અહમને એકબાજુ મૂકી શ્રીજી મહારાજની મૂર્તિને વિષે પોતાના અનહદ પ્રેમનો આસ્વાદ કથાવાર્તા દ્વારા અનેકના હદયમાં વહાવ્યો છે.
વામન કાયામાં સેવાની વિરાટ ભાવના અને કોમળ શરીરમાં સુદ્રઢ મનોબળ ધરાવતાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારના'મા'અને છાત્રાલયના માળી સમાન પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ, સંતો અને હરિભક્તોને કથાવાર્તાનું ખૂબ રસપાન કરાવ્યું છે. એમની બળભરી વાતોમાં અપાતા દ્રષ્ટાંતોનો રસથાળ માંદગીમાં આરામના અવકાશે લેખન કરી શ્રી પ્રભુચરણદાસ સ્વામીએ અત્રે રજૂ કર્યો છે, જેમાં શ્રી કીર્તિભાઈ ધોળકિયા, શ્રી વિશ્વસ્વરૂપસ્વામી, શ્રી રસિકસ્વામી,શ્રી ચિરાગ સુતરીયા વગેરેનો સહયોગ સરાહનીય રહ્યો છે. આશા છે આ ભોજનથાળનો આસ્વાદ આપ સૌને ગમશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સૌનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે એવી પ્રાર્થના સહ...
૪, નવેમ્બર, ૨૦૨૨, સંવત ૨૦૭૯, કાર્તિક સુદ-૧૧ પૂ.પુરાણી સ્વામીનો ૧૦૬ મો જન્મ દિન
- સાધુ દેવકૃષ્ણદાસના જય સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support