Dhirdhurandhara Anubhavi Anandma
Dhirdhurandhara Anubhavi Anandma
Couldn't load pickup availability
Weight : 92.0 g
Height : 21 cm
Width : 13.5 cm
ભગવાન શ્રી સ્વામિનારાયણે સનાતન ધર્મની ભક્તિ પરંપરામાં કીર્તન ભક્તિના વારસાને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન કવિઓને પ્રેરણા આપીને તેમની પાસે વિપુલ સંખ્યામાં કિર્તનો - ભજનો રચાવ્યા છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, સુરદાસ વગેરે ભક્ત કવિઓની પરંપરાનેે ભગવાન સ્વામિનારાયણ જીવંત રાખી છે. ભગવાન સ્વામિનારાયણ કીર્તન ભક્તિના પ્રશંસક હતા અને ચાહક હતા. તેમની સમક્ષ કીર્તનો ગવાય ત્યારે તેઓ તેમાં તલ્લીન થઈ જતા. ભક્તિ સંગીતમાં કેવો અદ્વિતીય આનંદ છે તેનો એક પરિચય ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે જ મળે છે.
વચનામૃત ગઢડા અંત્યના 13 વચનામૃતમાં તેઓ કહે છે કે ભગવાનના કથા કિર્તન આદિ કરતા હોઈએ ત્યારે તો અમને એવી મસ્તાઇ આવે છે જે જાણીએ દિવાના થઈ જવાશે અને જેટલો વિવેક રહે છે તે તો કોઈ ભક્તજનના સમાસને અર્થે જ રહે છે પણ મનમાં તો એવી નેે એવી જ ખુમારી રહે છે. અને ઉપરથી તો લોકોને મળતો વ્યવહાર રાખીએ છીએ, કીર્તન ભક્તિમાં એવી અદ્ભુત તાકાત છે કે જે સામાન્ય માણસ અને સર્વોપરી પરમાત્માને પણ ડોલાવી દે છે. કીર્તન ભક્તિમાં પણ ખુમારી છે કોઈ માણસ નશો કરે એ પોતાનું સર્વ ભાન ભૂલી જાય એમ જો શ્રદ્ધા અને પ્રેમથી કોઈ કીર્તન ભક્તિમાં જોડાય તેની પણ ખુમારી ચડી જાય છે. ભક્તિ સંગીત કે કીર્તનના માધ્યમથી ગહન ઉપદેશ પણ ખૂબ સરળતાથી આપી શકાય છે.
વડતાલના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કીર્તન ગવડાવીને સિદ્ધાંત શીખ્વ્યો છે. મારા હરજી શું હેત ન દિસે રે તેે ઘેર શીદ જઈએ, તેેને સંગે શીદ રહીએ રે. અને મારા વાલાજી શું વાલપ દીસે રે, તેનો સંગ શીદ તજીએ તે વિના કેને ભજીએ રે0
આ બે પદો શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરી ભગવાન સ્વામિનારાયણે સૌેને આદેશ આપ્યો આ બે પદમાં વાર્તા છે તેે નિત્ય ગાઇને સંભારી રાખવી અને ભગવાનના ભક્ત સાથે પ્રીતિ રાખવાની અને તેમનો દ્રોહ નહીં કરવાની અદ્ભુત શિખામણ ભગવાન સ્વામિનારાયણે આ કીર્તનના માધ્યમથી ભારપૂર્વક આપી છે. કીર્તન ભક્તિથી જે ઉપદેશ કે સંદેશો કહેવાય છે તે ખૂબ સરળતાથી અને સહજ ગ્રહણ થાય છે. કથામાં માત્ર શબ્દો હોય છે પણ શબ્દની સાથે સંગીત તાલ લઈ આ બધું ભળે ત્યારે સર્વગ્રાહી અને સુગમ થઈ જાય છે.
ભગવાન સ્વામિનારાયણે અનેક વખત કીર્તનભક્તિ દ્વારા ગહન આધ્યાત્મિક બોધ સહજતાથી અને સરળતાથી આપ્યો છે. ભગવાન શ્રીહરિના કવિ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરે સંતોની કાવ્ય રચનાઓની સૌથી મોટી વિશેષતા એ છે કે એ બધી જ રચનાઓ ભગવાન શ્રી સ્વામિનારાયણની હયાતીમાં તેમને ઉદ્દેશીને તથા તેમની પ્રસન્નતા માટે ભક્તિ રૂપે કરવામાં આવી હતી અને તેથી જ એ રચનાઓ કેવલ આત્મસ્પર્શી કે આત્મરંજક ન રહેતા આત્માનું રૂપાંતર કરનારી છે. વળી આ પદોમાં પતિવ્રતાની ભક્તિ છે, દાસત્વ ભક્તિ છે, વિનવણી, દીનતા, કૈંકર્ય યુક્ત પ્રાર્થના ભક્તિ છે, સખ્યભાવની મધુરા ભક્તિ છે, શૌર્ય ભક્તિ છે એ પ્રેમ લક્ષણો ભક્તિ પણ છે.
ન્યાય દર્શનમાં એક ક્રમ દર્શાવવામાં આવ્યો છે. જાનાતિ, ઇચ્છતિ અને યતતે. વ્યક્તિ જે જાણે પછી તેની પ્રાપ્તિની ઈચ્છા જાગૃત થાય છે અને ત્યારબાદ તેે માટે પ્રયત્ન કરે છે. ભગવાનમાં અધિક સુખ છે તે જાણ્યા બાદ આપણને ઈચ્છા જાગે કે હવે તે સુખ પ્રાપ્ત કરવું છે. પરંતુ જાણવું જેટલું સરળ છે તેટલું મેળવવું સહેલું નથી. નકશો હાથમાં આવી જાય એટલાથી મંજિલે પહોંચી શકાતું નથી એ માર્ગે ચાલીએ તેમ તેમ ખાડા, ટેકરા, કાંટા, કાંકરા બધું આવે. તે રીતે ભગવાનના સુખનેે સર્વાધિક જાણ્યા પછી તે પ્રાપ્ત કરવા જઈએ ત્યારે અનેક અડચણો આવે છે. તેનો ઉલ્લેખ મુક્તાંદ સ્વામી આ કીર્તનમાં કહે છે કે...મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, લડવા તણો નવ લાગ લાગે, જોગીઆ જંગમ ત્યાગી તપસી ઘણા મોરચે ગયે ધર્મદ્વાર માગે..મોહાદિક સ્વભાવો, માન અપમાન, અગવડ, સગવડ, જયપરાજય વગેરે અનેક વિપરીતતાઓ સામે મુમુક્ષુુએ એ મોરચે ખેલવાનું રહે છે.
ભગવાનના સુખે પામવા જતા આવતા આવા વિઘ્નોની છણાવટ ને તેે પાર કરવા શું કરવું ? તેની વાત આ ‘અનુભવી આનંદ’ કીર્તનમાં કરે છે જો એક નિશાન રોપાઈ જાય તો કોઈ વિઘ્ન નડતાં નથી. ભગવાનનું સુખ અક્ષરધામનું સુખ કોઈપણ ભોગે કોઈપણ સંજોગોમાં લેવું છે એવું ધ્યેય નક્કી થઈ જાય અને ગુરુની સહાય હોય તો કોઈ વિઘ્ન નડતા નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્ર અને સાહિત્યનું આગવું સ્થાન રહ્યું છે. આ સાહિત્ય મુખ્યત્વે ગદ્યાત્મક અને પદ્યાત્મક એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. એમાં પણ પદ્ય સાહિત્યની અસરકારકતા કંઈક અનોખી છે. અધ્યાત્મગીતો, છંદો ચોપાઈઓની રચના અર્થ એ પ્રાસસભર હોય છે, ગેય હોય છે. પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પણ સાહિત્યમાં ઊંડો રસ અને રુચિ ધરાવતા હતા. તેમણે પોતાના જીવનમાં હજારો કીર્તનો, સંસ્કૃતના શ્ર્લોકો, સાહિત્યની કડીઓ, સવૈયાઓ, છંદો કંઠસ્થ કર્યા હતા. શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય મહંત સ્વામી સદ્ગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના મુખેથી જે કીર્તનોની સમજૂતી શ્રવણ કરી હતી એે જ આધાર રાખીને પોતાના ગહન અભ્યાસ, વિપુલ વાંચન અને સાધુતામય જીવનના ‘અનુભવથી ધીરધુરંધરા શૂર સાચા ખરા અને અનુભવી આનંદમાં’ એ શાસ્ત્રીજી મહારાજના સમજાવેલા પ્રસાદીભૂત કીર્તનો ને વર્તમાન સમયને અનુરૂપ સંતો અને ભક્તોને ભગવાનના માર્ગે ઉપયોગી થાય એવા શુભઆશય સાથે એક એક કડી ને એક એક શબ્દને સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.આશા કરીએ છીએ કે કીર્તનોનું આવું અપૂર્વ વિવેચન દરેક મોક્ષભાગીને ભગવાનના માર્ગે ચાલવામાંઉપયોગીથશે.
પુસ્તિકા રૂપે આ પ્રકાશન તૈયાર કરવામાં શા. શુક્વલ્લભદાસજી સ્વામી, સાધુ રસિક્વલ્લભદાસજી સ્વામી અને પ્રુફીંગ કરવામાં પા. વશરામ ભગત અને પ. ભ. શ્રી રમણીકભાઈ રૂપારેલિયા સાહેબે સેવા કરેલ છે. છતાં કોઇ ક્ષતિ રહી હોય તો ક્ષમ્ય ગણશો એ જ યાચના.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support