Dhirajakhiyan Vivechan
Dhirajakhiyan Vivechan
Couldn't load pickup availability
Weight : 152.0 g
Height : 21.5 cm
Width : 14 cm
ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમંડળમાં પધાર્યા સાથે અનંત મુકતોને પણ લાવ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન હજારો નંદસંતોમાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ અને વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ. નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદકાવ્ય એ સંપ્રદાયનો અતિ અમૂલ્ય ગ્રંથ છે, જેમાં સ્વામીએ અનેક વિષયોનાં સચોટ, શાસ્ત્રીય અને લોકભોગ્ય ઉદાહરણો આપીને નિરૂપણ કર્યું છે. ‘નિષ્કુળાનંદ કાવ્ય’ અંતર્ગત ‘ધીરજાખ્યાન’ ગ્રંથ ભગવાનને માર્ગે ચાલેેલા મુમુક્ષ માટે ધીરજ પૂરું પાડવાનું કામ કરે છે.
નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ‘ ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારનાં કરવા જોઇએ હરામ.’ સ્વામીએ આ કીર્તનમાં ભગવાનના સાચા ભક્તની ઓળખાણ આપી છે.
ભગવાનને માર્ગે ચાલેલા ભક્તોએ પોતાની જપ, તપ, વ્રત-નિયમ, આજ્ઞા ઉપાસના કે ભગવાનને રાજી કરવાની લીધેલી ટેકને અનેક વિઘ્નોના વંટોળ વચ્ચે પણ આબાદ રાખવાની હોય છે, ભગવાન ભક્ત વત્સલ છે, કરુણાના સાગર છે એટલા માટે જ તેમના સાચા ભક્તોની ખામીને દૂર કરવા અને અન્ય મુમુક્ષુઓને માર્ગદર્શન મળે એટલા માટે ભગવાન પોતાના સાચા ભક્તોને કપરી કસોટી કરતા હોય છે અને એ કસોટીમાંથી પાર પણ પોતે જ પાડતા હોય છે. પરંતુ કસોટીની એ કથાઓ સાંભળનારના મનને પણ હચમચાવી નાખે તેવી હોય છે. પરિણામે ભલભલા ભક્તો ધીરજ ગુમાવી બેસે છે અને ભગવાનને યથાર્થ રાજી કરી શકતા નથી માટે પૂર્વે કસોટીમાંથી પસાર થયેલા ભક્તોનાં આખ્યાન દ્વારા આપણી ધીરજને દૃઢ બનાવે છે.
અગ્નિ અને તેજાબમાં તાવ્યા પછી જ સુવર્ણ સોળવલું સોનું બને છે અને એની કિંમત થાય છે તેમ ભગવાન સ્વયં પોતાના સાચા ભકતોને કસોટી રૂપી અગ્નિમાં તાવે છે, ભગવાનની પ્રતિજ્ઞા છે કે હું જેના ઉપર મારી અસાધારણ કૃપા કરવા ઇચ્છું છું તેની તમામ સંપત્તિ લઇ લઉં છું તેના સગાં સ્નેહીનો વિયોગ કરાવું છું, તેથી મારો ભક્ત દુ:ખી થાય છે; પરંતુ તે દુ:ખમાં પણ જો મને છોડી દેતો નથી તો હું તેના ઉપર એવો કૃપાપ્રસાદ વરસાવું છું કે જે દેવોને પણ દુર્લભ છે તથા મારું શાશ્ર્વત સુખ આપું છું.
જ્યારે ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે ત્યારે તેમાંથી પાર થવું ઘણું કઠણ હોય છે તેવા સમયે ભક્તો હિંમત હારી જાય છે અને પ્રભુપ્રાપ્તિનું કામ બગડી જાય છે માટે એવાં સમયે હિંમત ન હારવી અને ધીરજ રાખવી એવું આ ગ્રંથનું તાત્પર્ય છે. ભગવાન શ્રીહરિના સમકાલીન અનેક ભક્તોએ પોતાના તન, મન, અને ધન ભગવાન શ્રીહરિના ચરણે ન્યોછાવર કરી દીધા હતા. એ ભક્તોએ પોતાના તપ અને ત્યાગ, સેવા અને સમર્પણ, શ્રદ્ધા અને મુમુક્ષતા ખપ અને અનન્ય નિષ્ઠા જેવા અનેક આદર્શોને પોતાના જીવનમાં સાકારિત કર્યા હતા.
એ ભક્તો સંપત્તિમાં છલકાયા નથી કે વિપત્તિમાં ઝાંખા થયા નથી, અત્યંત ધીરજ ધરી છે. ભગવાન શ્રીહરિને રાજી કરવા પોતાનું જીવન યાહોમ કરી દીધું હતું અને માયાના બંધનથી મુક્ત થઇ અક્ષરધામના અધિકારી થઇ ગયા છે, ભગવાન શ્રીહરિ પણ એ ભક્તોની ધીરજ, નિષ્ઠા ને ખુમારી જોઇનેે એમને વશ થઇ ગયા હતા.
ગ્રંથના વિવેચક સદ્. પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય અને આદર્શ સાધક છે, સાંપ્રદાયિક ગ્રંથના અભ્યાસની સાથે સાથે સંસ્કૃત અને અન્ય શાસ્ત્રોના ઊંડાણપૂર્વકના અભ્યાસથી તેમણે વચનામૃત, શિક્ષાપત્રી, નિષ્કુળાનંદ કાવ્ય, ભગવદ્ ગીતા, યોગ સૂત્ર આદિ ગ્રંથોનાં વિવેચન દ્વારા અનેક મુમુક્ષુઓને સત્સંગનું પોષણ કર્યું છે.
ધીરજાખ્યાન અંતર્ગત ભક્તોનાં ચરિત્રોનું વિવેચન કરીને પૂ. સ્વામીએ ભક્તોનાં જીવનમાં રહેલા સદ્ગુણો, આદર્શો અને એમની માનસિકતાને આપણી સમક્ષ ઉજાગર કર્યા છે. માનવસહજ આપણા જીવનમાં રહેતી ગાફલાઇ અને ખામીઓને દૂર કરવા લાલબત્તી પણ ધરી છે. સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે આ પુસ્તક સંકલનમાં પૂ. શુકવલ્લભદાસજી સ્વામી, સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી તેમજ પ્રૂફ તપાસણી કરવામાં પાર્ષદ વશરામ ભગત, પ.ભ. રમણીકભાઈ રૂપારેલિયા આદિ સંતો-ભક્તજનોએ શ્રીહરિની પ્રસન્નતાર્થે ઉમદા સેવા બજાવી છે. આ પુસ્તક પ્રકાશનમાં કાંઇ ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમ્ય ગણી પઠન કરશો એ જ અભ્યર્થના...


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support