Skip to product information
1 of 2

Chosathpadi Vivechan

Chosathpadi Vivechan

Regular price ₹15.00
Sale price ₹15.00 Regular price ₹15.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 100.0 g

Height : 21.5 cm

Width : 14 cm

આજથી ૨૨૫ વર્ષ પૂર્વ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા. તેમની સાથે અનંત મુક્તો પણ પધાર્યા. ભગવાન શ્રીહરિ અને આ સંતોએ કલ્યાણનો સન્માર્ગ કંડાર્યો. ભગવાન શ્રીસ્વામિનારાયણના પાંચસો પરમહંસો અધ્યાત્મના ઉચ્ચ આદર્શો હતા. એમાં પણ સદ્‌. શ્રી નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ અને વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ. પૂ. સ્વામીજીના જીવનમાં દરેક પ્રસંગે ત્યાગની ઝલક અને વૈરાગ્યની છટા દેખાઈ આવે છે. સ્વામિનારાયણીય સાહિત્યમાં સદ્‌. શ્રી નિષ્કુળાનંદ સ્વામીનું ખૂબ મોટું યોગદાન છે. પૂ. સ્વામી રચિત ‘નિષ્કુળાનંદ કાવ્ય’ વીસ ગ્રંથ એ સંપ્રદાયનો અતિ અમૂલ્ય ગ્રંથ છે. માનવ સ્વભાવના હીરાપારખુ સ્વામીએ પોતાના ગ્રંથમાં શાસ્ત્રસંમત વિવિધ દૃષ્ટિકોણથી તર્કબદ્ધ વિષય નિરૂપણ, લોકભોગ્ય ઉદાહરણો આપી વિષયની છણાવટ કરી છે જે વાચકના અંતરને ભેદીને સ્વભાવ અને વિષયના શૈલ્ય કાઢી નાખે એવી છે. કાવ્ય અંતગર્ત સાધુ-અસાધુનાં લક્ષણોને ઉજાગર કરતો ચોસઠપદી ગ્રંથ આજના સમયમાં ખૂબ ઉપયોગી છે. 

સંપ્રદાયના ઈતિહાસમાં ચોસઠપદી ગ્રંથ રચનાનો પ્રસંગ ખૂબ જ સ્મરણીય છે. પૂ. સ્વામીએ ચોસઠપદીની રચના તો કરી. પછી મનમાં થયું કે આને આપવી કોને ? સંભળાવવી કોને ? સ્વામીએ સદ્‌. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી અને ચોસઠપદીના ખરડા બતાવ્યા. સ્વામીએ વાંચ્યા ને અંતરથી ખૂબ રાજી થયા. સંતોને બોલાવી, સભા ભરીને કહ્યું, ‘‘વહાલા સંતો આ નિષ્કુળાનંદ સ્વામી સંતો માટે ઘરેણાં લાવ્યા છે.’’ પછી સભામાં ચોસઠપદી સંભળાવી ને સંતોને ચોસઠપદીરૂપી ઘરેણાં ધારણ કરવાની ભલામણ કરી.

આપણી પરંપરામાં પણ પ.પૂ. શાસ્ત્રીજી મહારાજને ચોસઠપદી ખૂબ જ પ્રિય હતી. નાના અને નવા સંતોને સ્વામી અચૂક કંઠસ્થ કરાવતા ને સવારની પૂજામાં ખૂબ પ્રેમથી શ્રવણ કરતા. આજે પણ ગુરુકુલમાં આ પરંપરા અવિરત ચાલુ છે. હૈદરાબાદ ગુરુકુલમાં સવારની સત્સંગ સભામાં સંતોની આગળ ચોસઠપદીની કથા કરેલી. હરિભક્તોને પણ આ ખૂબ જ સારી લાગતાં તેમના આગ્રહથી પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું.

સદ્‌. શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો આ ગ્રંથ લખવા પાછળનો હેતુ સાર્થક થાય અને મુમુક્ષુને મોક્ષમાર્ગની સાચી ઓળખાણ અને ચોખ્ખી સમજણ કેળવાય એવો શુભ હેતુ આ વિવેચન પાછળ રહેલો છે.

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3