Charitra Darshanam - Gujarati
Charitra Darshanam - Gujarati
Couldn't load pickup availability
Weight : 412.0 g
Height : 24 cm
Width : 17.5 cm
સાધ્ય એવા શ્રી સહજાનંદ સ્વામીના સાક્ષાત્કાર અર્થે સાધકને સહેલો, સુગમ ને સરળ રાજમાર્ગ ચરિત્રોના ચિંતવનનો છે. ‘હરિ કે ચરિત્ર મહારસરૂપા....’ એ ચરિત્રોમાં શ્રીજી મહારાજની સ્નાનલીલા હોય કે ભોજનલીલા, રંગલીલા હોય કે રાસલીલા, રક્ષાલીલા હોય કે રિસાવાની લીલા, વૈરાગ્યલીલા હોય કે સંમોહનલીલા, હાસ્યલીલા હોય કે શોકલીલા, મનુષ્યલીલા હોય કે દિવ્યલીલા.
શ્રીજી ચરિત્રોના સાગરમાં સ્નાન કરવાથી આ લીલાની લાલી ભક્તના તન, મનને સદાય શાતા અને શાંતિ આપતી રહી છે ને હજુ આપતી રહેશે.
સાંભળવા કરતાંય ચિંતવનમાં વધુ સહાયક બને છે, ચરિત્રોનું ચિત્રામણ. સત્સંગ ઘરાનાના સુજ્ઞ ચિત્રકારો શ્રી નવીન સોની, શ્રી અલ્કેશ ગોહેલ તથા શ્રી કિશન જોષી આદિએ ચિત્રેલા અને સત્સંગના સ્થંભસમા સંતોએ સત્સંગ પ્રસારાર્થે ચિત્રાવેલા ચરિત્રોને સહુકોઇની સાભાર નોંધ સાથે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સાહિત્ય પ્રકાશન વિભાગે આ પુસ્તકરૂપે પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે.
સુરત ગુરુકુલના પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શનાનુસાર વિશ્વમંગલ આર્ટમાં શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામી, શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, ચિરાગ સુતરિયા તેમજ સાહિત્ય સેવા કરી રહેલા શ્રી રસિકવલ્લભદાસજી સ્વામીએ પ્રસ્તુત પુસ્તક ‘ભગવાન શ્રી સ્વામિનારાયણ-ચરિત્ર દર્શન’ તૈયાર કરવામાં જહેમત ઊઠાવેલ છે. ભગવાન શ્રીહરિની તેમના પર પ્રસન્નતા ઊતરે એ જ અભ્યર્થના.
હરિ કે ચરિત્ર મહારસરૂપા...ના આસ્વાદ સાથે તૃપ્તિનો ઓડકાર આપણે સહુ કોઇ માણીએ એ જ અભિલાષા સહ....


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support