Bhagwananni Adbhut Rachanao
Bhagwananni Adbhut Rachanao
Couldn't load pickup availability
Weight : 235.0 g
Height : 17 cm
Width : 24 cm
અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી ! ! !
નિત્ય નવીન ને નવીન સર્જન કરવું જ જેમને ગમે છે એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તો સ્વયં અનંત કળાઓના સ્વામી છે. આપણે મન સાવ નાંખી દીધા જેવા પથ્થરોમાં પણ કેવી કળાઓ વાપરે છે એ તો એમને નિરાંતે નીરખીએ તો ખબર પડે. એમનું કરેલું સર્જન લાખો વર્ષો જાય તોય પણ આપણને નવું ને નવું જ લાગે છે. માણસે બનાવેલ રચનાને થોડીવાર જોઇએ તો કંટાળો આવે પણ ભગવાને બનાવેલી સૃષ્ટિને જોતાં ક્યારેય કંટાળો જ ન આવે. વળી આપણું બનાવેલું નિર્જીવ લાગે જ્યારે ભગવાને બનાવેલું સજીવ લાગે છે. ભગવાને બનાવેલી એકસરખી બે વસ્તુ પણ સરખી નથી હોતી.
એ ગગન ચૂંબતા પર્વતો રચે છે તો એ પર્વતની ટોચેથી પાણીનો ધોધ પણ પાડે છે. ધરતીના પેટાળમાંથી ધગધગતા લાવાઓની અગનજ્વાળાઓ કાઢે છે તો ગરમ પાણીના ફૂવારાનું પણ સર્જન કરે છે. સૂકા ભઠ્ઠ રણમાં નદીઓના પાણી ઠાલવે છે તો જંગલના ઘટાટોપ વૃક્ષોને વરસાદી પાણીથી રોજ નવરાવે છે. ખારા દરિયાના પાણીમાં વિવિધ રંગો દેખાડે છે તો દરિયાના પેટાળમાં વડવાનળ અગ્નિ અને પાણીનો મિલાપ પણ એ જ કરાવે છે.
આ પુસ્તકમાં એવા ૧૦૦ જેટલાં કુદરતી સર્જનનું દર્શન કરાવવામાં આવ્યું છે કે જે આપણે ક્યારેય જોયા તો નહીં હોય પણ કલ્પના પણ નહીં કરી હોય. દૃશ્ય જોઇને મનમાં થાય કે સાચે જ આવું હોય?




-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support