Skip to product information
1 of 2

Bhagwan Swaminarayan Bal Lila-1

Bhagwan Swaminarayan Bal Lila-1

Regular price ₹35.00
Sale price ₹35.00 Regular price ₹35.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 128.0 g

Height : 24.5 cm

Width : 18 cm

ભગવાનનાં ચરિત્રો ગાવાં અને સાંભળવાં એ મનુષ્યજીવનનો અનુપમ લ્હાવો છે. તેમાંય ઇષ્ટદેવનાં ચરિત્રો તો ભક્તોનાં - હૃદયમાં ઇષ્ટદેવ પ્રત્યે ભક્તિ પ્રગટ કરે છે. જે ભકિત ભવબંધનમાંથી મુક્તિનું પરમ સાધન બની રહે છે.

અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા પ્રગટેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના પ્રાગટ્યના માત્ર ૪૯ વર્ષના અલ્પ જીવનકાળ દરમિયાન આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે જે જે પ્રવર્તાવ્યું તે ખરેખર ઈતિહાસમાં અજોડ અને અમર છે.

પૂર્વે ભગવાનના જે જે અવતારો થયા તેના કરતાં તેમણે અનેક ગણી સામર્થી અને ઐશ્વર્યો પ્રગટ કરીને અનેક દિવ્ય અને માનુષી ચરિત્રો કર્યા છે. આ ચરિત્રો દ્વારા તેમણે પોતાના ભક્તોને લાડ લડાવી સામીપ્યનું સુખ આપ્યું છે અને અસુરોને મોહ પમાડયા છે.

 

તેમનાં આવાં અસંખ્ય ચરિત્રો સંપ્રદાયની અનેક ગ્રંથશ્રેણીઓમાં ગૂંથાયેલાં છે. એ ગ્રંથશ્રેણીઓમાં એક નવું સોનેરી પુષ્પગૂંથીને ઈષ્ટદેવની જીવન-ગાથાનો પમરાટ લાખો હૃદય સુધી પહોંચાડવા અમારો આ નમ્ર પ્રયાસ છે.

 

અહીંયાં કુમળા છોડને વાળો તેમ વળે તે આશયે નાના બાળકોને દયાનમાં રાખી ચિત્રોના આલેખનને વિશેષ સ્થાન આપ્યું છે. કારણ કે બાળકોને ચિત્રોમાં વધુ રસ હોય છે. ચિત્રોના સહારે તેઓ શ્રીહરિનાં ચરિત્રોને સહજ સમજી હૃદયંગમ બનાવી શકે છે.

 

શ્રીહરિનાં ચરિત્રો તો મહાસાગર છે. તેનો સંપૂર્ણપણે સમાવેશ માનવસહજ મર્યાદાઓને કારણે અશકય છે. તેથી પ્રભાવદાયી, પ્રેરક મુખ્ય પ્રસંગરત્નોનો અહીં સમાવેશ કર્યો છે. ચરિત્ર પ્રસંગો વિસ્તારવાળા છે; પરંતુ તેમની સળંગ સૂત્રતાને જાળવવાની કાળજી રાખવાનો પણ પ્રયાસ કર્યો છે.

 

બાળકોને તેની સમજશક્તિ અને શબ્દભંડોળની મર્યાદા હોય છે. તેને ધ્યાનમાં રાખી વ્યાવહારિક શબ્દો અને સાદા સંક્ષિપ્ત વાકયો પ્રયોજવાનો પ્રયત્ન કર્યો છે. જેથી બાળકો ચરિત્રોનું સરળતાથી આસ્વાદન માણી શકે. વળી ચિત્રોનું પણ પ્રસંગને અનુરૂપ આબેહૂબ આલેખન થયું છે.

 

આમ સરળ અને સુગમ ભાષા, ચરિત્રકથાને અનુરૂપ આબેહૂબ ચિત્રાંકન અને ઇષ્ટદેવનાં પાવન ચરિત્રોના સહારે કુમળા, નિર્મળ, નિર્દોષ બાળ હૃદયમાં ભગવદ્ ભકિતના અંકુરો પ્રગટાવવા અમે સફળ થઈશું એવો અમને દઢ વિશ્વાસ છે.

 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ અને પ્રેરણાનુસાર અમારા લેખકો અને ચિત્રકારોએ ધગશ, પરિશ્રમ અને ભાવનાથી તૈયાર કરેલ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં સચિત્ર જીવનચરિત્રોનું પ્રેરણાદાયી બનશે એવી આશા સાથે વાચક વર્ગ સ્વાભાવિક ઊણપોને ઉદાર દિલ્લે ક્ષમ્ય ગણી, હેતુને લક્ષમાં રાખી, પોતાના બહુમૂલ્ય પ્રતિભાવને મોકલી અમને અનુગ્રહિત કરશે એવી અપેક્ષા.

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3