Skip to product information
1 of 2

Bal Saurabh

Bal Saurabh

Regular price ₹50.00
Sale price ₹50.00 Regular price ₹50.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 180.0 g

Height : 21 cm

Width : 14 cm

રસ્તાના કાંઠે ઘડાયા વગરનો પથ્થર જોયો છે ? તેની કિંમત કેટલી ? કાંઇ નહી. પણ તે જ પથ્થરને કોઇ કુશળ કારીગર મળી જાય અને તેમાંથી સુંદર મજાની મૂર્તિ બનાવી દે તો.....? તો તેની કિંમત કેટલી ? હજારો લોકોના હૃદયમાં ભગવાન તરીકે વિરાજમાન થઇ જાય છે. 

ધૂળની કિંમત કેટલી ? બહુ જ નહી જેવી. પણ તે જ ધૂળમાંથી કુંભાર માટલું, શકોરું કે કુંજો બનાવે છે ત્યારે.....? ત્યારે તેની કિંમત અનેકગણી વધી જાય છે. 

લાકડાનો ટુકડો પડયો પડયો સડી જ જવાનો હોય છે. પણ એમાંથી જો કુશળ સુતાર સુંદર મજાનું ફર્નિચર બનાવે તો મકાનને રાજમહેલ બનાવી દે છે.

બસ આપણા જીવનમાં પણ આવું જ કાંઇક બને છે. આપણે નાના હોઇએ ત્યારે શું કરવું ? શું ન કરવું ? તેની કાંઇ ખબર હોતી નથી. આપણા માબાપ, આપણા સંતો અને આપણા સંચાલકો વાર્તાઓ દ્વારા ઉપદેશ આપીને આપણું ઘડતર કરે છે. એ ઘડતર એટલે સંસ્કારોનું સિંચન, સારા વિચારોનું સિંચન. સંસ્કાર વગરના માનવીની આ દૂનિયામાં જોઇએ તેવી કોઇ કિંમત થતી નથી. 

આપણામાં આવા શુભ સંસ્કારોનું સિંચન થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા આ બાલસૌરભ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમ ભોજન જમતાં હોય તેમાં દરેક રસના અલગ અલગ પકવાન પીરસાયા હોય તો જમવાની બહુ મજા પડે તેમ ગુરુકુલ દ્વારા ચાલતા બાળમંડળોમાં બાળકોને મજા પડે એવી વાર્તાઓ, શ્રીજી મહારાજના ચરિત્રો, સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આપેલ ઉપદેશ અને અંતે સ્વાધ્યાય વગેરે વિવિધ પાંખડીઓનું બનાવેલું દરેક પુષ્પ દરેક બાળકોને જરૂર ગમશે.

રાજકોટ ગુરુકુલ પરિવારના ગુરુપદે વિરાજમાન પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ સુરત ગુરુકુલના સંચાલક પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર આ પુસ્તિકા તૈયાર કરવામાં શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી કીર્તનપ્રિયદાસજી સ્વામી તથા શ્રી વિશ્વવંદનદાસજી સ્વામી વગેરે સત્સંગ મંડળના સંચાલક સંતોએ ખૂબ મહેનત કરી છે. આ પુસ્તકનું પ્રુફરિડિંગ તેમજ સંકલન કરવામાં શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ સારી જહેમત ઉઠાવી છે તેમજ ટાઇપ સેટીંગ ભાવિક પરમાર તથા ડિઝાઇન સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તથા ચિરાગભાઇ સુતરિયાએ તૈયાર કરેલ છે. 

આ પુસ્તિકાનું દરેક પુષ્પ આપના જીવનમાં સંસ્કારોની મહેંક પ્રસરાવે, ભગવાનની ભક્તિના મધુરરસનું પાન કરાવે એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ...

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3