Ann Tevu Man
Ann Tevu Man
Couldn't load pickup availability
Height : 18 cm
Width : 12 cm
૫.પૂ. સદ્ગુરુ મહંતસ્વામી શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામીના
આશીર્વચન
કથા શ્રવણ એ સત્સંગનો પાયો છે. શરીર માટે જેમ ખોરાક, પાણી, હવા વગેરે અનિવાર્ય છે, તેમ સત્સંગમાં સ્વસ્થતાથી ટકી રહેવા માટે કથાવાર્તા, ધ્યાન-ભજન, જપ-તપ વગેરે અનિવાર્ય છે. જેના જીવનમાં કથાવાર્તાનું પાચન થતું નથી, તેને કુસંગના જુદા જુદા રોગ લાગુ પડ્યા છે એમ સમજવું. ભગવાન સ્વામિનારાયણ અને મોટા સંતોએ સત્સંગને નવપલ્લવિત રાખવા કથાવાર્તાનું સુંદર આયોજન કરેલ છે. આજે આધુનિક પવન ફૂંકાયો છે ત્યારે કથાવાર્તાને નવા સ્વરૂપે મૂકવાની જરૂરિયાત ઊભી થઈ છે. કથા વાંચીને તેના ઉપર વાત કરનાર વક્તા ઉપર કથાનો ઘણો આધાર રહે છે. જમાનાની માગ પ્રમાણે ડૉક્ટરો સુગરકોટેડ દવાઓ દર્દીઓને આપતા થયા છે. એ જ પ્રમાણે આજે માત્ર કથા સાંભળવાનો મહિમા કહેવાથી શ્રોતાઓ કથાશ્રવણ કરતા નથી પરંતુ તેને પોતાના જીવનમાં કથા કઈ રીતે ઉપયોગી થાય છે તેવું સમજાવનારા વક્તાની કથાવાર્તા કે પ્રવચનો સાંભળવામાં રસ પડે છે.
પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજીની કથાવાર્તા સાંભળવા માટે શ્રોતાઓ હંમેશા ઝંખના કરે છે; કારણ કે તેઓ શ્રોતાઓના માનસ પારખીને તે પ્રમાણે સ્વાધ્યાય-ચિંતન-મનન કરીને કથામૃત પીરસે છે. પ્રબળ પુરુષાર્થ કરીને પુરાણી હરિસ્વરૂપદાસજીએ શ્રોતાઓને કથારસમાં ઓતપ્રોત કરવાની કલા હસ્તગત કરી છે. વિશાળ વાંચન એનો પાયો છે અને સતત ચિંતન દ્વારા તેમાં તેઓ વિવિધ રંગ પૂરતા રહે છે.
પુરાણીનું કથામૃત પુસ્તકો દ્વારા ઘરે ઘરે પહોંચશે ત્યારે આબાલવૃદ્ધ સૌ કોઈ, જ્યારે ઇચ્છે ત્યારે કથાવાર્તાનો સ્વાદ લઈ શકશે. આ પુસ્તકો સૌને પ્રેરણાસ્પદ બનશે એવી આશા છે.
ગુરુકુલના મહોત્સવો, કથા-પારાયણો, જ્ઞાનસત્ર, બ્રહ્મસત્ર તેમજ ધનુર્માસની કથાઓમાં પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ રજૂ કરેલાં પ્રવચનોને ગ્રંથાકાર મૂકવાનો પ્રયાસ અમદાવાદ ગુરુકુલમાં સેવા કરતા સાધુ નિર્ગુણજીવનદાસજી સ્વામી, શ્રીજનકભાઈ ઠક્કર, શ્રી મનુભાઈ પટેલ, નિરજભાઈ પટેલ વગેરેએ કર્યો છે. પંચવર્તમાન, નિત્યપૂજા, અન્ન તેવું મન, વ્યસન મુક્તિ, મારી પાસે સમય નથી, શું આપણે ધાર્મિક છીએ ?, જીવન શા માટે ?, મૃત્યુ ચિંતન વગેરે પુસ્તકો વિશ્વમંગલ મહોત્સવ પ્રસંગે પ્રકાશિત થઈ રહ્યાં છે તે ખૂબ જ આનંદની વાત છે. સત્ સાહિત્ય પીરસવાની, પ્રગટ કરવાની અને તેમાંથી જીવન વિષે પ્રેરણા લેવાની ઉચ્ચ ભાવના સૌમાં વૃદ્ધિ પામે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના
– સા. દેવકૃષ્ણદાસના જય શ્રી સ્વામિનારાયણ


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support