Amrutvani
Amrutvani
Couldn't load pickup availability
Weight : 128.0 g
Height : 21.5 cm
Width : 14 cm
પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સત્શાસ્ત્રોના જ્ઞાતા અને ઊંડા અભ્યાસી હતા. પોતે અનુભવોને આધારે શાસ્ત્રીય રહસ્યોને સરળતાથી સમજાવી શકતા. એમની કથાવાર્તામાં શાસ્ત્રોનું ઊંડાણ જોવા મળતું. એમનું જ્ઞાન કેવળ ઉપદેશ આપવા પૂરતું સીમિત નહોતું પણ પોતાના જીવન કાર્યમાં એનો નીચોડ ઉતારેલ જોવા મળતો. પોતે જનમાનસના ભારે પારખું હતા. શ્રોતાઓની કક્ષા મુજબ સચોટ દૃષ્ટાંતો આપીને શંકાઓનું સમાધાન કરી સંશયો નિર્મૂળ કરી દેવાની એમનામાં અદ્ભુત સૂઝ હતી.
એમની અમૃતવાણી સાંભળીને સહુ ભારે પ્રભાવિત થતા રહેતા. વિવેકીને પોતામાં રહેલ ક્ષતિઓ ઓળખાતી. મુમુક્ષુઓને સન્માર્ગે ચાલવાનું બળ મળતું. વ્યસનીઓને વળગેલાં વ્યસનો પ્રત્યે નફરત જાગતી અને જીવન સુધારણાની પ્રેરણા મળતી. ભક્તોને વિશેષ ભક્તિભાવ જાગતો ને વર્તનમાં પરિવર્તન આવતું.
ઉત્તમ કથાકાર તરીકે એમનું એક આગવું વ્યક્તિત્વ હતું. સત્સંગિજીવન, ભાગવત, વચનામૃત, કલ્પતરુ, નિષ્કુળાનંદ કાવ્ય, ગીતા અને ઉપનિષદો ઉપર એમણે બ્રહ્મસત્રો, પારાયણો, વસંતપંચમી, ગુરુપૂર્ણિમા વગેરે પ્રસંગોએ મનનીય પ્રવચનો આપેલ. એમને સાંભળવા એ જીવનનો એક લ્હાવો ગણાતો.
ભગવદ્ કથાવાર્તા કરવા સાંભળવાના પોતે ભારે પ્યાસી હતા. એથી તો એમણે ૧૯૫૦માં રાજકોટ ગુરુકુલમાં રવિસભા શરૂ કરેલ. જેમાં ધૂન-કીર્તન બાદ પોતે વચનામૃત વાંચીને તેનું રહસ્ય સમજાવતા. તે રવિસભા આજે હજુય ચાલુ છે. વળી દરરોજ સાંજની સભામાં પોતે વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા.
જીવન સંધ્યાનાં છેલ્લા ૧૫ વર્ષથી રોજ પોતે હંમેશાં સંધ્યા આરતી પહેલાં એક કલાક પોતાના આસને યોજાતી સત્સંગ સભામાં વચનામૃત વંચાવીને વિવેચન કરતા. જે સાંભળવા સંતો અને ખપવાળા સ્થાનિક હરિભક્તો ઉપસ્થિત રહેતા. પોતાને શરીરે કસર જેવું હોય તોપણ કથા તો ચાલુ રખાવતા એટલું જ નહિ પણ જેમ-જેમ કથાવાર્તા કરતા જાય તેમ-તેમ તેઓ સ્ફૂર્તિ અનુભવતા. કથાવાર્તામાં રોક ટોક સાથેની કડવાણી દ્વારા એમણે સંતોનું નિરોગી ધડતર કર્યું. સહુ સંતો પણ પોતાની પ્રવિૃત્તને આઘીપાછી ઠેલીને પૂ. સ્વામીજીની કથામાં અચૂક આવી જતા.
તેઓશ્રીએ સત્સંગ સભાઓમાં વચનામૃત ઉપર કરેલ કથાવાર્તાનું આપણા ગુરુકુલ વિદ્યાલયના શિક્ષક પ.ભ. શ્રી રણછોડભાઈ અકબરી અને શિક્ષક પ. ભ. શ્રી રસિકભાઈ દોંગા દરરોજ નિયમિત હાજર રહીને ઘ્વનિમુદ્રણ કરતા રહેતા. આ દુર્લભ કથાવાર્તાની ઓડિયો કેસેટ તથા સીડીઓ તૈયાર કરીને રાજકોટ ગુરુકુલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલમાં પેનડ્રાઈવ તથા ઈન્ટરનેટમાં ઉપલબ્ધ છે. દેશ અને વિદેશના ઘણાય ભાવિકો આજે એના શ્રવણ દ્વારા પ્રેરણા પાથેય મેળવે છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support