Amrutnu Achman Part - 3
Amrutnu Achman Part - 3
Couldn't load pickup availability
Weight : 125.0 g
Height : 18 cm
Width : 12 cm
ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.
પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને સદાચારયુક્ત જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય એવા હોય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. તેઓ નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય છે.
આજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગ સાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ વાચકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ર્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે.
પૂ. સ્વામીજીની કલમે લેખિત અને સંકલિત થતા રહેતા ‘અમૃતનું આચમન’નાં આ સૂત્રો છેલ્લા છ સાત વર્ષથી ‘સદ્વિદ્યા’ માસિકમાં નિયમિત પ્રકાશિત થાય છે, જે મોટા ભાગના વાચક ગ્રાહકો માટે રસનો વિષય બની ગયો છે. આધુનિક મીડિયાના સાહિત્ય તરીકે સંસ્થાના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ ભક્તજનોને નિયમિત એક સૂત્રનું આચમન કરાવવામાં આવે છે.
અમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તકને ભાગ - 1 અને ભાગ - 2 ગણીને આ પુસ્તિકામાં અમૃતનું આચમન ભાગ - 3 તરીકે સંકલિત કરી પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે, જેમાં યથાશક્તિ વિષયવાર વિભાગીકરણ પણ કરવામાં આવ્યું છે, જેથી વાચકોને વિશેષ અનુકૂળતા રહે અને વિષય સ્પષ્ટીકરણ પણ થતું રહે. આશા છે સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આ પુસ્તક પ્રકાશનમાં પ. ભ. શ્રી ગોરધનભાઇ સખિયા ઉપરાંત પ્રકાશન વિભાગમાં સેવા આપતા ‘સદ્વિદ્યા’ તંત્રી સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી, સહતંત્રી શ્રી રમણીકભાઇ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગત તથા સમર્પિત ભાવે સેવા આપતા શ્રી મનીષભાઈ ચાંગેલા, પીયૂષ કણસાગરા અને કોમ્પ્યુટર ઓપરેટર શ્રી મનીષભાઈ અને રાજુભાઈ મહેતા બંધુઓએ ભારે જહેમત ઉઠાવી છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support