{"title":"Gujarati Books","description":"","products":[{"product_id":"amar-thayo-itihas","title":"Amar Thayo Itihas","description":"\u003cp\u003eચાલો સંતો જીરણગઢ જઇએ રે...\u003c\/p\u003e\n\u003cp\u003eશ્રીજી મહારાજ પોતાના ૨૫ વર્ષના ગઢપુરવાસ દરમ્યાન અનેકવાર જૂનાગઢી-સોરઠી સત્સંગને યાદ કરતાં રહેતા. વાંરવાર જૂનાગઢમાં પધારી ભક્તોને સ્વસ્વરૂપની ઓળખાણ કરાવતાં. ભક્તોને પણ ભગવત સ્વરૂપના યથાર્થજ્ઞાન માટે દર વર્ષે એક મહિનો જૂનાગઢ જવાની આજ્ઞા કરતાં. જે જૂનાગઢ જાય તેની કરોડ જનમની કસર ટળી જતી.\u003c\/p\u003e\n\u003cp\u003eસર્વોપરી ઉપાસનાનું ધામ જૂનાગઢ કે જ્યાં જવા માટે સહુના પગ ખેંચાતા. સતત ૪૦ વર્ષ સુધી બ્રહ્મજ્ઞાનના વારિ સીંચી સોરઠની ધરાને નવપલ્લવિત કરનારા સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું સ્વરૂપ સંતો ભક્તોના હ્ય્દયમાં એવું ધરબી દીધું કે દેશકાળ પણ તેને ડગાવી ન શક્યા.\u003c\/p\u003e\n\u003cp\u003eત્યાર પછી પણ એ ગુણાતીત ઝોકમાં તૈયાર થયેલા સમર્થ સંતોએ સોરઠી સત્સંગનું રક્ષણ, પોષણ અને પ્રચાર કર્યો. ઝીણાભાઇ, દાદાભાઇ, ગોકળદાસ જેવા સમર્પિત ભક્તોના સર્વસ્વ સમર્પણની ગાથા આજે પણ મંદિરની મીઠી લહેર કાનમાં કહી જાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eજૂનાગઢ નવાબી રાજ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણો ગાઢ સંબંધ રહ્યો છે. નવાબ સાહેબો અને દીવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ માટે ઘણું યોગદાન આપ્યું છે.\u003c\/p\u003e\n\u003cp\u003eએવા જૂનાગઢમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી વિવિધ લીલાઓનું સ્મરણ થાય, જૂનાગઢ જેની જનમભોમકા ગણાય એવા જોગીડાઓનું સામર્થ્ય સાંભરે અને સોરઠના એ સોનલવરણા ભક્તોની સ્મૃતિ થાય તે હેતુથી એ પ્રસંગોને શબ્દદેહ આપવાનો આ પુસ્તકમાં નાનકડો પ્રયાસ કર્યો છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849478300,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmarThayoItihash-Tital.jpg?v=1718200449"},{"product_id":"amruntanjali","title":"Amruntanjali","description":"\u003cp\u003eપ. પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી છેલ્લાં ૫૦ વર્ષથી સદ્‌વિદ્યા માસિકમાં વિવિધ વિષયો ઉપર લેખો લખતા રહે છે. એમના લેખોને સત્સંગ તેમજ સમાજના ભાવિક સાહિત્ય રસિકો હોંશે હોંશે વાંચતા રહે છે. પૂ. સ્વામીજી પણ પોતે વાંચેલ સત્સંગ સાહિત્યમાંથી પૂરક પ્રસંગોને પોતાની આગવી હળવી ને સરળ શૈલીમાં સરસ રીતે રજૂ કરતા રહે છે. પ્રારંભમાં તંત્રી તરીકે અમો એમાં થોડા સુધારા વધારા કરતા રહેતા. પછી તો જેમ લખતા લહિયો થાય એમ એમની લેખન કલા વિકસતી ગઈ. સમય જતાં એમના લખાણમાં શ્રીહરિ કૃપા અને પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી સારી પકડ આવી જતાં પોતાના વિચારોને વિવિધ સંદર્ભો ટાંકીને અસરકારક રીતે રજૂ કરવાની કળાને પોતે સહજ રીતે હાંસલ કરી લીધી.\u003c\/p\u003e\n\u003cp\u003eએમના લેખોમાં સદાચાર ધર્મ પ્રવર્તન, ત્યાગ વૈરાગ્યની છટા, ઈષ્ટદેવની ભક્તિમાં ભાવનાની ભીનાશ જોવા મળે. ભગવાનનો દૃઢ નિશ્ચય, નિયમ પાલનની દૃઢતા, ભગવાનના ભક્તનો મહિમા સહિત પક્ષ વગેરે સચોટ દૃષ્ટાંત સહિત જોવા જાણવા મળે ને પ્રેરણા પ્રાપ્ત થાય.\u003c\/p\u003e\n\u003cp\u003e‘સંત વિના સાચી કોણ કહે’ નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિને જીવન મંત્ર બનાવીને પોતે લેખો લખતા રહે છે. એમના લેખો ભાવિકોને અનેરું સત્સંગનું બળ પૂરું પાડે છે. સત્સંગ ચાર પ્રકારે થાય છે. સત્‌ એવા પરમાત્મા, સત્‌ એવો આત્મા, સત્‌ એવાં સાધુપુરુષો અને સત્‌ એવા શાસ્ત્રો. આ ચારનો સંગ એ સત્સંગ છે. સત્પુરુષ થકી જે શાસ્ત્રની રચના થઈ હોય તે સત્શાસ્ત્ર છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસત્શાસ્ત્રના વાચનથી માણસની બુદ્ધિની શુદ્ધિ થાય છે. અંતરમાં પરિવર્તન આવતું જાય છે. સારા પુસ્તક વાંચીને ઘણા મહાનુભાવોએ મહાનતા હાંસલ કરી છે. ભગવાન શ્રીહરિએ પણ પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા કહ્યું છે અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સત્શાસ્ત્રનું સેવન કરવું. માન્ય કરેલ આઠ સત્શાસ્ત્રોનો પાઠ કરવો. સત્શાસ્ત્રનું વાચન બુદ્ધિની જડતાને હરી લે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eભગવાન શ્રીસ્વામિનારાયણ વિદ્વતા અને જ્ઞાનના ગુણનો આદર કરે છે પણ કેવળ કોરું જ્ઞાન કે પોથી પંડિત જેવી શાબ્દિક વિદ્વતાથી દૂર રહેવા તાકીદ પણ કરે છે. કર્તવ્યનિષ્ઠ અને આચરણનિષ્ઠ વિદ્વતાને માન્ય કરે છે અને એવી વિદ્વતાને ધારક સંતોની વાણી અને કલમ જ કલ્યાણકારી નિવડે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. સ્વામીજી હંમેશાં મંત્રલેખન કે સત્શાસ્ત્રના વાચન કે કથાવાર્તામાં જ રસબસ રહેતા હોય છે. આ સાથે માનસરોવરના હંસની જેમ સદ્‌વિચારો અને સુવિચારો રૂપી મોતીનું સંપાદન કરતા રહે છે. તેમનાં સૂત્રો અને વાણી થોડામાં ઘણુ ઝાઝું કહી જતી હોય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસદ્‌વિદ્યામાં છપાતા લેખોને અનુલક્ષીને અ.નિ. સુરેશભાઈ ભટ્ટ સાહેબે ઘણા પુસ્તકોનું સંકલન કરેલ. હાલ પૂ. સ્વામીના કૃપાપાત્ર શિષ્ય ને સદ્‌વિદ્યાના સહતંત્રી પૂ. રસિકવલ્લભદાસજી તથા સાહિત્ય સૂઝ ધરાવતા શ્રી ગોરધનભાઈ સખિયા પૂ. સ્વામીજીના લેખોનું સંકલન કરતા રહે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. સ્વામીજીના આ પુસ્તકમાં સદ્‌વિદ્યાના છેલ્લાં ચારેક વર્ષમાં છપાયેલા લેખોનું સંકલન આમાં કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉપલક્ષ્યમાં આ પુસ્તકનું અમૃતાંજલિ એવું સાર્થક નામાભિધાન કરાયું છે. ટાઈટલ પેજ અને બુક લે આઉટ ડિઝાઈન સેવાકાર્ય પૂ. સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ અને પ્રૂફ રીડિંગ સેવાકાર્ય પાર્ષદ શ્રી વશરામભગત, પ. ભ. શ્રી રમણિકભાઈ રૂપારેલિયા સાહેબ અને સમર્પિત સેવક શ્રી મનીષભાઈ ચાંગેલાએ કરેલ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ પ્રકાશનમાં આર્થિક સૌજન્ય પ્રકાશન વિભાગમાં જ સેવા આપતા મૂળ નોંધણચોરાના ભૂ. વિ. પ.ભ. શ્રી ગોરધનભાઈ સખિયાના પોલેન્ડ નિવાસી સુપુત્ર શ્રી રોહિતભાઈ સખિયાએ પોતાના અક્ષરનિવાસી દાદા ગંગદાસબાપાની પવિત્ર સ્મૃતિમાં સહર્ષ સ્વીકારેલ છે. આ સહુ કોઈ ઉપર શ્રીહરિની પ્રસન્નતા ઉતરે એજ અંતરની અભ્યર્થના સહ જય સ્વામિનારાયણ...\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849511068,"sku":null,"price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmrutanajliTitel.jpg?v=1718200641"},{"product_id":"amrutnu-achman","title":"Amrutnu Achman","description":"\u003cp\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગેરંગી ભગવાનમાં જોડ્યા છે. તેમના આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે, ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને આચરણીય જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીેકની સુપેરે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા તેઓ થોડામાં ઘણું ‘ગાગરમાં સાગર’ની જેમ કહી જાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય  અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગ સાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્‌વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ પાઠકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. આશા છે પચાસથી વધારે નિશ્ચિત વિષયો પર સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ પુસ્તક પ્રકાશમાં સત્સંગ સાહિત્ય સેવાપ્રેમી પ.ભ. શ્રી ભરતભાઈ એમ. જંગબારીનો તેમના અ.નિ. પિતાશ્રી મણિલાલભાઈ અને અ.નિ. માતુશ્રી પ્રભાબેનની સ્મૃતિમાં સેવા સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રીહરિ તેમને ધર્મે સહિત ભક્તિનું બળ આપે અને તેમના પરિવારજનો પર શ્રીહરિની પ્રસન્નતા વરસે. પુસ્તકનું કલા સંયોજન સાધુ શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તથા સંકલન સાધુ શ્રી રસિકવલ્લભદાસજી સ્વામીએ કર્યું છે. પ્રુફરીડીંગ શ્રી સુરેશભાઈ આર. ભટ્ટે કર્યું છે. સંકલનમાં સહજ રીતે રહી જવા પામેલી ક્ષતિને ક્ષમ્ય ગણી તેના અસરકારક ચિંતનનો લાભ લેશો.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849543836,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AamrutnaAchaman1.jpg?v=1718200680"},{"product_id":"amrutnu-achman-part-3","title":"Amrutnu Achman Part - 3","description":"\u003cp\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને સદાચારયુક્ત જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય એવા હોય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. તેઓ નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય છે.\u003cbr\u003eઆજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગ સાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ વાચકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ર્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. સ્વામીજીની કલમે લેખિત અને સંકલિત થતા રહેતા ‘અમૃતનું આચમન’નાં આ સૂત્રો છેલ્લા છ સાત વર્ષથી ‘સદ્વિદ્યા’ માસિકમાં નિયમિત પ્રકાશિત થાય છે, જે મોટા ભાગના વાચક ગ્રાહકો માટે રસનો વિષય બની ગયો છે. આધુનિક મીડિયાના સાહિત્ય તરીકે સંસ્થાના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ ભક્તજનોને નિયમિત એક સૂત્રનું આચમન કરાવવામાં આવે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઅમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તકને ભાગ - 1 અને ભાગ - 2 ગણીને આ પુસ્તિકામાં અમૃતનું આચમન ભાગ - 3 તરીકે સંકલિત કરી પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ  છે, જેમાં યથાશક્તિ વિષયવાર વિભાગીકરણ પણ કરવામાં આવ્યું છે, જેથી વાચકોને વિશેષ અનુકૂળતા રહે અને વિષય સ્પષ્ટીકરણ પણ થતું રહે. આશા છે સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ પુસ્તક પ્રકાશનમાં પ. ભ. શ્રી ગોરધનભાઇ સખિયા ઉપરાંત પ્રકાશન વિભાગમાં સેવા આપતા ‘સદ્વિદ્યા’ તંત્રી સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી, સહતંત્રી શ્રી રમણીકભાઇ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગત તથા સમર્પિત ભાવે સેવા આપતા શ્રી મનીષભાઈ ચાંગેલા, પીયૂષ કણસાગરા અને કોમ્પ્યુટર ઓપરેટર શ્રી મનીષભાઈ અને રાજુભાઈ મહેતા બંધુઓએ ભારે જહેમત ઉઠાવી છે. \u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849576604,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmrutnuAchamanpart-3.jpg?v=1718892514"},{"product_id":"amrutnu-achman-part-4","title":"Amrutnu Achman Part - 4","description":"\u003cp\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.\u003cbr\u003eપ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને સદાચારયુક્ત જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય એવા હોય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. તેઓ નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય છે.\u003cbr\u003eઆજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગ સાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ વાચકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ર્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. \u003cbr\u003eપૂ. સ્વામીજીની કલમે લેખિત અને સંકલિત થતા રહેતા ‘અમૃતનું આચમન’નાં આ સૂત્રો છેલ્લા છ સાત વર્ષથી ‘સદ્વિદ્યા’ માસિકમાં નિયમિત પ્રકાશિત થાય છે, જે મોટા ભાગના વાચક ગ્રાહકો માટે રસનો વિષય બની ગયો છે. આધુનિક જમાનામાં મીડિયાના સાહિત્ય તરીકે સંસ્થાના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ ભક્તજનોને નિયમિત એક સૂત્રનું આચમન કરાવવામાં આવે છે.\u003cbr\u003eઅમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તકને ભાગ - 1 અને ભાગ - 2 ગણીને આ પુસ્તિકામાં અમૃતનું આચમન ભાગ-3ના પ્રકાશન સાથે ભાગ-4 પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ  છે, જેમાં યથાશક્તિ વિષયવાર વિભાગીકરણ પણ કરવામાં આવ્યું છે જેથી વાચકોને વિશેષ અનુકૂળતા રહે અને વિષય સ્પષ્ટીકરણ પણ થતું રહે. આશા છે સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.\u003cbr\u003eઆ પુસ્તક પ્રકાશનમાં પ. ભ. શ્રી ગોરધનભાઇ સખિયા ઉપરાંત પ્રકાશન વિભાગમાં સેવા આપતા ‘સદ્વિદ્યા’ તંત્રી સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી, સહતંત્રી શ્રી રમણીકભાઇ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગત તથા સમર્પિત ભાવે સેવા આપતા શ્રી મનીષભાઈ ચાંગેલા, પીયૂષ કણસાગરા અને કોમ્પ્યુટર ઓપરેટર શ્રી મનીષભાઈ અને રાજુભાઈ મહેતા બંધુઓએ ભારે જહેમત ઉઠાવી છે. \u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849609372,"sku":null,"price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmrutnuAchamanpart-4Back.jpg?v=1718892399"},{"product_id":"amrutnu-achman-part-5","title":"Amrutnu Achman Part - 5","description":"\u003cp style=\"text-align: left;\"\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.\u003cbr\u003eપ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને સદાચારયુક્ત જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય એવા હોય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. તેઓ નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય છે.\u003cbr\u003eઆજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગ સાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ વાચકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ર્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. \u003cbr\u003eપૂ. સ્વામીજીની કલમે લેખિત અને સંકલિત થતા રહેતા ‘અમૃતનું આચમન’નાં આ સૂત્રો છેલ્લાં છ સાત વર્ષથી ‘સદ્વિદ્યા’ માસિકમાં નિયમિત પ્રકાશિત થાય છે, જે મોટા ભાગના વાચક ગ્રાહકો માટે રસનો વિષય બની ગયો છે. આધુનિક મીડિયાના સાહિત્ય તરીકે સંસ્થાના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ ભક્તજનોને નિયમિત એક સૂત્રનું આચમન કરાવવામાં આવે છે.\u003cbr\u003eઅમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તકને ભાગ - 1 અને ભાગ - 2 ગણીને આ પુસ્તિકામાં અમૃતનું આચમન ભાગ - 3\/4 સાથે સંકલિત થયેલ પ્રકીર્ણ સૂત્રોને ભાગ-5 ના રૂપમાં પ્રકાશિત કરવામાં આવેલ છે, જેમાં થોડા વિભાગીકરણ સૂત્રો સાથે કેટલુંક કાવ્યાત્મક ઉપયોગી સાહિત્ય પણ રજૂ કરેલ છે. આશા છે સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.\u003cbr\u003eઆ પુસ્તક પ્રકાશનમાં પ. ભ. શ્રી મનીષભાઈ ચાંગેલા ઉપરાંત પ્રકાશન વિભાગમાં સેવા આપતા ‘સદ્વિદ્યા’ તંત્રી સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી, સહતંત્રી શ્રી રમણીકભાઇ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગત તથા સમર્પિત ભાવે સેવા આપતા શ્રી ગોરધનભાઇ સખિયા, પીયૂષ કણસાગરા અને કોમ્પ્યુટર ઓપરેટર શ્રી મનીષભાઈ અને રાજુભાઈ મહેતા બંધુઓએ ભારે જહેમત ઉઠાવી છે. \u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\u003c!----\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849642140,"sku":null,"price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmrutnuAchamanpart-5Back.jpg?v=1718891610"},{"product_id":"amrutnu-achman-part-6","title":"Amrutnu Achman Part - 6","description":"\u003cp\u003eભગવાન શ્રીસ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ સિદ્ધાંતોને સાકાર કરવા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પૂજ્યપાદ ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ભાવિક ભક્તોના સમર્પણ અને સહકારથી વહાવી રહ્યા છે.\u003cbr\u003eપૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને સદાચારયુક્ત જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલ શાખાઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું સતત આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ યુક્ત સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય એવા હોય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. તેઓ નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય છે.\u003cbr\u003eઆજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગસાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ વાચકગણના આગ્રહને સંતોષવા અને પોષવા નિશ્ર્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. \u003cbr\u003eપૂ. સ્વામીજીની કલમે લિખિત અને સંકલિત થતા રહેતા ‘અમૃતનું આચમન’નાં આ સૂત્રો છેલ્લાં છ સાત વર્ષથી ‘સદ્વિદ્યા’ માસિકમાં નિયમિત પ્રકાશિત થાય છે, જે મોટા ભાગના વાચક ગ્રાહકો માટે રસનો વિષય બની ગયો છે. આધુનિક મીડિયાના સાહિત્ય તરીકે સંસ્થાના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ ભક્તજનોને નિયમિત એક સૂત્રનું આચમન કરાવવામાં આવે છે.\u003cbr\u003eઅમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ સૂત્રોના પુસ્તકને ક્રમશ: અમૃતનું આચમન ભાગ - 1 થી 5 સાથે સંકલિત કરીને પ્રકાશિત થયેલ છે. તેવી જ રીતે શેષ સૂત્રોનું સંકલન કરીને અમૃતનું આચમન ભાગ-6 ના રૂપમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમાં સૂત્રોના વિભાગીકરણ સાથે કેટલુંક કાવ્યાત્મક ઉપયોગી સાહિત્ય પણ રજૂ કરેલ છે. આશા છે સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શક બની રહેશે.\u003cbr\u003eઆ પુસ્તક પ્રકાશનમાં ‘સદ્વિદ્યા’ના તંત્રી સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી સહતંત્રી શ્રી રમણીકભાઇ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગત ઉપરાંત પ્રકાશન વિભાગમાં સમર્પિત ભાવે જોડાયેલા સંનિષ્ઠ સેવક શ્રી મનીષભાઈ ચાંગેલા, શ્રી ગોરધનભાઇ સખિયાએ વિભાગ પ્રમાણે તારવણી અને સંકલનની જહેમત ઉઠાવેલ છે. કોમ્પ્યુટર ટાઇપીંગની સેવા શ્રી જયંતીભાઈ ચાંગેલા અને ઉત્સાહી સેવક પીયૂષભાઈ કણસાગરા પેઈજ સેટીંગ કરેલ છે. યજ્ઞેશ પરમારે પેઇજ લેઆઉટ ડિઝાઇન અને કોમ્પ્યુટર ઓપરેટર મહેતા બંધુઓએ પેજ પ્રુફીંગની સેવા કરેલ છે.\u003cbr\u003eઆ પુસ્તકનું આર્થિક સેવા સૌજન્ય સાહિત્ય પ્રકાશનમાં સેવા આપતા પ.ભ. શ્રી સખિયા સાહેબના પોલેન્ડ નિવાસી સુપુત્ર ભૂ.વિ. શ્રી રોહિતભાઈ જી. સખિયાએ પોતાના જન્મ દિવસ નિમિત્તે ઈષ્ટદેવ શ્રીહરિની પ્રસન્નતાર્થે સ્વીકારેલ છે. \u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849674908,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmrutnuAchamanpart-6-Back_6f6f8ea8-557e-4861-a2b5-2c586c6d0933.jpg?v=1718889160"},{"product_id":"amrutvani","title":"Amrutvani","description":"\u003cp\u003eપરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સત્શાસ્ત્રોના જ્ઞાતા અને ઊંડા અભ્યાસી હતા. પોતે અનુભવોને આધારે શાસ્ત્રીય રહસ્યોને સરળતાથી સમજાવી શકતા. એમની કથાવાર્તામાં શાસ્ત્રોનું ઊંડાણ જોવા મળતું. એમનું જ્ઞાન કેવળ ઉપદેશ આપવા પૂરતું સીમિત નહોતું પણ પોતાના જીવન કાર્યમાં એનો નીચોડ ઉતારેલ જોવા મળતો. પોતે જનમાનસના ભારે પારખું હતા. શ્રોતાઓની કક્ષા મુજબ સચોટ દૃષ્ટાંતો આપીને શંકાઓનું સમાધાન કરી સંશયો નિર્મૂળ કરી દેવાની એમનામાં અદ્‌ભુત સૂઝ હતી.\u003c\/p\u003e\n\u003cp\u003eએમની અમૃતવાણી સાંભળીને સહુ ભારે પ્રભાવિત થતા રહેતા. વિવેકીને પોતામાં રહેલ ક્ષતિઓ ઓળખાતી. મુમુક્ષુઓને સન્માર્ગે ચાલવાનું બળ મળતું. વ્યસનીઓને વળગેલાં વ્યસનો પ્રત્યે નફરત જાગતી અને જીવન સુધારણાની પ્રેરણા મળતી. ભક્તોને વિશેષ ભક્તિભાવ જાગતો ને વર્તનમાં પરિવર્તન આવતું.\u003c\/p\u003e\n\u003cp\u003eઉત્તમ કથાકાર તરીકે એમનું એક આગવું વ્યક્તિત્વ હતું. સત્સંગિજીવન, ભાગવત, વચનામૃત, કલ્પતરુ, નિષ્કુળાનંદ કાવ્ય, ગીતા અને ઉપનિષદો ઉપર એમણે બ્રહ્મસત્રો, પારાયણો, વસંતપંચમી, ગુરુપૂર્ણિમા વગેરે પ્રસંગોએ મનનીય પ્રવચનો આપેલ. એમને સાંભળવા એ જીવનનો એક લ્હાવો ગણાતો.\u003c\/p\u003e\n\u003cp\u003eભગવદ્‌ કથાવાર્તા કરવા સાંભળવાના પોતે ભારે પ્યાસી હતા. એથી તો એમણે ૧૯૫૦માં રાજકોટ ગુરુકુલમાં રવિસભા શરૂ કરેલ. જેમાં ધૂન-કીર્તન બાદ પોતે વચનામૃત વાંચીને તેનું રહસ્ય સમજાવતા. તે રવિસભા આજે હજુય ચાલુ છે. વળી દરરોજ સાંજની સભામાં પોતે વિદ્યાર્થીઓને ઉદ્‌બોધન કરતા.\u003c\/p\u003e\n\u003cp\u003eજીવન સંધ્યાનાં છેલ્લા ૧૫ વર્ષથી રોજ પોતે હંમેશાં સંધ્યા આરતી પહેલાં એક કલાક પોતાના આસને યોજાતી સત્સંગ સભામાં વચનામૃત વંચાવીને વિવેચન કરતા. જે સાંભળવા સંતો અને ખપવાળા સ્થાનિક હરિભક્તો ઉપસ્થિત રહેતા. પોતાને શરીરે કસર જેવું હોય તોપણ કથા તો ચાલુ રખાવતા એટલું જ નહિ પણ જેમ-જેમ કથાવાર્તા કરતા જાય તેમ-તેમ તેઓ સ્ફૂર્તિ અનુભવતા. કથાવાર્તામાં રોક ટોક સાથેની કડવાણી દ્વારા એમણે સંતોનું નિરોગી ધડતર કર્યું. સહુ સંતો પણ પોતાની પ્રવિૃત્તને આઘીપાછી ઠેલીને પૂ. સ્વામીજીની કથામાં અચૂક આવી જતા.\u003c\/p\u003e\n\u003cp\u003eતેઓશ્રીએ સત્સંગ સભાઓમાં વચનામૃત ઉપર કરેલ કથાવાર્તાનું આપણા ગુરુકુલ વિદ્યાલયના શિક્ષક પ.ભ. શ્રી રણછોડભાઈ અકબરી અને શિક્ષક પ. ભ. શ્રી રસિકભાઈ દોંગા દરરોજ નિયમિત હાજર રહીને ઘ્વનિમુદ્રણ કરતા રહેતા. આ દુર્લભ કથાવાર્તાની ઓડિયો કેસેટ તથા સીડીઓ તૈયાર કરીને રાજકોટ ગુરુકુલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલમાં પેનડ્રાઈવ તથા ઈન્ટરનેટમાં ઉપલબ્ધ છે. દેશ અને વિદેશના ઘણાય ભાવિકો આજે એના શ્રવણ દ્વારા પ્રેરણા પાથેય મેળવે છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849707676,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/AmrutvaniTital1.jpg?v=1718200737"},{"product_id":"ann-tevu-man","title":"Ann Tevu Man","description":"\u003cp\u003e૫.પૂ. સદ્ગુરુ મહંતસ્વામી શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામીના\u003cbr\u003eઆશીર્વચન\u003cbr\u003eકથા શ્રવણ એ સત્સંગનો પાયો છે. શરીર માટે જેમ ખોરાક, પાણી, હવા વગેરે અનિવાર્ય છે, તેમ સત્સંગમાં સ્વસ્થતાથી ટકી રહેવા માટે કથાવાર્તા, ધ્યાન-ભજન, જપ-તપ વગેરે અનિવાર્ય છે. જેના જીવનમાં કથાવાર્તાનું પાચન થતું નથી, તેને કુસંગના જુદા જુદા રોગ લાગુ પડ્યા છે એમ સમજવું. ભગવાન સ્વામિનારાયણ અને મોટા સંતોએ સત્સંગને નવપલ્લવિત રાખવા કથાવાર્તાનું સુંદર આયોજન કરેલ છે. આજે આધુનિક પવન ફૂંકાયો છે ત્યારે કથાવાર્તાને નવા સ્વરૂપે મૂકવાની જરૂરિયાત ઊભી થઈ છે. કથા વાંચીને તેના ઉપર વાત કરનાર વક્તા ઉપર કથાનો ઘણો આધાર રહે છે. જમાનાની માગ પ્રમાણે ડૉક્ટરો સુગરકોટેડ દવાઓ દર્દીઓને આપતા થયા છે. એ જ પ્રમાણે આજે માત્ર કથા સાંભળવાનો મહિમા કહેવાથી શ્રોતાઓ કથાશ્રવણ કરતા નથી પરંતુ તેને પોતાના જીવનમાં કથા કઈ રીતે ઉપયોગી થાય છે તેવું સમજાવનારા વક્તાની કથાવાર્તા કે પ્રવચનો સાંભળવામાં રસ પડે છે.\u003cbr\u003eપુરાણી શ્રી હરિસ્વરૂપદાસજીની કથાવાર્તા સાંભળવા માટે શ્રોતાઓ હંમેશા ઝંખના કરે છે; કારણ કે તેઓ શ્રોતાઓના માનસ પારખીને તે પ્રમાણે સ્વાધ્યાય-ચિંતન-મનન કરીને કથામૃત પીરસે છે. પ્રબળ પુરુષાર્થ કરીને પુરાણી હરિસ્વરૂપદાસજીએ શ્રોતાઓને કથારસમાં ઓતપ્રોત કરવાની કલા હસ્તગત કરી છે. વિશાળ વાંચન એનો પાયો છે અને સતત ચિંતન દ્વારા તેમાં તેઓ વિવિધ રંગ પૂરતા રહે છે.\u003cbr\u003eપુરાણીનું કથામૃત પુસ્તકો દ્વારા ઘરે ઘરે પહોંચશે ત્યારે આબાલવૃદ્ધ સૌ કોઈ, જ્યારે ઇચ્છે ત્યારે કથાવાર્તાનો સ્વાદ લઈ શકશે. આ પુસ્તકો સૌને પ્રેરણાસ્પદ બનશે એવી આશા છે.\u003cbr\u003eગુરુકુલના મહોત્સવો, કથા-પારાયણો, જ્ઞાનસત્ર, બ્રહ્મસત્ર તેમજ ધનુર્માસની કથાઓમાં પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ રજૂ કરેલાં પ્રવચનોને ગ્રંથાકાર મૂકવાનો પ્રયાસ અમદાવાદ ગુરુકુલમાં સેવા કરતા સાધુ નિર્ગુણજીવનદાસજી સ્વામી, શ્રીજનકભાઈ ઠક્કર, શ્રી મનુભાઈ પટેલ, નિરજભાઈ પટેલ વગેરેએ કર્યો છે. પંચવર્તમાન, નિત્યપૂજા, અન્ન તેવું મન, વ્યસન મુક્તિ, મારી પાસે સમય નથી, શું આપણે ધાર્મિક છીએ ?, જીવન શા માટે ?, મૃત્યુ ચિંતન વગેરે પુસ્તકો વિશ્વમંગલ મહોત્સવ પ્રસંગે પ્રકાશિત થઈ રહ્યાં છે તે ખૂબ જ આનંદની વાત છે. સત્ સાહિત્ય પીરસવાની, પ્રગટ કરવાની અને તેમાંથી જીવન વિષે પ્રેરણા લેવાની ઉચ્ચ ભાવના સૌમાં વૃદ્ધિ પામે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના\u003cbr\u003e– સા. દેવકૃષ્ણદાસના જય શ્રી સ્વામિનારાયણ\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849740444,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Anntevumann.jpg?v=1720092166"},{"product_id":"antarna-ajvala","title":"Antarna Ajvala","description":"\u003cp\u003eપ્રકાશ આપવો એ દીવાનો સ્વભાવ છે તેમ બીજાના અંતરને અજવાળું એ સત્‌પુરુષોનો સહજધર્મ છે. એ અજવાળું એક સદ્‌વિચારો અને સત્સંગનું હોય શકે. એ જ્ઞાનરૂપી અજવાળું જ માણસને સંસારરૂપી ભવાટવીમાં આખડતા, અથડાતા બચાવે છે. પાપકર્મથી બચાવી જીવનની ઉધ્વર્ગતિ ધરાવે છે. માનવીના જીવનમાં અજવાળું જ મહત્ત્વનું છે. અજવાળું જ ગયા પછી અંધારાને આમંત્રણ આપવું પડતું નથી. એ તો હાજર જ હોય છે. ભગવાન શ્રીહરિએ વચનામૃતમાં કહે છે એ માયારૂપી અંધારાને ટાળવું અને ભગવાનમાં જોડાવું એ જ મનુષ્યજીવન કે સંત જીવનના સાર છે. મોટા મોટા ભગવદ્‌જનોએ પણ પ્રભુ પાસે એના માટે જ પ્રાર્થના કરી છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.\u003c\/p\u003e\n\u003cp\u003eભગવાન શ્રીસ્વામિનારાયણના નામ અને સિદ્ધાંતોથી ચાલતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘સદ્‌વિદ્યા’ માસિક અને સત્સંગપોષક સાહિત્ય સેવાની સને ૧૯૫૨માં શુભ શરૂઆત કરી, જેનું વહન હાલ સંસ્થાના મહંત પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પાવન નિશ્રામાં ‘સદ્‌વિદ્યા’ના તંત્રી વડીલ પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તથા વિદ્વાન સંતો કરી રહ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસંસ્થા દ્વારા અવારનવાર ઉત્સવ સમૈયા કે આધ્યાત્મિક શુભ પ્રસંગોએ સમાજ ઉપયોગી નૂતન સાહિત્યનું પ્રકાશન થતું રહે છે. સંપ્રદાયની પુષ્ટિનો હેતુ પણ ઈષ્ટદેવ સંબંધી શાસ્ત્રો જ છે. તેનો જેટલો પ્રચાર અને પ્રસાર થશે તેટલો જ જીવના અંતરમાં ભગવાનનો નિશ્ચય દૃઢ થશે. સત્સાહિત્ય તો માનવ જીવન માટે ટોનિકનું કામ કરે છે, જેનાથી સમાજ, કુટુંબો અને સંસ્થોઓના માણસો વિચાર, વાણી અને વર્તનથી એકબીજા સાથે સારી રીતે જોડાયેલા રહે છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ ‘સત્શાસ્ત્રવ્યસનાય નમઃ’ એવું ભગવાન શ્રીહરિનું એક નામ આપ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત માનસિક વિકૃતિઓને દૂર કરવી તે આંતરિક સફાઈ પણ જીવન તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. સહજાનંદ સ્વામીનો સંપ્રદાય આ માટે ખૂબ જાગૃત છે.\u003c\/p\u003e\n\u003cp\u003eહરહંમેશ સત્સંગ કથાવાર્તાના વ્યસની એવા પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી માટે તો સાહિત્ય એ ઓક્સિજન સમાન છે. તેઓ પોતાના આસને હરહંમેશ સાહિત્યની હાટડી માંડીને બેઠા હોય! સંતો, ભક્તજનો અને વિદ્યાર્થીઓ પણ અચૂક સ્વામીની સાહિત્યસભર સૂત્રાત્મક વાણીનું પાન કરતા હોય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપોતાના વાણી, વર્તન અને વ્યવહારથી પ્રેરણા પૂરી પાડતા પૂ. સ્વામીજી નૂતન સાહિત્ય, સૂત્રો અને પ્રસંગોનું સંકલન કરી કરાવીને જનમાનસમાં સારા અને ઉમદા વિચારોનું વાવેતર થયા કરે અને સમાજ એક સારા માર્ગે રહે તેવો પ્રભુ પ્રસન્નતાર્થે નિષ્કામ પ્રયાસ કરતા રહે છે. તે માંહેલું એક અનોખી પ્રેરણા પૂરી પાડતું આ પુસ્તક ‘અંતરના અજવાળાં’ને આપની સમક્ષ મૂકતાં અત્યંત આનંદ થાય છે. જેમાં ૧૧૦ જેટલા પ્રેરક પ્રસંગો ટાંકવામાં આવ્યા છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849773212,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/01.Frot.jpg?v=1718200787"},{"product_id":"archavatar-stotra","title":"Archavatar Stotra","description":"\u003cp\u003eસર્વોપરી શ્રી અર્ચાવતાર સ્તોત્રની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્તોત્ર સાંભળી મહારાજ ખૂબ જ રાજી થયા હતા.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ સ્તોત્રનો મહિમા ગાતા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય દરરોજ પૂજા ર્ક્યા બાદ હાથ જોડી શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે અથવા વડતાલ આવી દર પૂર્ણિમાએ એક પાઠ કરે તો તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે, નવધા ભક્તિની પુષ્ટિ થાય છે, આ લોકમાં તથા પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ અક્ષયફળની પ્રાપ્તિ સાથે ભગવાન શ્રીહરિની પ્રસન્નતાનું પાત્ર બને છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતથા આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વક દરરોજ અગિયાર પાઠ કરવાથી મનુષ્યનાં ઋણ, દુ:ખ, દારિદ્રય, રોગ, શોક, ભય, શત્રુ બંધન વગેરેનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ, ભુક્તિ, મુક્તિ, યશ, વિદ્યાની પ્રાપ્તિ સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી ચારેય પુરુષાર્થને નિશ્ર્ચે પામે છે એમાં કોઈ સંશય નથી તેથી ત્યાગી-ગૃહી સર્વે જનોએ પ્રયત્નપૂર્વક આ સ્તોત્રનો નિત્ય પ્રત્યે પાઠ કરવો.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849838748,"sku":null,"price":8.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Tital2.jpg?v=1718200834"},{"product_id":"bal-saurabh","title":"Bal Saurabh","description":"\u003cp\u003eરસ્તાના કાંઠે ઘડાયા વગરનો પથ્થર જોયો છે ? તેની કિંમત કેટલી ? કાંઇ નહી. પણ તે જ પથ્થરને કોઇ કુશળ કારીગર મળી જાય અને તેમાંથી સુંદર મજાની મૂર્તિ બનાવી દે તો.....? તો તેની કિંમત કેટલી ? હજારો લોકોના હૃદયમાં ભગવાન તરીકે વિરાજમાન થઇ જાય છે. \u003c\/p\u003e\n\u003cp\u003eધૂળની કિંમત કેટલી ? બહુ જ નહી જેવી. પણ તે જ ધૂળમાંથી કુંભાર માટલું, શકોરું કે કુંજો બનાવે છે ત્યારે.....? ત્યારે તેની કિંમત અનેકગણી વધી જાય છે. \u003c\/p\u003e\n\u003cp\u003eલાકડાનો ટુકડો પડયો પડયો સડી જ જવાનો હોય છે. પણ એમાંથી જો કુશળ સુતાર સુંદર મજાનું ફર્નિચર બનાવે તો મકાનને રાજમહેલ બનાવી દે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eબસ આપણા જીવનમાં પણ આવું જ કાંઇક બને છે. આપણે નાના હોઇએ ત્યારે શું કરવું ? શું ન કરવું ? તેની કાંઇ ખબર હોતી નથી. આપણા માબાપ, આપણા સંતો અને આપણા સંચાલકો વાર્તાઓ દ્વારા ઉપદેશ આપીને આપણું ઘડતર કરે છે. એ ઘડતર એટલે સંસ્કારોનું સિંચન, સારા વિચારોનું સિંચન. સંસ્કાર વગરના માનવીની આ દૂનિયામાં જોઇએ તેવી કોઇ કિંમત થતી નથી. \u003c\/p\u003e\n\u003cp\u003eઆપણામાં આવા શુભ સંસ્કારોનું સિંચન થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા આ બાલસૌરભ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમ ભોજન જમતાં હોય તેમાં દરેક રસના અલગ અલગ પકવાન પીરસાયા હોય તો જમવાની બહુ મજા પડે તેમ ગુરુકુલ દ્વારા ચાલતા બાળમંડળોમાં બાળકોને મજા પડે એવી વાર્તાઓ, શ્રીજી મહારાજના ચરિત્રો, સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આપેલ ઉપદેશ અને અંતે સ્વાધ્યાય વગેરે વિવિધ પાંખડીઓનું બનાવેલું દરેક પુષ્પ દરેક બાળકોને જરૂર ગમશે.\u003c\/p\u003e\n\u003cp\u003eરાજકોટ ગુરુકુલ પરિવારના ગુરુપદે વિરાજમાન પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ સુરત ગુરુકુલના સંચાલક પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર આ પુસ્તિકા તૈયાર કરવામાં શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી કીર્તનપ્રિયદાસજી સ્વામી તથા શ્રી વિશ્વવંદનદાસજી સ્વામી વગેરે સત્સંગ મંડળના સંચાલક સંતોએ ખૂબ મહેનત કરી છે. આ પુસ્તકનું પ્રુફરિડિંગ તેમજ સંકલન કરવામાં શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ સારી જહેમત ઉઠાવી છે તેમજ ટાઇપ સેટીંગ ભાવિક પરમાર તથા ડિઝાઇન સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તથા ચિરાગભાઇ સુતરિયાએ તૈયાર કરેલ છે. \u003c\/p\u003e\n\u003cp\u003eઆ પુસ્તિકાનું દરેક પુષ્પ આપના જીવનમાં સંસ્કારોની મહેંક પ્રસરાવે, ભગવાનની ભક્તિના મધુરરસનું પાન કરાવે એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ...\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849871516,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/BalSaurabh.jpg?v=1718457392"},{"product_id":"bal-sayam-vihar-gujarati","title":"Bal Sayam Vihar - Gujarati","description":"\u003cp\u003eભગવાન શ્રીસ્વામિનારાયણની અસીમ કૃપાથી આજના કલુષિત વાતાવરણથી વિદ્યાર્થીઓને અલિપ્ત રાખી જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર સુદૃઢ કરવાના શુભ હેતુથી અ.નિ. પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ જેવી પુનિત સંસ્થાની સ્થાપના કરી. સમય જતાં જૂનાગઢ, સુરત, હૈદરાબાદ,નવસારી, મુંબઈ તરવડા, બેંગલોર, નર્મદા, ગુલબર્ગા વગેરે ગુરુકુલની પણ શરૂઆત થઈ. આજે પ.પૂ. કોઠારી સ્વામીના શુભાશીર્વાદથી પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સંતો આ સંસ્કાર સરવાણી આગળ વહાવી રહ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઈષ્ટદેવ શ્રીહરિ સ્થાપિત સાંપ્રદાયિક રીતિ અનુસાર સાંજની આરતી, સ્તુતિ, નિત્યનિયમ તથા વિદ્યાર્થીઓને સભામાં બોલવા માટે કીર્તનોનાં ઝીલણિયાં પદો તથા અન્ય ઉપયોગી સામગ્રીનું સંકલન કરેલ છે. \u003c\/p\u003e\n\u003cp\u003eઆ પુસ્તિકા વિશેષ કરીને ગુરૂકુલના વિદ્યાર્થીઓ, સત્સંગ મંડળો ઉપરાંત સહુ કોઈને ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849937052,"sku":null,"price":12.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/BalSayamVihar-Tital.jpg?v=1718200934"},{"product_id":"bhagwan-swaminarayan-bal-lila-1","title":"Bhagwan Swaminarayan Bal Lila-1","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eભગવાનનાં ચરિત્રો ગાવાં અને સાંભળવાં એ મનુષ્યજીવનનો અનુપમ લ્હાવો છે. તેમાંય ઇષ્ટદેવનાં ચરિત્રો તો ભક્તોનાં - હૃદયમાં ઇષ્ટદેવ પ્રત્યે ભક્તિ પ્રગટ કરે છે. જે ભકિત ભવબંધનમાંથી મુક્તિનું પરમ સાધન બની રહે છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઅનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા પ્રગટેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના પ્રાગટ્યના માત્ર ૪૯ વર્ષના અલ્પ જીવનકાળ દરમિયાન આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે જે જે પ્રવર્તાવ્યું તે ખરેખર ઈતિહાસમાં અજોડ અને અમર છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપૂર્વે ભગવાનના જે જે અવતારો થયા તેના કરતાં તેમણે અનેક ગણી સામર્થી અને ઐશ્વર્યો પ્રગટ કરીને અનેક દિવ્ય અને માનુષી ચરિત્રો કર્યા છે. આ ચરિત્રો દ્વારા તેમણે પોતાના ભક્તોને લાડ લડાવી સામીપ્યનું સુખ આપ્યું છે અને અસુરોને મોહ પમાડયા છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eતેમનાં આવાં અસંખ્ય ચરિત્રો સંપ્રદાયની અનેક ગ્રંથશ્રેણીઓમાં ગૂંથાયેલાં છે. એ ગ્રંથશ્રેણીઓમાં એક નવું સોનેરી પુષ્પગૂંથીને ઈષ્ટદેવની જીવન-ગાથાનો પમરાટ લાખો હૃદય સુધી પહોંચાડવા અમારો આ નમ્ર પ્રયાસ છે. \u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઅહીંયાં કુમળા છોડને વાળો તેમ વળે તે આશયે નાના બાળકોને દયાનમાં રાખી ચિત્રોના આલેખનને વિશેષ સ્થાન આપ્યું છે. કારણ કે બાળકોને ચિત્રોમાં વધુ રસ હોય છે. ચિત્રોના સહારે તેઓ શ્રીહરિનાં ચરિત્રોને સહજ સમજી હૃદયંગમ બનાવી શકે છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eશ્રીહરિનાં ચરિત્રો તો મહાસાગર છે. તેનો સંપૂર્ણપણે સમાવેશ માનવસહજ મર્યાદાઓને કારણે અશકય છે. તેથી પ્રભાવદાયી\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપ્રેરક મુખ્ય પ્રસંગરત્નોનો અહીં સમાવેશ કર્યો છે. ચરિત્ર પ્રસંગો વિસ્તારવાળા છે\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e; \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપરંતુ તેમની સળંગ સૂત્રતાને જાળવવાની કાળજી રાખવાનો પણ પ્રયાસ કર્યો છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eબાળકોને તેની સમજશક્તિ અને શબ્દભંડોળની મર્યાદા હોય છે. તેને ધ્યાનમાં રાખી વ્યાવહારિક શબ્દો અને સાદા સંક્ષિપ્ત વાકયો પ્રયોજવાનો પ્રયત્ન કર્યો છે. જેથી બાળકો ચરિત્રોનું સરળતાથી આસ્વાદન માણી શકે. વળી ચિત્રોનું પણ પ્રસંગને અનુરૂપ આબેહૂબ આલેખન થયું છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઆમ સરળ અને સુગમ ભાષા\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eચરિત્રકથાને અનુરૂપ આબેહૂબ ચિત્રાંકન અને ઇષ્ટદેવનાં પાવન ચરિત્રોના સહારે કુમળા\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eનિર્મળ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eનિર્દોષ બાળ હૃદયમાં ભગવદ્ ભકિતના અંકુરો પ્રગટાવવા અમે સફળ થઈશું એવો અમને દઢ વિશ્વાસ છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ અને પ્રેરણાનુસાર અમારા લેખકો અને ચિત્રકારોએ ધગશ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપરિશ્રમ અને ભાવનાથી તૈયાર કરેલ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં સચિત્ર જીવનચરિત્રોનું પ્રેરણાદાયી બનશે એવી આશા સાથે વાચક વર્ગ સ્વાભાવિક ઊણપોને ઉદાર દિલ્લે ક્ષમ્ય ગણી\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eહેતુને લક્ષમાં રાખી\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan arial=\"\"\u003e, \u003c\/span\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપોતાના બહુમૂલ્ય પ્રતિભાવને મોકલી અમને અનુગ્રહિત કરશે એવી અપેક્ષા.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859849969820,"sku":null,"price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/BhagawanShreeSwaminarayanBalLila-Titakl.jpg?v=1718201017"},{"product_id":"bhagwananni-adbhut-rachanao","title":"Bhagwananni Adbhut Rachanao","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cb id=\"docs-internal-guid-5c91758a-7fff-e12c-e628-d377b79713d9\"\u003eઅહો પ્રભુ અચરજ માયા તુમ્હારી ! ! !\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb id=\"docs-internal-guid-5c91758a-7fff-e12c-e628-d377b79713d9\"\u003eનિત્ય નવીન ને નવીન સર્જન કરવું જ જેમને ગમે છે એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તો સ્વયં અનંત કળાઓના સ્વામી છે. આપણે મન સાવ નાંખી દીધા જેવા પથ્થરોમાં પણ કેવી કળાઓ વાપરે છે એ તો એમને નિરાંતે નીરખીએ તો ખબર પડે. એમનું કરેલું સર્જન લાખો વર્ષો જાય તોય પણ આપણને નવું ને નવું જ લાગે છે. માણસે બનાવેલ રચનાને થોડીવાર જોઇએ તો કંટાળો આવે પણ ભગવાને બનાવેલી સૃષ્ટિને જોતાં ક્યારેય કંટાળો જ ન આવે. વળી આપણું બનાવેલું નિર્જીવ લાગે જ્યારે ભગવાને બનાવેલું સજીવ લાગે છે. ભગવાને બનાવેલી એકસરખી બે વસ્તુ પણ સરખી નથી હોતી. \u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb id=\"docs-internal-guid-5c91758a-7fff-e12c-e628-d377b79713d9\"\u003eએ ગગન ચૂંબતા પર્વતો રચે છે તો એ પર્વતની ટોચેથી પાણીનો ધોધ પણ પાડે છે. ધરતીના પેટાળમાંથી ધગધગતા લાવાઓની અગનજ્વાળાઓ કાઢે છે તો ગરમ પાણીના ફૂવારાનું પણ સર્જન કરે છે. સૂકા ભઠ્ઠ રણમાં નદીઓના પાણી ઠાલવે છે તો જંગલના ઘટાટોપ વૃક્ષોને વરસાદી પાણીથી રોજ નવરાવે છે. ખારા દરિયાના પાણીમાં વિવિધ રંગો દેખાડે છે તો દરિયાના પેટાળમાં વડવાનળ અગ્નિ અને પાણીનો મિલાપ પણ એ જ કરાવે છે.\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb id=\"docs-internal-guid-5c91758a-7fff-e12c-e628-d377b79713d9\"\u003eઆ પુસ્તકમાં એવા ૧૦૦ જેટલાં કુદરતી સર્જનનું દર્શન કરાવવામાં આવ્યું છે કે જે આપણે ક્યારેય જોયા તો નહીં હોય પણ કલ્પના પણ નહીં કરી હોય. દૃશ્ય જોઇને મનમાં થાય કે સાચે જ આવું હોય?\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850002588,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/BhagawananiAdbhutRachana01.jpg?v=1718201157"},{"product_id":"bhajanamala-gujarati","title":"Bhajanamala - Gujarati","description":"\u003cp\u003eસંપ્રદાયની પુષ્ટિ તો સાંપ્રદાયિક સાહિત્યથી જ થાય છેઈ ઇષ્ટદેવ શ્રીહિ૨ના આ દગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુ૨ુદેવ શાસ્ત્રીજી મહા૨ાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિના૨ાયણ ગુ૨ુકુલ રાજકોટમાં મુદ્રણાલયની શરૂઆત કરી અને ગુરુકુલ સંસ્થા તરફથી સાંપ્રદાયિક સદ્‌ગ્રંથોના પ્રકાશનનો મંગલ પ્રારંભ થયો. જેને પરિણામે નાના–મોટા ઘણા ગ્રંથોનું પ્રકાશન થતું રહે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eકવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી મુમુક્ષુને રોજિંદા ઉપયોગમાં આવે એવા હેતુથી આ ભજનમાળા પુસ્તકમાં ગોડી, આરતી, સ્તુતિ–પ્રાર્થના, ઉત્સવ અને ઉપદેશનાં પદો તેમજ નિત્ય નિયમ અને મૂર્તિનાં કીર્તનો વગેરે સમાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આ પુસ્તકની દોઢેક લાખથી વધુ પ્રતો છપાઇને પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જે આ ભજનમાળા પુસ્તકની ઉપયોગીતાનો પ્રબળ પુરાવો છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850035356,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Bhajanmala-Tital.jpg?v=1718201214"},{"product_id":"bhaktachintamani-gujarati","title":"Bhaktachintamani - Gujarati","description":"\u003cp\u003eવૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ઉત્તમ ગ્રંથોમાં આ ભકતચિંતામણિ ગ્રંથ સર્વથી મોટો, અદ્‌ભુત અને અનુપમ મહા ગ્રંથ છે. જ્ઞાન માટે જેમ વચનામૃત પરિપૂર્ણ છે તેમ ઈષ્ટદેવ શ્રીહરિનાં લીલા–ચરિત્રો માટે આ ભકતચિંતામણિ ગ્રંથ સર્વથા સંપૂર્ણ છે એટલું જ નહિ પણ આપણા સંપ્રદાયનું હાર્દ સમજવા માટેય આ પુનિત ગ્રંથ પર્યાપ્ત છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીએ શ્રીમદ્‌ ભાગવતના દશમ–સ્કંધને ભકિતશાસ્ત્ર તરીકે ઈષ્ટ માનેલ છે. તેમ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ શ્રીહરિનાં વિવિધ લીલા–ચરિત્રોથી સભર આ ભકતપ્રિય ભકતચિંતામણિ પણ ઉદ્ધવ સંપ્રદાયનું ભકિતશાસ્ત્ર છે. આમાં સદ્‌. નિષ્કુળાનંદ મુનિએ પ્રત્યક્ષ નજરે નિહાળેલાં પ્રગટ પુરુષોત્તમ નારાયણનાં દિવ્ય તેમજ માનુષી ચરિત્રોનું સુંદર નિરુપણ કર્યું છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850166428,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Bhaktachintamani01.jpg?v=1718201348"},{"product_id":"charitra-darshanam-gujarati","title":"Charitra Darshanam - Gujarati","description":"\u003cp\u003eસાધ્ય એવા શ્રી સહજાનંદ સ્વામીના સાક્ષાત્કાર અર્થે સાધકને સહેલો, સુગમ ને સરળ રાજમાર્ગ ચરિત્રોના ચિંતવનનો છે. ‘હરિ કે ચરિત્ર મહારસરૂપા....’ એ ચરિત્રોમાં શ્રીજી મહારાજની સ્નાનલીલા હોય કે ભોજનલીલા, રંગલીલા હોય કે રાસલીલા, રક્ષાલીલા હોય કે રિસાવાની લીલા, વૈરાગ્યલીલા હોય કે સંમોહનલીલા, હાસ્યલીલા હોય કે શોકલીલા, મનુષ્યલીલા હોય કે દિવ્યલીલા. \u003c\/p\u003e\n\u003cp\u003eશ્રીજી ચરિત્રોના સાગરમાં સ્નાન કરવાથી આ લીલાની લાલી ભક્તના તન, મનને સદાય શાતા અને શાંતિ આપતી રહી છે ને હજુ આપતી રહેશે.\u003c\/p\u003e\n\u003cp\u003eસાંભળવા કરતાંય ચિંતવનમાં વધુ સહાયક બને છે, ચરિત્રોનું ચિત્રામણ. સત્સંગ ઘરાનાના સુજ્ઞ ચિત્રકારો શ્રી નવીન સોની, શ્રી અલ્કેશ ગોહેલ તથા શ્રી કિશન જોષી આદિએ ચિત્રેલા અને સત્સંગના સ્થંભસમા સંતોએ સત્સંગ પ્રસારાર્થે ચિત્રાવેલા ચરિત્રોને સહુકોઇની સાભાર નોંધ સાથે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સાહિત્ય પ્રકાશન વિભાગે આ પુસ્તકરૂપે પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસુરત ગુરુકુલના પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શનાનુસાર વિશ્વમંગલ આર્ટમાં શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામી, શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, ચિરાગ સુતરિયા તેમજ સાહિત્ય સેવા કરી રહેલા શ્રી રસિકવલ્લભદાસજી સ્વામીએ પ્રસ્તુત પુસ્તક ‘ભગવાન શ્રી સ્વામિનારાયણ-ચરિત્ર દર્શન’ તૈયાર કરવામાં જહેમત ઊઠાવેલ છે. ભગવાન શ્રીહરિની તેમના પર પ્રસન્નતા ઊતરે એ જ અભ્યર્થના.\u003c\/p\u003e\n\u003cp\u003eહરિ કે ચરિત્ર મહારસરૂપા...ના આસ્વાદ સાથે તૃપ્તિનો ઓડકાર આપણે સહુ કોઇ માણીએ એ જ અભિલાષા સહ....\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850231964,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Eng.CharitraDarshanTitleFront.jpg?v=1721799971"},{"product_id":"chosathpadi-vivechan","title":"Chosathpadi Vivechan","description":"\u003cp\u003eઆજથી ૨૨૫ વર્ષ પૂર્વ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા. તેમની સાથે અનંત મુક્તો પણ પધાર્યા. ભગવાન શ્રીહરિ અને આ સંતોએ કલ્યાણનો સન્માર્ગ કંડાર્યો. ભગવાન શ્રીસ્વામિનારાયણના પાંચસો પરમહંસો અધ્યાત્મના ઉચ્ચ આદર્શો હતા. એમાં પણ સદ્‌. શ્રી નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ અને વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ. પૂ. સ્વામીજીના જીવનમાં દરેક પ્રસંગે ત્યાગની ઝલક અને વૈરાગ્યની છટા દેખાઈ આવે છે. સ્વામિનારાયણીય સાહિત્યમાં સદ્‌. શ્રી નિષ્કુળાનંદ સ્વામીનું ખૂબ મોટું યોગદાન છે. પૂ. સ્વામી રચિત ‘નિષ્કુળાનંદ કાવ્ય’ વીસ ગ્રંથ એ સંપ્રદાયનો અતિ અમૂલ્ય ગ્રંથ છે. માનવ સ્વભાવના હીરાપારખુ સ્વામીએ પોતાના ગ્રંથમાં શાસ્ત્રસંમત વિવિધ દૃષ્ટિકોણથી તર્કબદ્ધ વિષય નિરૂપણ, લોકભોગ્ય ઉદાહરણો આપી વિષયની છણાવટ કરી છે જે વાચકના અંતરને ભેદીને સ્વભાવ અને વિષયના શૈલ્ય કાઢી નાખે એવી છે. કાવ્ય અંતગર્ત સાધુ-અસાધુનાં લક્ષણોને ઉજાગર કરતો ચોસઠપદી ગ્રંથ આજના સમયમાં ખૂબ ઉપયોગી છે. \u003c\/p\u003e\n\u003cp\u003eસંપ્રદાયના ઈતિહાસમાં ચોસઠપદી ગ્રંથ રચનાનો પ્રસંગ ખૂબ જ સ્મરણીય છે. પૂ. સ્વામીએ ચોસઠપદીની રચના તો કરી. પછી મનમાં થયું કે આને આપવી કોને ? સંભળાવવી કોને ? સ્વામીએ સદ્‌. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી અને ચોસઠપદીના ખરડા બતાવ્યા. સ્વામીએ વાંચ્યા ને અંતરથી ખૂબ રાજી થયા. સંતોને બોલાવી, સભા ભરીને કહ્યું, ‘‘વહાલા સંતો આ નિષ્કુળાનંદ સ્વામી સંતો માટે ઘરેણાં લાવ્યા છે.’’ પછી સભામાં ચોસઠપદી સંભળાવી ને સંતોને ચોસઠપદીરૂપી ઘરેણાં ધારણ કરવાની ભલામણ કરી.\u003c\/p\u003e\n\u003cp\u003eઆપણી પરંપરામાં પણ પ.પૂ. શાસ્ત્રીજી મહારાજને ચોસઠપદી ખૂબ જ પ્રિય હતી. નાના અને નવા સંતોને સ્વામી અચૂક કંઠસ્થ કરાવતા ને સવારની પૂજામાં ખૂબ પ્રેમથી શ્રવણ કરતા. આજે પણ ગુરુકુલમાં આ પરંપરા અવિરત ચાલુ છે. હૈદરાબાદ ગુરુકુલમાં સવારની સત્સંગ સભામાં સંતોની આગળ ચોસઠપદીની કથા કરેલી. હરિભક્તોને પણ આ ખૂબ જ સારી લાગતાં તેમના આગ્રહથી પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું.\u003c\/p\u003e\n\u003cp\u003eસદ્‌. શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો આ ગ્રંથ લખવા પાછળનો હેતુ સાર્થક થાય અને મુમુક્ષુને મોક્ષમાર્ગની સાચી ઓળખાણ અને ચોખ્ખી સમજણ કેળવાય એવો શુભ હેતુ આ વિવેચન પાછળ રહેલો છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850264732,"sku":null,"price":15.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/CHOSATHPADITital.jpg?v=1718202640"},{"product_id":"dharmamay-jivan","title":"Dharmamay Jivan","description":"\u003cp\u003e\u003cspan\u003eઅધ્યાત્મ જગતમાં સાગરસમી ઊંડાઈ અને મેરુસમી ઊંચાઈ પર પથરાયેલ એક વિરલ સંતવર્યનું વિહંગાવલોકન\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850330268,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Tital_5388dbc9-811f-4686-a782-366c482ebee9.jpg?v=1718202698"},{"product_id":"dhirajakhiyan-vivechan","title":"Dhirajakhiyan Vivechan","description":"\u003cp\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમંડળમાં પધાર્યા સાથે અનંત મુકતોને પણ લાવ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન હજારો નંદસંતોમાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ અને વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ. નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદકાવ્ય એ સંપ્રદાયનો અતિ અમૂલ્ય ગ્રંથ છે, જેમાં સ્વામીએ અનેક વિષયોનાં સચોટ, શાસ્ત્રીય અને લોકભોગ્ય ઉદાહરણો આપીને નિરૂપણ કર્યું છે. ‘નિષ્કુળાનંદ કાવ્ય’ અંતર્ગત ‘ધીરજાખ્યાન’ ગ્રંથ ભગવાનને માર્ગે ચાલેેલા મુમુક્ષ માટે ધીરજ પૂરું પાડવાનું કામ કરે છે. \u003cbr\u003eનિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ‘ ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારનાં કરવા જોઇએ હરામ.’ સ્વામીએ આ કીર્તનમાં ભગવાનના સાચા ભક્તની ઓળખાણ આપી છે.\u003cbr\u003eભગવાનને માર્ગે ચાલેલા ભક્તોએ પોતાની જપ, તપ, વ્રત-નિયમ, આજ્ઞા ઉપાસના કે ભગવાનને રાજી કરવાની લીધેલી ટેકને અનેક વિઘ્નોના વંટોળ વચ્ચે પણ આબાદ રાખવાની હોય છે, ભગવાન ભક્ત વત્સલ છે, કરુણાના સાગર છે એટલા માટે જ તેમના સાચા ભક્તોની ખામીને દૂર કરવા અને અન્ય મુમુક્ષુઓને માર્ગદર્શન મળે એટલા માટે ભગવાન પોતાના સાચા ભક્તોને કપરી કસોટી કરતા હોય છે અને એ કસોટીમાંથી પાર પણ પોતે જ પાડતા હોય છે. પરંતુ કસોટીની એ કથાઓ સાંભળનારના મનને પણ હચમચાવી નાખે તેવી હોય છે. પરિણામે ભલભલા ભક્તો ધીરજ ગુમાવી બેસે છે અને ભગવાનને યથાર્થ રાજી કરી શકતા નથી માટે પૂર્વે કસોટીમાંથી પસાર થયેલા ભક્તોનાં આખ્યાન દ્વારા આપણી ધીરજને દૃઢ બનાવે છે.\u003cbr\u003eઅગ્નિ અને તેજાબમાં તાવ્યા પછી જ સુવર્ણ સોળવલું સોનું બને છે અને એની કિંમત થાય છે તેમ ભગવાન સ્વયં પોતાના સાચા ભકતોને કસોટી રૂપી અગ્નિમાં તાવે છે, ભગવાનની પ્રતિજ્ઞા છે કે હું જેના ઉપર મારી અસાધારણ કૃપા કરવા ઇચ્છું છું તેની તમામ સંપત્તિ લઇ લઉં છું તેના સગાં સ્નેહીનો વિયોગ કરાવું છું, તેથી મારો ભક્ત દુ:ખી થાય છે; પરંતુ તે દુ:ખમાં પણ જો મને છોડી દેતો નથી તો હું તેના ઉપર એવો કૃપાપ્રસાદ વરસાવું છું કે જે દેવોને પણ દુર્લભ છે તથા મારું શાશ્ર્વત સુખ આપું છું.\u003cbr\u003eજ્યારે ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે ત્યારે તેમાંથી પાર થવું ઘણું કઠણ હોય છે તેવા સમયે ભક્તો હિંમત હારી જાય છે અને પ્રભુપ્રાપ્તિનું કામ બગડી જાય છે માટે એવાં સમયે હિંમત ન હારવી અને ધીરજ રાખવી એવું આ ગ્રંથનું તાત્પર્ય છે. ભગવાન શ્રીહરિના સમકાલીન અનેક ભક્તોએ પોતાના તન, મન, અને ધન ભગવાન શ્રીહરિના ચરણે ન્યોછાવર કરી દીધા હતા. એ ભક્તોએ પોતાના તપ અને ત્યાગ, સેવા અને સમર્પણ, શ્રદ્ધા અને મુમુક્ષતા ખપ અને અનન્ય નિષ્ઠા જેવા અનેક આદર્શોને પોતાના જીવનમાં સાકારિત કર્યા હતા.\u003cbr\u003eએ ભક્તો સંપત્તિમાં છલકાયા નથી કે વિપત્તિમાં ઝાંખા થયા નથી, અત્યંત ધીરજ ધરી છે. ભગવાન શ્રીહરિને રાજી કરવા પોતાનું જીવન યાહોમ કરી દીધું હતું અને માયાના બંધનથી મુક્ત થઇ અક્ષરધામના અધિકારી થઇ ગયા છે, ભગવાન શ્રીહરિ પણ એ ભક્તોની ધીરજ, નિષ્ઠા ને ખુમારી જોઇનેે એમને વશ થઇ ગયા હતા.\u003cbr\u003eગ્રંથના વિવેચક સદ્. પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય અને આદર્શ સાધક છે, સાંપ્રદાયિક ગ્રંથના અભ્યાસની સાથે સાથે સંસ્કૃત અને અન્ય શાસ્ત્રોના ઊંડાણપૂર્વકના અભ્યાસથી તેમણે વચનામૃત, શિક્ષાપત્રી, નિષ્કુળાનંદ કાવ્ય, ભગવદ્ ગીતા, યોગ સૂત્ર આદિ ગ્રંથોનાં વિવેચન દ્વારા અનેક મુમુક્ષુઓને સત્સંગનું પોષણ કર્યું છે.\u003cbr\u003eધીરજાખ્યાન અંતર્ગત ભક્તોનાં ચરિત્રોનું વિવેચન કરીને પૂ. સ્વામીએ ભક્તોનાં જીવનમાં રહેલા સદ્ગુણો, આદર્શો અને એમની માનસિકતાને આપણી સમક્ષ ઉજાગર કર્યા છે. માનવસહજ આપણા જીવનમાં રહેતી ગાફલાઇ અને ખામીઓને દૂર કરવા લાલબત્તી પણ ધરી છે. સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે આ પુસ્તક સંકલનમાં પૂ. શુકવલ્લભદાસજી સ્વામી, સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી તેમજ પ્રૂફ તપાસણી કરવામાં પાર્ષદ વશરામ ભગત, પ.ભ. રમણીકભાઈ રૂપારેલિયા આદિ સંતો-ભક્તજનોએ શ્રીહરિની પ્રસન્નતાર્થે ઉમદા સેવા બજાવી છે. આ પુસ્તક પ્રકાશનમાં કાંઇ ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમ્ય ગણી પઠન કરશો એ જ અભ્યર્થના...\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850363036,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/DhirajakhyanVivechan_2.jpg?v=1718425114"},{"product_id":"dhirdhurandhara-anubhavi-anandma","title":"Dhirdhurandhara Anubhavi Anandma","description":"\u003cp\u003eભગવાન શ્રી સ્વામિનારાયણે સનાતન ધર્મની ભક્તિ પરંપરામાં કીર્તન ભક્તિના વારસાને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન કવિઓને પ્રેરણા આપીને તેમની પાસે વિપુલ સંખ્યામાં કિર્તનો - ભજનો રચાવ્યા છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, સુરદાસ વગેરે ભક્ત કવિઓની પરંપરાનેે ભગવાન સ્વામિનારાયણ જીવંત રાખી છે. ભગવાન સ્વામિનારાયણ કીર્તન ભક્તિના પ્રશંસક હતા અને ચાહક હતા. તેમની સમક્ષ કીર્તનો ગવાય ત્યારે તેઓ તેમાં તલ્લીન થઈ જતા. ભક્તિ સંગીતમાં કેવો અદ્વિતીય આનંદ છે તેનો એક પરિચય ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે જ મળે છે. \u003cbr\u003eવચનામૃત ગઢડા અંત્યના 13 વચનામૃતમાં તેઓ કહે છે કે ભગવાનના કથા કિર્તન આદિ કરતા હોઈએ ત્યારે તો અમને એવી મસ્તાઇ આવે છે જે જાણીએ દિવાના થઈ જવાશે અને જેટલો વિવેક રહે છે તે તો કોઈ ભક્તજનના સમાસને અર્થે જ રહે છે પણ મનમાં તો એવી નેે એવી જ ખુમારી રહે છે. અને ઉપરથી તો લોકોને મળતો વ્યવહાર રાખીએ છીએ, કીર્તન ભક્તિમાં એવી અદ્ભુત તાકાત છે કે જે સામાન્ય માણસ અને સર્વોપરી પરમાત્માને પણ ડોલાવી દે છે. કીર્તન ભક્તિમાં પણ ખુમારી છે કોઈ માણસ નશો કરે એ પોતાનું સર્વ ભાન ભૂલી જાય એમ જો શ્રદ્ધા અને પ્રેમથી કોઈ કીર્તન ભક્તિમાં જોડાય તેની પણ ખુમારી ચડી જાય છે. ભક્તિ સંગીત કે કીર્તનના માધ્યમથી ગહન ઉપદેશ પણ ખૂબ સરળતાથી આપી શકાય છે. \u003cbr\u003eવડતાલના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કીર્તન ગવડાવીને સિદ્ધાંત શીખ્વ્યો છે. મારા હરજી શું હેત ન દિસે રે તેે ઘેર શીદ જઈએ, તેેને સંગે શીદ રહીએ રે. અને મારા વાલાજી શું વાલપ દીસે રે, તેનો સંગ શીદ તજીએ તે વિના કેને ભજીએ રે0 \u003cbr\u003eઆ બે પદો શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરી ભગવાન સ્વામિનારાયણે સૌેને આદેશ આપ્યો આ બે પદમાં વાર્તા છે તેે નિત્ય ગાઇને સંભારી રાખવી અને ભગવાનના ભક્ત સાથે પ્રીતિ રાખવાની અને તેમનો દ્રોહ નહીં કરવાની અદ્ભુત શિખામણ ભગવાન સ્વામિનારાયણે આ કીર્તનના માધ્યમથી ભારપૂર્વક આપી છે. કીર્તન ભક્તિથી જે ઉપદેશ કે સંદેશો કહેવાય છે તે ખૂબ સરળતાથી અને સહજ ગ્રહણ થાય છે. કથામાં માત્ર શબ્દો હોય છે પણ શબ્દની સાથે સંગીત તાલ લઈ આ બધું ભળે ત્યારે સર્વગ્રાહી અને સુગમ થઈ જાય છે. \u003cbr\u003eભગવાન સ્વામિનારાયણે અનેક વખત કીર્તનભક્તિ દ્વારા ગહન આધ્યાત્મિક બોધ સહજતાથી અને સરળતાથી આપ્યો છે. ભગવાન શ્રીહરિના કવિ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરે સંતોની કાવ્ય રચનાઓની સૌથી મોટી વિશેષતા એ છે કે એ બધી જ રચનાઓ ભગવાન શ્રી સ્વામિનારાયણની હયાતીમાં તેમને ઉદ્દેશીને તથા તેમની પ્રસન્નતા માટે ભક્તિ રૂપે કરવામાં આવી હતી અને તેથી જ એ રચનાઓ કેવલ આત્મસ્પર્શી કે આત્મરંજક ન રહેતા આત્માનું રૂપાંતર કરનારી છે. વળી આ પદોમાં પતિવ્રતાની ભક્તિ છે, દાસત્વ ભક્તિ છે, વિનવણી, દીનતા, કૈંકર્ય યુક્ત પ્રાર્થના ભક્તિ છે, સખ્યભાવની મધુરા ભક્તિ છે, શૌર્ય ભક્તિ છે એ પ્રેમ લક્ષણો ભક્તિ પણ છે. \u003cbr\u003eન્યાય દર્શનમાં એક ક્રમ દર્શાવવામાં આવ્યો છે. જાનાતિ, ઇચ્છતિ અને યતતે. વ્યક્તિ જે જાણે પછી તેની પ્રાપ્તિની ઈચ્છા જાગૃત થાય છે અને ત્યારબાદ તેે માટે પ્રયત્ન કરે છે. ભગવાનમાં અધિક સુખ છે તે જાણ્યા બાદ આપણને ઈચ્છા જાગે કે હવે તે સુખ પ્રાપ્ત કરવું છે. પરંતુ જાણવું જેટલું સરળ છે તેટલું મેળવવું સહેલું નથી. નકશો હાથમાં આવી જાય એટલાથી મંજિલે પહોંચી શકાતું નથી એ માર્ગે ચાલીએ તેમ તેમ ખાડા, ટેકરા, કાંટા, કાંકરા બધું આવે. તે રીતે ભગવાનના સુખનેે સર્વાધિક જાણ્યા પછી તે પ્રાપ્ત કરવા જઈએ ત્યારે અનેક અડચણો આવે છે. તેનો ઉલ્લેખ મુક્તાંદ સ્વામી આ કીર્તનમાં કહે છે કે...મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, લડવા તણો નવ લાગ લાગે, જોગીઆ જંગમ ત્યાગી તપસી ઘણા મોરચે ગયે ધર્મદ્વાર માગે..મોહાદિક સ્વભાવો, માન અપમાન, અગવડ, સગવડ, જયપરાજય વગેરે અનેક વિપરીતતાઓ સામે મુમુક્ષુુએ એ મોરચે ખેલવાનું રહે છે. \u003cbr\u003eભગવાનના સુખે પામવા જતા આવતા આવા વિઘ્નોની છણાવટ ને તેે પાર કરવા શું કરવું ? તેની વાત આ ‘અનુભવી આનંદ’ કીર્તનમાં કરે છે જો એક નિશાન રોપાઈ જાય તો કોઈ વિઘ્ન નડતાં નથી. ભગવાનનું સુખ અક્ષરધામનું સુખ કોઈપણ ભોગે કોઈપણ સંજોગોમાં લેવું છે એવું ધ્યેય નક્કી થઈ જાય અને ગુરુની સહાય હોય તો કોઈ વિઘ્ન નડતા નથી. \u003cbr\u003eસ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્ર અને સાહિત્યનું આગવું સ્થાન રહ્યું છે. આ સાહિત્ય મુખ્યત્વે ગદ્યાત્મક અને પદ્યાત્મક એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. એમાં પણ પદ્ય સાહિત્યની અસરકારકતા કંઈક અનોખી છે. અધ્યાત્મગીતો, છંદો ચોપાઈઓની રચના અર્થ એ પ્રાસસભર હોય છે, ગેય હોય છે. પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પણ સાહિત્યમાં ઊંડો રસ અને રુચિ ધરાવતા હતા. તેમણે પોતાના જીવનમાં હજારો કીર્તનો, સંસ્કૃતના શ્ર્લોકો, સાહિત્યની કડીઓ, સવૈયાઓ, છંદો કંઠસ્થ કર્યા હતા. શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય મહંત સ્વામી સદ્ગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના મુખેથી જે કીર્તનોની સમજૂતી શ્રવણ કરી હતી એે જ આધાર રાખીને પોતાના ગહન અભ્યાસ, વિપુલ વાંચન અને સાધુતામય જીવનના ‘અનુભવથી ધીરધુરંધરા શૂર સાચા ખરા અને અનુભવી આનંદમાં’ એ શાસ્ત્રીજી મહારાજના સમજાવેલા પ્રસાદીભૂત કીર્તનો ને વર્તમાન સમયને અનુરૂપ સંતો અને ભક્તોને ભગવાનના માર્ગે ઉપયોગી થાય એવા શુભઆશય સાથે એક એક કડી ને એક એક શબ્દને સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.આશા કરીએ છીએ કે કીર્તનોનું આવું અપૂર્વ વિવેચન દરેક મોક્ષભાગીને ભગવાનના માર્ગે ચાલવામાંઉપયોગીથશે.\u003cbr\u003eપુસ્તિકા રૂપે આ પ્રકાશન તૈયાર કરવામાં શા. શુક્વલ્લભદાસજી સ્વામી, સાધુ રસિક્વલ્લભદાસજી સ્વામી અને પ્રુફીંગ કરવામાં પા. વશરામ ભગત અને પ. ભ. શ્રી રમણીકભાઈ રૂપારેલિયા સાહેબે સેવા કરેલ છે. છતાં કોઇ ક્ષતિ રહી હોય તો ક્ષમ્ય ગણશો એ જ યાચના.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850395804,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Dhirdhurdhara-AnubhaviAanand-Front.jpg?v=1718461848"},{"product_id":"dhyan-chintamani","title":"Dhyan Chintamani","description":"\u003cp\u003eમૂર્તિ તિલ ચિહ્ન તથા ચિન્હ ચરિત્રમાળા \u003c\/p\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850428572,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/DhyanChintamaniFront.jpg?v=1718945041"},{"product_id":"drastant-kathao","title":"Drastant Kathao","description":"\u003cp\u003eપ્રેમમય પુરાણી સ્વામી\u003cbr\u003eત્યાગ અને સમર્પણની સુગંધથી મહેકતા પૂજ્ય પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી\u003cbr\u003eસ્વામી સાધુતાની જીવંત મૂર્તિસમા હતા.પદ,પૈસા અને પ્રતિષ્ઠાનો વાયરો તેમને ક્યારેય\u003cbr\u003eસ્પર્શી શક્યો નહોતો. માનતસ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજીએ પાડેલું નામ\u003cbr\u003e\"પ્રેમપ્રકાશદાસ\" તેમણે જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે. તેઓ દિવસ-રાત મહારાજની\u003cbr\u003eમૂર્તિમાં પ્રેમમગ્ન રહેતા એવું મેં જાતે અનુભવ્યું છે.\u003cbr\u003eતેઓ સ્વપ્નમાંય ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમનાં સંતોની સાથે વાતો કરતા,પ્રશ્નો પૂછતા,'ઈદ્રિયો-અંતઃ કરણના ભાવ થકી મુક્ત કરજો' એવી પ્રાર્થના કરતા, ઠાકોરજીને દાતણ કરાવતા, પોષાક પહેરાવતા, દંડવત કરતા, પોતાના મસ્તકે મહારાજનો હાથ મૂકાવતા હતા. પૂજ્ય શ્રી પુરાણી સ્વામીએ અહમને એકબાજુ મૂકી શ્રીજી મહારાજની મૂર્તિને વિષે પોતાના અનહદ પ્રેમનો આસ્વાદ કથાવાર્તા દ્વારા અનેકના હદયમાં વહાવ્યો છે.\u003cbr\u003eવામન કાયામાં સેવાની વિરાટ ભાવના અને કોમળ શરીરમાં સુદ્રઢ મનોબળ ધરાવતાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારના'મા'અને છાત્રાલયના માળી સમાન પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ, સંતો અને હરિભક્તોને કથાવાર્તાનું ખૂબ રસપાન કરાવ્યું છે. એમની બળભરી વાતોમાં અપાતા દ્રષ્ટાંતોનો રસથાળ માંદગીમાં આરામના અવકાશે લેખન કરી શ્રી પ્રભુચરણદાસ સ્વામીએ અત્રે રજૂ કર્યો છે, જેમાં શ્રી કીર્તિભાઈ ધોળકિયા, શ્રી વિશ્વસ્વરૂપસ્વામી, શ્રી રસિકસ્વામી,શ્રી ચિરાગ સુતરીયા વગેરેનો સહયોગ સરાહનીય રહ્યો છે. આશા છે આ ભોજનથાળનો આસ્વાદ આપ સૌને ગમશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સૌનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે એવી પ્રાર્થના સહ...\u003cbr\u003e૪, નવેમ્બર, ૨૦૨૨, સંવત ૨૦૭૯, કાર્તિક સુદ-૧૧ પૂ.પુરાણી સ્વામીનો ૧૦૬ મો જન્મ દિન\u003cbr\u003e- સાધુ દેવકૃષ્ણદાસના જય સ્વામિનારાયણ\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850461340,"sku":null,"price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/DrashtantKathoFront.jpg?v=1718892855"},{"product_id":"drastant-siddhant","title":"Drastant Siddhant","description":"\u003cp\u003eજીવમાત્રને પોતાના જીવનની રહેણી-કરણી, નીતિ-રીતિ, શિસ્ત-સંસ્કાર, મુમુક્ષુતા, આચરણ શુદ્ધિ વગેરે દ્વારા કેળવવો એ આચરણીય સંતનું પરમ કર્તવ્ય છે. ઝાઝા જીવ ભગવાનમાં જોડાય એ ઉમદા ઉદ્દેશથી ‘સદ્‌વિદ્યા સદ્ધર્મ રક્ષક’ પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘ગુરુકુલ’ના માધ્યમથી આ સત્કાર્ય શરૂ કર્યું.\u003c\/p\u003e\n\u003cp\u003eઆજે પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શિક્ષણ સાથે સંસ્કાર ઉપરાંત અનેકવિધ સેવાકાર્યો દેશ-વિદેશમાં અનેક શાખા-સંસ્થાઓ અને સંતોના સહયોગથી પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સુપેરે ચલાવી રહ્યા છે. તેઓ કથની કરતાં કરનીમાં વધુ માને છે. એટલે જ તેઓના સાધુગુણસંપન્ન જીવનની અસર શિષ્ય સંત અને મુમુક્ષુ ભક્ત સમુદાય પર પ્રભાવીપણે જોવા મળે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆદર્શ આચરણ તેમનો ઉપદેશ છે. મૌન તેમની ભાષા છે અને કલમ તેમની કથની છે. અનેક સંસ્થાઓની જવાબદારીઓ વચ્ચે પણ અવકાશના સમયમાં તેઓ દ્વારા નિરંતર મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન ચાલુ જ હોય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. મહંત સ્વામીના જીવનઘડતરલક્ષી વિચારોનું સંકલન કરી સાતેક પુસ્તકો પ્રકાશિત થયા છે. એટલું જ નહિ ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય તેવાં સૂત્રોનું સંકલન પણ ચાર પુસ્તકોમાં પ્રકાશિત થયું છે. એક વિદ્વાનના કથન મુજબ ઉપદેશ કે શિખામણ પ્રથમ દૃષ્ટિએ કોઈને પસંદ આવતાં નથી તેથી દૃષ્ટાંત કથા દ્વારા સારરૂપ સિદ્ધાંત-ઉપદેશને પાઈ શકાય. પૂ. સ્વામીજીનો ‘દૃષ્ટાંત-સિદ્ધાંત’ દ્વારા આ ઉદ્દેશ્ય રહ્યો છે. ઘડતરનાં ઘરેણાં સમાન આ પુસ્તક નવી જ શૈલીથી મુમુક્ષુ પાઠકગણ સમક્ષ મૂકતાં અમો આનંદ અનુભવીએ છીએ.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850494108,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Drashtant-Siddhant-Tital.jpg?v=1718202731"},{"product_id":"ekadashi-mahatmaya","title":"Ekadashi Mahatmaya","description":"\u003cp\u003eસનાતન વૈદિક ધર્મમાં એકાદશીનું વ્રત સર્વ માન્ય થયેલું છે. બીજાં બધાં વ્રતો કરતાં એકાદશીનો મહિમા શાસ્ત્રકારોએ અધિક કહેલો છે. આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુષાર્થની પ્રાપ્તિ મેળવી શકાય છે, એ બતાવનારા આખ્યાનો સહિત એકાદશીનાં વ્રતોનો મહિમા આ ગ્રંથમાં દર્શાવ્યો છે. તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જે કોઈ એકાદશીનું વ્રત આચરે છે તેને તે તે પ્રાપ્તિ બતાવેલી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆગ્રંથમાં વદ પક્ષની એકાદશી પ્રથમ લેવાયેલ છે અને શુકલ પક્ષની પછી લેવાયેલ છે. તેનું કારણ એ છે કે મહિનાઓની ગણતરી ચંદ્રમાસ તરીકે (પૂનમિયા મહિના મુજબ) કરેલી છે તેથી દરેક માસ પૂનમને દિવસે પૂરો થાય છે અને વદ પક્ષના પડવાથી નવો માસ શરૂ ગણાય છે. એ રીતે વદ પક્ષની એકાદશી પહેલી ગણાય અને સુદપક્ષની એકાદશી બીજી ગણાય છે. આમ બાર માસની ર૪ એકાદશી અને અધિક માસની બે એકાદશી મળીને કુલ ર૬ એકાદશીનાં આખ્યાનો આમાં આપેલાં છે. મૂળ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકો પણ આપેલા છે પણ એથી પુસ્તકનું કદ વધે એટલે જેઓ સંસ્કૃત ન જાણતાં હોય તેને વાંચવું સુગમ પડે અને પુસ્તકનું કદ ઓછું થાય એ હેતુથી માત્ર ગુજરાતી ભાષાંતર જ આમાં લીધું છે; અને ભાષાંતરની મૂળ ભાષા રાખી છે. એથી ભાવિક મુમુક્ષુઓને તેનાથી જોઈતી માહિતી મળી રહેશે.\u003c\/p\u003e\n\u003cp\u003eસત્સંગની પ્રણાલિકા અને સમજણ પ્રમાણે તો મુખ્યત્વે એકાદશીનું વ્રત કરવાની અગત્ય છે જ; પરંતુ તેના ફળ તરીકે ભગવાન સાથેનો મોક્ષમૂલક સંબંધ પ્રતિદિન વધતો રહે એ જ હેતુ છે, કેમ કે દશ ઈન્દ્રિયો અને અગિયારમું મન એ અગિયાર તત્ત્યવોના નિગ્રહ પૂર્વક ભગવાનની મૂર્તિમાં જોડાવું એ જ એકાદશીના વ્રતનો સંકેત છે. એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં સકામ ભાવનાના નિર્દેશો થયા છે તે સર્વ સામાન્ય આસ્તિક જનોને વ્રતમાં શ્રદ્ધા અને ચિ પેદા થતાં તેની પ્રવૃત્તિ પરિણામે ધર્મમાર્ગે વળે એવો શુભ હેતુ જ શાસ્ત્રકારોનો હોય છે. પરંતુ શ્રી મહારાજે તો મુખ્યત્વે ઈન્દ્રિયો અંતઃકરણના નિગ્રહ પૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખવા માટે મોક્ષના સાધન રૂપ એકાદશીનું વ્રત ખાસ કરીને બતાવ્યું છે એટલે એ જ હેતુને સત્સંગી બાઈ ભાઈઓએ લક્ષમાં રાખવો જોઈએ.\u003c\/p\u003e\n\u003cp\u003eએકાદશી વ્રત ઉપરાંત ૠષિ પંચમી, રામ નવમી, જન્માષ્ટમી, વામન જયંતી તથા શ્રીહરિજયંતી વ્રતનો મહિમા અને વિધિ પણ આ ગ્રંથમાં સમાવવામાં આવેલ છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850526876,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/EkadashiMahatmayFront.jpg?v=1718458630"},{"product_id":"endhan-aksharvasna","title":"Endhan Aksharvasna","description":"\u003cp\u003eજંગલમાં વાઘ અને વરુના ટોળાની વચ્ચે મૃત્યુના ભયથી જીવતા હરણને પૂછો કે તારું આયુષ્ય કેટલું ? હરણ શું જવાબ આપે ? આપણને કોઈ પૂછે કે તમારું આયુષ્ય કેટલું? આપણે શું જવાબ આપીએ ?\u003cbr\u003eઆપણો જવાબ શ્રીજી મહારાજ વચનામૃતમાં આપે છેઃ “આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે, તેનો વિલંબ નથી જણાતો.” મૃત્યુ નિશ્ચિત છે જ, પરંતુ ભગવાનનો ભક્ત મૃત્યુને મંગળ જાણે છે. કારણ કે ભક્તચિંતામણિ ગ્રંથના ૬૮મા પ્રકરણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું વરદાન છે... મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું ; બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું... મૃત્યુ સમયે સ્વયં ભગવાન તેડવા માટે આવે એથી બીજું મંગળ શું હોઈ શકે ?! આવું મૃત્યુ- મોક્ષ જોઈતો હોય તેને પ્રેમાનંદ સ્વામી કહે છે... જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નરનારી. પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સંત હોય કે હરિભક્ત. એમને\u003cbr\u003eસ્વામિનારાયણ ભગવાન મૃત્યુ સમયે તેડવા આવે જ છે. તેનાં એંધાણ નિષ્કુળાનંદ સ્વામીએ કલ્યાણ નિર્ણયના ૧૦માં નિર્ણયમાં લખ્યા છેઃ આવે તેડવા તેના એંધાણ રે, જેના પ્રભુ આવ્યે છૂટે પ્રાણ રે; હીરફેલ્ય સમ અંગ હોય રે, અતિ નર્મ વળે વાળે કોય રે. (૧૩) આપણા સંતો, પાર્ષદો ધામમાં જતા પહેલાં કેવા અનુમાનો અને સંકેતો આપતા જાય છે તેમજ સહજ રીતે ને સ્વતંત્રપણે દેહ ત્યાગ કરી દે છે. એ પછી પણ ૧૫ થી ૪૫ કલાક સુધી શરીર કૂણું, હીરની દોરી જેવું જેમ વાળો તેમ વળે તેવું હોય છે !.\u003cbr\u003eવિજ્ઞાનના આ જમાનામાં આ રીતિ વિજ્ઞાનની સમજણથી પર છે. માખણ જેવું કૂણું શરીર જોઈને સામાન્ય માણસ જરૂર આશ્ચર્ય પામે છે.\u003cbr\u003eઆવા આશ્ચર્ય પમાડતા સંતો પાર્ષદોના અક્ષરધામગમનની એંધાણી આપતું નિરૂપણ આ “ એંધાણ અક્ષરવાસનાં ” પુસ્તકમાં શ્રી પ્રભુચરણદાસ સ્વામી તથા શ્રી નિમિષભાઈ મુંગરાએ આલેખ્યું છે તેઓ તથા પ્રકાશનકાર્યમાં આર્થિક રીતે સહયોગી બનનારા દાતાઓ, પ્રુફ અને પ્રિન્ટીંગની સેવારત શ્રી રસિક સ્વામી વગેરે ઉપર શ્રીજી મહારાજ અને સંતો વિશેષ રાજી થાય તેવા શુભાશીર્વાદ.\u003cbr\u003eઆ પુસ્તકના વાંચનથી સૌના હૃદયમાં શ્રીજીના વચનનો દૃઢ ભરોસો અને ગુરુકુલની ગૌરવસમ પરંપરાનું ગૌરવ વધશે એવી અમ અંતરની અભિલાષા સહ...\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850559644,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/EndhanAksharvashnaFront.jpg?v=1718892756"},{"product_id":"ghanshyam-bal-charitra-gujarati","title":"Ghanshyam Bal Charitra - Gujarati","description":"\u003cp\u003eપરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણે સં.૧૯૩૭ ચૈત્ર સુદ-૯ ને તા.૨\/૪\/૧૭૮૧ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામે અવતાર ધારણ કરેલ. એમનું બચપણનું નામ ‘ઘનશ્યામ’ હતું.\u003c\/p\u003e\n\u003cp\u003eભગવાન બાલ ઘનશ્યામે છપૈયા અને અયોધ્યામાં દિવ્ય તેમજ માનુષી બાલચરિત્રો વિસ્તારીને પોતાના પુરુષોત્તમપણાનો અનેક મુમુક્ષુઓને નિશ્ચય કરાવી એમનું કલ્યાણ કરેલ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eભગવાનનાં લીલાચરિત્રો દૂધ જેવાં પૌષ્ટિક અને સુપાચ્ય છે. નાનાં મોટાં દરેક મુમુક્ષુને એ ગુણકારી અને સાથે સાથે સ્મરણીય પણ છે. બાલઘનશ્યામે તો અનેક ચમત્કારી ચરિત્રો વિસ્તારેલ છે. તેમાંથી આ નાના પુસ્તકમાં ‘સદ્‌વિદ્યા’ તંત્રી શ્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજીએ સંક્ષિપ્ત છતાં સુંદર અને રસાળ શૈલીમાં ૨૭ ચરિત્રો રજૂ કર્યાં છે. જેને વાગોળવાં બાળકોને જરૂર ગમશે. બાલ પ્રભુનો મહિમા સમજાશે. સુજ્ઞ વાલીઓ અને બાળમંડળોમાં આના વાંચનથી બાળકોમાં પ્રભુનિષ્ઠા દૃઢ થશે અને બાળક સંસ્કારી તેમજ વિનયી બનશે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850625180,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/TITELJOB-4March2020Front.jpg?v=1718457299"},{"product_id":"girvanbodh","title":"Girvanbodh","description":"\u003cp\u003eસ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ સુધી થયેલા અનેક વિદ્વાન સંતો અને ભક્તોએ કાવ્ય, વેદાંત, ઉપનિષદ અને ચરિત્ર સંબંધી અનેક ગ્રંથો લખ્યા છે અને એ પણ વિવિધ ભાષાઓમાં. બધી ભારતીય ભાષાઓની જનની એવી સંસ્કૃતભાષામાં પણ સંતો-ભક્તોનું ખૂબ મોટું યોગદાન છે, તે તે ગ્રંથોનાં ભાષાંતર પણ અનુગામી અનેક વિદ્વાનોએ કરેલ છે એ સર્વવિદિત છે.\u003cbr\u003eત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના દીનાનાથ ભટ્ટ જેઓ મહાનવિદ્વાન તેમને શ્રીમદ્ ભાગવતના 18 હજાર શ્ર્લોક કંઠસ્થ હતા. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું - ‘ભટ્ટજી ! તમને 18 હજાર શ્ર્લોક કંઠસ્થ છે તેમાંથી તમારા કલ્યાણના કેટલા ? ભટ્ટજી આ પ્રશ્ર્નનો જવાબ આપી ન શકયા અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભટ્ટજી તમારા કલ્યાણના... \u003c\/p\u003e\n\u003cp\u003e प्रसङ्गमजरं पाशमात्मन: कवयो विदु: । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृत्तम् ॥  \u003cbr\u003eयस्यात्मबुद्धि:कुणपे त्रिधातुके स्वधी: कलत्रादिषु भौम इज्यधी: ।\u003cbr\u003eयत्तीर्थबुद्धि: सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखर: ॥\u003c\/p\u003e\n\u003cp\u003eઆ બે શ્ર્લોક છે...’\u003cbr\u003eઉપરાંત તેમણે અનેક ગ્રંથો અને ગ્રંથો પરની ટીકાઓ તેમજ સ્તોત્રની પણ રચના કરેલ છે, જેમાંથી એક નાનકડો એવો સંવાદાત્મક ગ્રંથ છે ‘ગીર્વાણબોધ’. એક જ બેઠકે વાંચી શકાય એવો સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું વિષયવસ્તુ વાચક પોતે જ વાંચીને ગ્રહણ કરી શકશે, કાશીથી એક વાર આ ગ્રંથનું હિન્દી ભાષાંતર 1968માં પ્રકાશિત થયેલ છે જે હાલમાં અપ્રાપ્ય છે.\u003cbr\u003eસામાન્ય રીતે કોઈ ગ્રંથનું ભાષાંતર સંસ્કૃતમાંથી શબ્દશ: કરીએ તો વિષયવસ્તુ સારું હોવા છતાં બે ભાષાઓની વાક્યશૈલી જુદી હોવાથી-વાચકને રસ ન આવે એવી શક્યતા વધી જાય છે. વળી વર્ણનાત્મક શૈલીમાં પાત્રોના વિચારોનો સમાવેશ ન થઇ શકતો હોવાથી માત્ર બાહ્ય દૃષ્ટિથી જ વાચક કથાનક સાથે જોડાય છે અને એક જ પાનાં પર મૂળમાત્રાની સાથે અને ભાષાંતર હોય તો વાચક વર્ગને વાંચનમાં ગૂંચવણો ઊભી ન થાય. આ પ્રકારના પાત્રોની રસની પ્રધાનતા હોય એ અતિ જરૂરી છે.\u003cbr\u003eઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શબ્દશ: ભાષાંતરના બદલે ભાવાનુવાદ કરેલ છે. વર્ણનાત્મક શૈલીને છોડી એક પાત્રને કેન્દ્રમાં રાખી પ્રથમપુરુષ પ્રયોગ આત્મકથાની શૈલીથી વર્ણવેલ છે. વાચકવર્ગને રસ અકબંધ રહે તે હેતુથી પુસ્તકમાં મૂળમાત્રા અને ભાષાંતરની સ્વતંત્ર પેજમાં ગોઠવણી કરવાનો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે.\u003cbr\u003eપૂ. ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની શુભપ્રેરણાથી આ પુસ્તકનો અનુવાદ સરળ ભાષામાં આજ સુધી પ્રકાશિત ન થયેલ ‘ગીર્વાણબોધ’ની દીનાનાથ ભટ્ટની મૂળ પ્રત ઉપરથી નવસારી પાઠશાળાના શા. શ્રી જયમુનિદાસજી સ્વામીએ સાહિત્ય રસિકો અને સંસ્કૃતના અભ્યાસુઓ માટે સરળ ગુજરાતી અનુવાદ કરવાનો સુભગ પ્રયાસ કર્યો છે, જેમનું ટાઈપ સેટીંગ શ્રી રાજુભાઈ મહેતાએ અને પેજ સેટીંગ ‘સદ્વિદ્યા’ના તંત્રી પૂ. રસિકવલ્લભદાસજી સ્વામીએ તેમજ પ્રુફરીડીંગ સહતંત્રી શ્રી રમણીકભાઈ રૂપારેલિયાએ સેવાભાવ અને ખંતથી કરેલ છે. સંસ્કૃતના જાણકાર સંતો-ભક્તો વાંચીને જરૂર રાજી થશે એવી અંતરની આશા સહ...\u003cbr\u003e                સાહિત્ય પ્રકાશન વિભાગ,\u003cbr\u003eશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850657948,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/GirvaanBodhFront.jpg?v=1718945162"},{"product_id":"gopalanand-swami-ni-vato","title":"Gopalanand Swami Ni Vato","description":"\u003cp\u003eસર્વાવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ અપાર કરુણા કરી અનેક જીવોના ઉદ્ધાર માટે આ ભૂમંડળમાં પધાર્યા. એમણે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત સદાચારમય ભાગવત ધર્મનું પ્રવર્તન કર્યું. જનહિતનું આ સત્કાર્ય વણથંભ્યું રહે એવા ઉચ્ચ હેતુથી એમણે મોક્ષમૂલક સંપ્રદાયની સ્થાપના કરી. એમણે પોતે તેમજ પોતાના સંતોએ ઠેરઠેર વિચરણ કરી અનેક જીવોને સન્માર્ગે ચડાવ્યા. સમૈયા તેમજ રંગોત્સવ યોજી આશ્રિતોમાં ધર્મપાલનની ધગશ અને પ્રેમલક્ષણાભક્તિની જ્યોત ઝગઝગતી રાખી.\u003c\/p\u003e\n\u003cp\u003eપોતાનું અવતારીકાર્ય પરિપૂર્ણ કરીને ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વધાન સીધાવતા પહેલાં સંપ્રદાયનું સુઘટિત બંધારણ બાંધી, સદ્‌. ગોપાળાનંદ સ્વામીને સમગ્ર સત્સંગના જતનની ભલામણ કરેલી. એ પછી પૂજ્ય સ્વામીશ્રીએ ભારે જહેમત અને પરિશ્રમ ઉઠાવી પોતાને સોંપેલ જવાબદારીને ૨૨ વર્ષ સુધી સુપેરે નિભાવી. એટલું જ નહિ પણ સંપ્રદાયનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ માટે એમણે કેટલીક સેવાપ્રવૃત્તિઓ અને પ્રણાલિકાઓ પણ પ્રવર્તાવી હતી.\u003c\/p\u003e\n\u003cp\u003eસાહિત્ય ક્ષેત્રે પણ આ સમર્થ સંતવર્યનું સારું એવું આગવું યોગદાન રહેલું છે. સંસ્કૃત ભાષામાં એમણે ઈશોપનિષદ ભાષ્ય, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાભાષ્ય, ભાગવતના દ્વિતીય, દશમ્‌ અને એકાદશ સ્કંધની ટીકાઓ રચી છે. વેદસ્તુતિ ને શાંડિલ્ય ભક્તિસૂત્રની સરસ ટીકાઓ લખી છે. એ સિવાય વિવિધ પૂજનવિધિ વગેરે મળીને ૧૯ ગ્રંથોની રચના કરેલી છે. પ્રાકૃત ભાષામાં પણ છએક નાનામોટાં ગ્રંથોનું પ્રેરણાદાયી આલેખન કર્યું છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસત્સંગની પુષ્ટિ અને સંવર્ધન માટે તેઓશ્રીએ વડતાલમાં પોતાના આસને ભેળા થતા શ્રદ્ધાળુ સંતો અને ઉત્સાહી ભાવિકો સમક્ષ ભગવદ્‌ કથાવાર્તાનો પ્રેરણાદાયી પ્રવાહ વહાવેલો. જેમાં ભગવદ્‌ મહિમા, નિશ્ચય, આજ્ઞા ઉપાસનાની દૃઢતા તેમજ સત્સંગની સમજણનું સરસ નિરૂપણ થયેલું છે. મુમુક્ષુઓએ પૂછેલા પ્રશ્નોના સ્વામી સરસ તર્કબદ્ધ ઉત્તરો આપતા. એ બધું આ પુસ્તકમાં સંગ્રહવામાં આવેલ છે જે ‘સદ્‌. ગોપાળાનંદ સ્વામીની વાતો’ના નામે સંપ્રદાયમાં પ્રચલિત છે જેના વાચનથી સાધક મુમુક્ષુઓને સરસ પ્રેરણા પાથેય અને ઉત્તમ માર્ગદર્શન મળી રહે એમ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઈષ્ટદેવ શ્રીહરિમાં પ્રેમલક્ષણાભક્તિરૂપ અનુરાગ, દુન્યવી પદાર્થમાં અનાસક્તિરૂપ વૈરાગ્ય તેમજ સાચા સંતોની ઓળખાણ અને વાસના ટાળવાના સરળ અને સુગમ ઉપાયો સ્વામીએ પોતાની આ વાતોમાં સરસ અને સરળ રીતે બતાવ્યા છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850690716,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/GopalanandSwaminivato-Tital.jpg?v=1718202864"},{"product_id":"gunatitanand-swami-ni-vato-108-hindi","title":"Gunatitanand Swami Ni Vato 108 - Hindi","description":"\u003cp\u003eSwamini Vato 108 in Hindi\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850723484,"sku":null,"price":3.0,"currency_code":"INR","in_stock":true}]},{"product_id":"gunatitanand-swamini-vato-gujarati","title":"Gunatitanand swamini Vato - Gujarati","description":"\u003cp\u003eશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ' તરફથી પ્રસિદ્ધ થાય છે. આ વાતો સદગુરુ સ્વામી શ્રી બાળમુકુંદદાસજી સ્વામી તરફથી જે સંગ્રહાએલી ને પાંચ પ્રકારણની -વાતો તરીકે સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત થયેલી છે. જેના પ્રથમ પ્રુફ સદ્. પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ તપાસેલાં ને વળી જેને ધ.ધુ.શ્રી આચાર્યપદથી માન્ય કરવામાં આવેલી છે તેનું જઆ પુનઃ પ્રકાશન છે.\u003cbr\u003eભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રવર્તાવેલા આ સંપ્રદાયની કલ્યાણમય સ્થાપિત પ્રણાલિકા સુદૃઢપણે દીર્ઘકાળ પર્યંત ટકે અને તેનો સમાશ્રય કરીને અનેક જીવોનું કલ્યાણ થાય, એવા અતિ ઉત્કટ ધ્યેયને માટે મૂળ અક્ષર મૂર્તિ સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમાન્ય સિદ્ધાંતો ઉપર અત્યંત ભાર આપીને બળવાન ભાષામાં ઉપદેશ આપ્યો છે; એટલું જ નહિ પણ એ ઉપદેશના પ્રવાહને અસ્ખલિતપણે વહેવડાવ્યો છે. સ્વામીશ્રીની ઉપદેશ-શૈલી સાદી અને સરલ છતાં સચોટ, મર્મવેધકને -જોરદાર હોય તેમનાથી આકર્ષાઈને દેશદેશાંતરના અનેક મોક્ષાર્થીઓ તેમની પાસે તણાઈ આવતા. તેઓશ્રીએ સત્સંગની નિષ્કામ સેવા વૃત્તિને જીવંત રાખીને, સંસારની વાસનાને નિર્મૂળ કરી સર્વોપરી ઉપાસ્ય તરીકે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીને સર્વના કારણરૂપ બતાવી તેમાં જીવોને જોડી દેવાની આત્યંતિક કલ્યાણકામનાને જ મુખ્ય રાખી છે અને તે માટે આજ્ઞા અને ઉપાસનારૂપ સત્સંગના બે પ્રધાન પાસાંઓને -ભારે મહત્વ આપ્યું છે.\u003cbr\u003eવળી એ બંને પાસાંઓની સિદ્ધિ માટે સત્પુષો, સત્શાસ્ત્રોનો સંગ, આત્મવિચાર અને પરમાત્મનિષ્ઠા એમનું પ્રતિપાદન અનેક સચોટ દૃષ્ટાંતો દ્વારા કર્યું છે. શ્રીજી મહારાજનો સળંગ અભિપ્રાય જે ધર્મ, જ્ઞાન, -વૈરાગ્ય અને માહાત્મ્ય સહિત ભક્તિના સમન્વય રૂપ એકાંતિક ધર્મ છે, તેનું શ્રેષ્ઠ અનુસંધાન આ વાતોમાં એકધાં સચવાયું છે. એકાંતિક ધર્મના -અંગોની પ્રસંગોપાત વાર્તામાં સ્વામીશ્રીએ સ્પષ્ટપણે ઘણી વાતો તો તોડી ફોડીને અલમસ્તપણે કહી પણ દીધી છે અને તેમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોચ્ચ ઉપાસના તથા સત્સંગની વિશુદ્ધિ માટેનો તેમનો સદાગ્રહ ક્યારેક તો પુણ્યપ્રકોપના સ્વરૂપમાં પણ જોઈ શકાય છે.\u003cbr\u003eછેવટ જીવોને ' િઃઃ” એ પ્રમાણે શુદ્ધ અક્ષરાત્મક અને પ્રગટ પુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના વિશુદ્ધ ઉપાસક બનાવી આત્યંતિક મોક્ષના અધિકારી બનાવવાનો અવિરત ઉદ્યમ આ વાતોમાં ભરપૂર છે.\u003cbr\u003eજનહિત માટે ઉપયોગી સગ્રંથનું પ્રથમ પ્રકાશન અમારા ગુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સને ૧૯૫૪માં રાજકોટ ગુકુલ પ્રેસમાં કરાવેલું. જેની આ આઠમી આવૃત્તિ શ્રી સ્વામિનારાયણ ગુકુલ વિદ્યાલય સુવર્ણ જયંતી વર્ષ તેમજ સદ્. ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા દ્વિશતાબ્દી અને અ.નિ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૨૫મી -પુણ્ય તિથિ નિમિત્તે યોજાયેલ જનમંગલ મહોત્સવ-ર૦૧૦ પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ છે.\u003cbr\u003eઆ આવૃત્તિમાં કોઈ ભૂલ ન રહી જાય એ માટે સદ્વિદ્યાના તંત્રી -શ્રી સાધુ લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ ખંતપૂર્વક જુની આવૃત્તિ સાથે મેળવીને ચીવટથી પ્રુફ તપાસ્યાં છે. આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ નિગુર્ણજીવનદાસજી અને સાધુ રસિકવલ્લભદાસજીએ સારી સેવા બજાવી છે. આ પ્રકાશનમાં કોઈ ભૂલ રહી જવા પામી હોય તો વાચક વર્ગ ક્ષમ્ય ગણશે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850789020,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/SwaminivatoFront_e112a2d4-37fd-49d3-ad9c-4c4c3cd21d77.jpg?v=1722084724"},{"product_id":"gunatitanand-swamini-vato-208-gujarati","title":"Gunatitanand Swamini Vato 208 - Gujarati","description":"\u003cp\u003eભવના ભાથાસમી અ.મૂ. સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સરળ, સુગમ, જીવન સુધારક અને મોક્ષમાર્ગી ઉપદેશ બાળપણથી જ એટલે કે જીવનના પાયાથી જ દૃઢ બને એ હેતુથી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ બાલગુરુકુલના બાળકો તેમજ શ્રી સ્વામિનારાયણ સત્સંગ યુવક ગુરુકુલના યુવાનો ઉપરાંત મુમુક્ષુ તરીકે કોઈપણ ભગવદીય જીવ આ વિષમકાળમાં સાચા અર્થમાં માનવ અને મોક્ષભાગી બનવા માંગતા હોય તે સૌને ઉપયોગી થાય તે હેતુથી સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સંકલિત સ્વામીની વાતોના આ ૨૦૮ જેટલા રત્નોની આ પાંચમી આવૃત્તિ વ્યાપક સમુદાયના હિતમાં પ્રકાશિત કરતાં આનંદ થાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસંસ્કારવાંચ્છુ બાળકો, યુવાનો આને જીવનમાં ઉતારી, દૃઢ બનાવી સાચા અર્થમાં લ્હાવો લેશે એ અપેક્ષા સાથે આ પ્રકાશન આપના કરકમળોમાં મૂકીએ છીએ.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850821788,"sku":null,"price":4.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/swaminivato208GujaratiFront.jpg?v=1718945296"},{"product_id":"gurukul-gangotri","title":"Gurukul Gangotri","description":"\u003cp\u003eપથદર્શક અને પથગામી ઘણા હોય છે પણ પથસર્જક થોડા હોય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પથસર્જક હતા. એમણે ગુરુકુલ દ્વારા શિક્ષણનો નવો પથ કંડાર્યો છે.\u003cbr\u003eઅર્વાચીન યુગમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષાપદ્ધતિ ઉજાગર કરી. ગુરુકુલનું બાહ્ય ક્લેવર બદલ્યું પરંતુ એનો અંતરાત્મા તો પ્રાચીન ગુરુકુલોમાં ઋષિમુનિઓએ શીખવેલાં જીવનમૂલ્યોથી ધબકતો રહ્યો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કહેતા કે... જે શીખવે એનું નામ શિક્ષણ. જે કેળવે એનું નામ કેળવણી.\u003cbr\u003eપહેલાના જમાનામાં શિક્ષણનો હેતુ 'મેન મેકિંગ'નો હતો;આજે ' મની મેકિંગ'નો બની ગયો છે. શાસ્ત્રીજી મહારાજે રહેવા, જમવા અને ભણવા સાથે રોજના એક રૂપિયા જેવા લવાજમમાં હજારો વિદ્યાર્થીઓને વિદ્યા, સદ્વિધા અને બ્રહ્મવિધાના પાઠ ભણાવ્યા.\u003cbr\u003eબાળકોને હેત, હૂંફ અને હામ આપનારા શાસ્ત્રીજી મહારાજે યુવાનોની તેમજ સંતોની શક્તિને પારખી, પોષી અને વિકસાવી છે પરિણામે ૨૭૫ સંતો દેશવિદેશમાં ૫૧ ગુરુકુલોનાં માધ્યમે ધાર્મિક, શૈક્ષણિક ને સામાજિક સેવાકાર્યો કરી રહ્યાં છે.\u003cbr\u003eભારતની ભૂમિ આઝાદ થઈ, આઝાદ દેશનાં સંતાનો સંસ્કાર અને સંસ્કૃતિના વારસાને, કૃષિ અને ઋષિના વારસાને જાળવી રાખે એવી ભાવનાથી આરંભાયેલ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ બાગના ૭૫ વર્ષે ગુરુદેવનાં જીવન અને કાર્યોને કઇંક અંશે અહીં ઉજાગર કરવાનો પ્રયત્ન શ્રી પ્રભુ સ્વામીએ કર્યો છે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તથા અન્ય સહયોગી સર્વેનું ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ પ્રકારે મંગળ કરે એવા શુભાશીવદિ સહ...\u003cbr\u003eસા. દેવકૃષ્ણદાસના હેતથી\u003cbr\u003eજય શ્રી સ્વામિનારાયણ\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850854556,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/GurukulGangotriTital.jpg?v=1718370312"},{"product_id":"gurukul-gaurav-gatha","title":"Gurukul Gaurav Gatha","description":"\u003cp\u003eગુરુકુલ ગૌરવ ગાથા \u003c\/p\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850887324,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/GurukulGauravGathaFront.jpg?v=1718945627"},{"product_id":"gurukul-jyot","title":"Gurukul Jyot","description":"\u003cp\u003eમહાકવિ કાલિદાસ “માલવિકાગ્નિમિત્ર' નાટકના પ્રથમ અંકમાં કહે छे डे...\u003cbr\u003eपुराणमित्येव न साधु सर्वं न चापि नवमित्यवद्यम् । सन्तः परिक्ष्यान्यतराद् भजन्ते मूढः परप्रत्ययेनेव बुद्धिः ॥\u003cbr\u003eજૂની વસ્તુઓ બધી સારી હોય અને નવી વસ્તુઓ બધી ખરાબ હોય તે વિષયનો નિર્ણય બુદ્ધિમાન અને વિવેકયુક્તએ પોતાની બુદ્ધિથી પરીક્ષા કરીને સત્યનો સ્વીકાર કરવો જોઈએ અને અસત્યનો ત્યાગ કરવો જોઈએ. મૂર્ખ વ્યક્તિઓની પાસે પોતાનો કોઈ નિર્ણય હોતો જ નથી, તે હંમેશા બીજાના ભરોસે ચાલતા હોય છે. ઉપરોક્ત ન્યાયે જો આપણે જ નિર્ણય કરીશું તો અવશ્ય ભારતીય સંસ્કૃતિ દિવ્યતા, ભવ્યતા અને નવ્યતાની ભરેલી સંસ્કૃતિ દેખાશે અને જે સંસ્કૃતિની જ્યોતને આપણા આર્ષદ્રષ્ટા મહર્ષિઓ, ઋષિઓ, યોગીઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓએ પોતાના જીવનના દિવ્યામૃતથી દિવ્ય કરીને સમસ્ત ભારતીય સભ્યતાને સદાસદાને અમૃતત્વ પ્રદાન કર્યું છે, તે સત્યાર્થ સિદ્ધ થશે.\u003cbr\u003eભારતની આ ભવ્ય ધરોહર જ ભારતીય સંતાનોની પરમ ઓળખ છે, માટે પ્રત્યેક મા ભારતીના સંતાનની પરમ ફરજ બને છે કે પોતાના ભવ્ય વારસાની જ્યોત અખંડ પ્રજવલિત રહે તે માટે સૌએ કટિબદ્ધ રહેવું જ જોઈએ. જે સંતાન પોતાના માતા-પિતાના ઉપકારોને ભૂલીને ભવિષ્યના ગર્ભમાં ચાલ્યું જાય છે, તે તો સ્વયં પોતાનું જ અસ્તિત્વ ખોઈ નાખે છે અને પોતાના સમસ્ત ઇતિહાસને પણ અંધકારની ભયંકર ખીણમાં ધકેલી દે છે. એટલે જ તો મને હરિભાઈ કોઠારીની બે પંક્તિઓ યાદ આવે છે કે પુરાણી પ્રથાનો છે કંટાળો એને, નવી સભ્યતાથી ભટકતો રહ્યો છે, પ્રવાહે સમયના વહી રહ્યો છે, પ્રભુ જાણે ! માનવ જઇ ક્યાં રહ્યો છે ? મહત્ સંસ્કૃતિને ભૂલી એ ગયો છે, સહજ પ્રકૃતિથી વિખૂટો થયો છે. ગલત વિકૃતિમાં ફસાઇ રહ્યો છે, પ્રભુ જાણે ! માનવ જઇ ક્યાં રહ્યો છે ?\u003cbr\u003eભારતીય સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે વ્યાસમાન્ય સંસ્કૃતિ. આ સંસ્કૃતિની ઉજ્જવળ જ્યોતની સદા સંભાળ રાખવી જોઇએ. જે જ્યોત આપણી પછીની પેઢી માટે એક પથદર્શક ચિનગારી હોય છે, જે ચિનગારી પર ચાલીને આપણા જ ઉતરાધિકારીઓ ઉજ્વળતા પ્રાપ્ત કરતા હોય છે.\u003cbr\u003eવર્તમાનકાળમાં આપણી પાસે જે કાંઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો છે તે પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે વર્તમાન કે પ્રાચીન ગુરુકુલોનાં માધ્યમ થકી જ આપણા સુધી પહોંચ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે સમાજમાં જે કાંઇ ધર્મનું પ્રવર્તન થયું છે તે પરંપરાથી પ્રાપ્ત થયું છે. તે પરંપરાના પ્રણેતા તો ભારતીય સંસ્કૃતિના જન્મદાતા ઋષિઓ, મહર્ષિઓ અને વિદ્વજ્જનો જ છે.\u003cbr\u003eભારતીય સંસ્કૃતિ કર્મપ્રધાન સંસ્કૃતિ છે. જેમ કે મોહેંનજોદડોનાં ખોદકામથી જાણવા મળે છે કે ભારતીય સંસ્કૃતિ મિસર, મેસોપોટેમિયા આદિ સંસ્કૃતિથી પણ પુરાણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ તો છે, સાથે અમરત્વ પણ પ્રાપ્ત કરેલ છે.\u003cbr\u003eચીનની સંસ્કૃતિ ઉપરાંત મેસોપોટેમિયાની સુમેરિયન, બેબીલોનિયન, મિસરની સંસ્કૃતિ, ઇરાની સંસ્કૃતિ, યૂનાની સંસ્કૃતિ અને રોમનની સંસ્કૃતિ આદિ ભૂતકાળના ભૂર્ગભમાં સમાઇ ગઈ છે. તેનો કાંઈ ઇતિહાસ મળતો નથી, કેવળ થોડાક અંશો જ ગૌરવગાથા માટે શેષ વધ્યા છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ લાખો વર્ષોથી ક્રૂર થપાટો ખાવા છતાં આજે પણ જીવંત છે, જેમાં ગુરુકુલીય સંસ્કૃતિનું મોટું યોગદાન રહ્યું છે.\u003cbr\u003eભારતીય સંસ્કૃતિ જગતગુરુને સ્થાને બિરાજમાન છે, જે આજે વિદેશીઓ ભારતીય સંસ્કૃતિના પથ પર અગ્રેસર બની રહ્યા રહી છે, જ્યારે તેનાં જ સંતાન પોતાની માતૃસંસ્કૃતિને વિસ્મરણ કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની સ્મૃતિનું કારણ છે તેમની વિશિષ્ટાતાઓ જેમ કે..\u003cbr\u003e• સર્વાંગીપણું, વિશાળતા, ઉદારતા, પ્રેમ અને સહિષ્ણુતાની દૃષ્ટિએ અન્ય સંસ્કૃતિથી અલગ તરી આવે છે ને અગ્રીમ સ્થાન પર છે.\u003cbr\u003e• ભારતમાં અનેક પ્રકારની બોલીઓ બોલાય છે, તેમણે જ સંસ્કૃતિ અને પારંપરાને પોષણ કર્યું છે.\u003cbr\u003e• પ્રાંતીય બોલીઓ અને તેમના શબ્દોને આધારે ગણતરી કરીએ તો ૧૦૦૦ થી અધિક બોલી છે. જો શબ્દભેદને છોડીને બોલીને સ્વીકારીએ તો ૪૧૫ જેટલી બોલી ભારતમાં બોલાય છે.\u003cbr\u003eદરેક દેશ પોતાની સંસ્કૃતિના બચાવમાં અવિરત પ્રયાસો અને પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે આપણે એક જ એવા માનવી છીએ કે પોતાની સંસ્કૃતિને ઉખેડવાના કાર્યમાં પ્રવૃત્ત થયા છીએ.\u003cbr\u003eઅરે! અંગ્રેજી રીતરિવાજોનું પૂંછડું પકડીને બેસી રહ્યા છીએ, ગુજરાતી ભાષાના બચાવ કરનારાઓ સ્વયં પોતાના જ સંતાનોને અંગ્રેજી પકડાવવા લાગ્યા છે. તેમના આવા દૂધ-દહીંમાં પગ રાખવાના કારણે જ ગુજરાતી ભાષા ખોવાઇ જવા લાગી રહી છે. જેમને ગુજરાતી કેલેન્ડર જોતાં નથી આવડતું, જેમ કે 'વદ' શું છે ? 'સુદ' શું છે ? તેનું કોઈ જ્ઞાન નથી, સંકટ ચોથ પહેલા આવે કે શરદ પૂનમ આવે ? અધિક માસ શું છે ? ધનુર્માસનો શું ઇતિહાસ છે ? આવા પ્રશ્નો તેમને અઘરા લાગે છે. એટલું જ નહીં ગુજરાતી બાર મહિનાનાં નામ પણ કેટલાકને નથી આવડતા, અંગ્રેજી મહિનાનાં નામ ફટાફટ બોલી શકે છે ? શું આ છે ગુજરાતી ભાષાના\u003cbr\u003eબચાવવાના પ્રયાસ ? • લોકોને અંગ્રેજી નવું વરસ ક્યારે આવે તેનું ભાન છે પણ કારતક સુદ એકમે શું આવે છે તે તેનું જ્ઞાન નથી.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850920092,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/GurukulJyot.jpg?v=1727060947"},{"product_id":"harigita-narayangita","title":"Harigita Narayangita","description":"\u003cp\u003eસર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત જીવોના આત્યંતિક કલ્યાણાર્થે કરુણાએ કરીને આ પૃથ્વી પર પધાર્યા. તેમનાં ચરિત્રો સત્સંગિજીવન ગ્રંથમાં ગવાયા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ હરિગીતાના પાંચ અધ્યાયો સદ્ગુરુ શતાનંદ સ્વામી કૃત “સત્સંગિજીવન'' ગ્રંથના પ્રથમ પ્રકરણમાં ૩ર થી ૩૬ અધ્યાય સુધીના છે. શ્રી હરિએ સ્વયં ભક્તિ માતાને નિમિત્ત બનાવી જીવોના આત્યંતિક કલ્યાણ માટે સત્પુરુષનાં લક્ષણો અને એકાંતિક ભાગવત ધર્મનો મહિમા આ ગ્રંથમાં કહ્યો છે. તેનો સંપ્રદાયમાં વિશેષ મહિમા રહ્યો છે. તેની સાથે આ પુસ્તિકામાં વર્ણીશ્રી મુકુંદ બ્રહ્મચારી આદિકના પૂછવાથી શ્રીહરિએ ભાગવત ધર્મનો મર્મ સમજાવ્યો છે. જેને સત્સંગિજીવનના બીજા પ્રકરણના સાતમા અધ્યાયમાં સુંદર રીતે શતાનંદ સ્વામીએ વણી લીધેલ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે ગદ્ગદ્ કઠે ગાયેલો આ સદુપદેશ નારાયણ ગીતા તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eશ્રીહરિના હૃદગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરેલ. ત્યારબાદ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા આ ચોથી આવૃતિ પણ રાજકોટના અ. નિ. ૫. ભ. શ્રી હરખચંદભાઈ ધનજીભાઈ બગડાઈની સ્મૃતિમાં હ. સુપુત્ર શ્રી વિનુભાઈ બગડાઈ પરિવારના સહયોગથી પ્રકાશિત કરવામાં આવી છે. શ્રીહરિની તેમના પરિવાર પર અપાર કૃપા વરસે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850952860,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/HarigeetaFront.jpg?v=1718945860"},{"product_id":"harililakalpataru-pustak-set","title":"Harililakalpataru Pustak Set","description":"\u003cp\u003eપૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ લલિતકળાના પોષક અને ઉત્તેજક હતા. એમણે ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સંભાળીને સંતોમાં સંગીતકળા, વાદ્યકળા, ચિત્રકળા, લેખનકળા, સાહિત્યકળા, સ્થાપત્યકળા, શિલ્પકળા વગેરે વિવિધ લલિત કળાઓ ખીલવીને રામાનંદ સ્વામી પ્રસ્થાપિત ઉદ્ધવ મતને સ્વામિનારાયણ સંપ્રદાયના નામે વિશાળ ફલક ઉપર મૂકી દીધો.\u003c\/p\u003e\n\u003cp\u003eઅત્રે આપણે સંપ્રદાયમાં સાહિત્યકલાના વિકાસ અંગે વિચારીએ તો ગઢડા મધ્યના ૫૮મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંપ્રદાયની પુષ્ટિ અંગે પ્રશ્ન કર્યો ને પોતે જ એનો સ્પષ્ટ ને સચોટ ઉત્તર આપતા કહ્યું કે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય... તેમણે જે જે ચરિત્રો ને જે જે આચરણ કર્યાં હોય તેમાં ધર્મ અને ઈષ્ટદેવનો મહિમા સહજે આવી જાય. ઈષ્ટદેવના પ્રાગટ્યથી અંતર્ધાન સુધીનાં ચરિત્રોને વર્ણવતા શાસ્ત્રથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ હેતુને અનુલક્ષીને શ્રીહરિએ સદ્‌. શ્રી શતાનંદ સ્વામી દ્વારા સંસ્કૃતમાં શ્રીમદ્‌ સત્સંગિજીવન ગ્રંથની રચના કરાવી અને ગુજરાતી પદ્યમાં સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા ભક્તચિંતામણિની રચના કરાવી. સ્વયં પોતે આશ્રિતો માટે આચારસંહિતા સમી શિક્ષાપત્રી લખી. ચાર સદ્‌ગુરુઓ પાસે જ્ઞાનસભર અધ્યાત્મના અર્ક સમાન વચનામૃતનું સંપાદન કરાવ્યું. અષ્ટ કવિ નંદસંતો પાસે પ્રસંગ પ્રસંગનાં હજારો કીર્તનો રચાવ્યાં.\u003c\/p\u003e\n\u003cp\u003eશ્રીહરિના અંતર્ધાન પછી પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નાનામોટા ઘણા ગ્રંથોની રચના થતી રહી છે. એ સહુને સુવિદિત છે. ખાસ કરીને 'નંદસંતોની વાતો', 'શ્રીહરિચરિત્રામૃતસાગર', 'શ્રીહરિલીલાકલ્પતરુ', 'શ્રીહરિલીલામૃત' વગેરે ગ્રંથો આપણા સંપ્રદાયને પોષણ આપતા રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગદ્યપદ્ય સાહિત્યનો સાગર ઘૂઘવે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઅહીં આપણે શ્રીહરિલીલાકલ્પતરુની વાત કરીએ તો આ ગ્રંથ સંસ્કૃત ગીર્વાણ ભાષામાં રચાયો છે. જૂનાગઢના મહંત સદ્‌. શ્રી ગુણાતિતાનંદજી સ્વામી અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની પ્રેરણા અને પ્રોત્સાહનથી સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય વિદ્વાન કવિ શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીજીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામે આ ગ્રંથનું આલેખન કર્યું છે. આ ગ્રંથમાં શ્રીહરિના કૃપાપાત્ર સદ્‌. શ્રી શુકાનંદ સ્વામીને વક્તા અને સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર મેંગણીના દરબાર શ્રી માનસિંહજી રાજાને મુખ્ય શ્રોતા તરીકે દર્શાવ્યા છે. આ ગ્રંથનું માહાત્મ્ય સદ્‌. શ્રી પવિત્રાનંદ સ્વામીના નામે લખાયું છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ ગ્રંથ વ્યાસમુનિ રચિત શ્રીમદ્‌ ભાગવત કરતાં ઘણો વિશાળ છે જેમાં ૧૨ સ્કંધ અને ૩૩૦૦૦ શ્લોકો છે. ભાગવતમાં આવતા તમામ છંદોને કલાત્મક રીતે ગ્રંથકર્તા સદ્‌. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીજીએ આ ગ્રંથમાં સમાવ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસુરતરુ સમાન આ ગ્રંથની વિશેષતા તો એના અધ્યયનથી જ સમજાય એવી છે. આ હરિલીલાકલ્પતરુમાં બ્રહ્મચારી અચિંત્યાનંદ સ્વામીએ પોતાના અંતરમાં ઊભરાતા અદકેરા અહોભાવથી ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુનું સર્વાવતારીપણું અને અમોઘ પ્રૌઢ પ્રતાપ યથાસ્થિત વર્ણવેલ છે. સાથે સાથે ધર્મકુળ, સંતમહાનુભાવો અને સત્સંગીજનોનો પણ અપાર મહિમા ગાયો છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ ગ્રંથ વિવિધ અલંકાર, પદલાલિત્ય સભર વર્ણનથી ભરપૂર છે. આ ગ્રંથ ગીર્વાણ ભાષામાં ગૂંથાયો હોવાથી સંપ્રદાયમાં એનું ઝાઝું પ્રવર્તન થઈ શક્યું નથી. અમારા ગુરુ પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સમર્થ પૂજ્ય સદ્‌. શ્રી નારાયણદાસ સ્વામીની મરજી જાણીને મેંગણી મંદિરમાં માનસિંહજી બાપુના વંશજ દરબાર રાઘવસિંહજી બાપુ અને તેના જાડેજા પરિવારને તેમજ ઉપસ્થિત ૩૫ જેટલા સદ્‌ગુરુ સંતોને આ સદ્‌ગ્રંથની ચાર માસ સુધી ભાવપૂર્વક કથા શ્રવણ કરાવેલું. ત્યારે પૂ. સદ્‌. શ્રી નારાયણદાસ સ્વામીએ રાજી થઈ શાસ્ત્રીજી મહારાજને અંતરના રૂડા આશીર્વાદ આપેલા.\u003c\/p\u003e\n\u003cp\u003eવડતાલના શાસ્ત્રી સદ્‌. શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામીએ ભારે પરિશ્રમ કરીને આ ગહન ગ્રંથનું સને ૧૯૬૨માં ગુજરાતીમાં ભાષાન્તર કરીને છપાવેલ. એ પછી આ ગ્રંથ સહુને સુલભ થયો. સંપ્રદાયનો પ્રસાર-પ્રચાર વધતા તે ગ્રંથ પણ ઘણા સમયથી અપ્રાપ્ય બનેલ. ગરવી ગુણાતીત સંત પરંપરાના સંવાહક અમારા ગુરુના ગુરુ પૂ. સદ્‌. પુરાણી સ્વામી શ્રી ગોપીનાથદાસજીએ રાજકોટ દાણાપીઠમાં આવેલા જુના સ્વા.મંદિરમાં સં. ૧૯૭૩ના ધનુર્માસમાં આ ગ્રંથની કથા કરેલ. પૂ. સદ્‌. શાસ્ત્રીજી મહારાજે પણ આ ગ્રંથનું ત્રણેક વખત કથાશ્રવણ કરાવીને મોટા સંતોનો રાજીપો મેળવેલો. આમ પરંપરા પ્રિય એવા આ ગ્રંથનું પ્રકાશન કરવાની સેવાનો અમોને લાભ મળ્યો તેને અમારું મહદ્‌ ભાગ્ય સમજીએ છીએ. આ પ્રકાશન પાછળ ઘણા સંતો-ભક્તોની ઘણા સમયની સેવા સાધના સમાયેલી છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850985628,"sku":null,"price":900.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/ShreeHariKalptaruTitle_Part-1.jpg?v=1718202972"},{"product_id":"harisankirtanam","title":"Harisankirtanam","description":"\u003cp\u003eપરબ્રહ્મ પરમાત્માની પ્રસન્નતા માટે સતશાસ્ત્રોમાં ભક્તિને બીજાં સાધનો કરતાં સરળ સુગમ અને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. ‘ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી’ એમ કહીને શ્રીહરિએ શિક્ષાપત્રીમાં ભક્તિની સર્વોપરિતા જણાવી છે. ઇંબળે ર્લૈઇંતટ્ટ્રૂૃ ઇંજ્ઞયમપ્ર એમ જણાવીને નવધા ભક્તિમાં પણ કીર્તન ભક્તિને કળિયુગમાં વિશેષ મહત્ત્વ આપ્યું છે. કેમકે કીર્તન ભક્તિમાં કાંઈક એવું અદ્‌ભુત પ્રેમરસાયણ નીતરે છે કે એના મધુર ગાનથી ચંચળ મન સહજે પ્રભુમાં સંલગ્ન થઈ જાય છે. વિવિધ સાજના સથવારે થતાં સંકીર્તનમાં ભક્તિરસ રેલાવા લાગે છે. \u003c\/p\u003e\n\u003cp\u003eશ્રીજી મહારાજને કીર્તન ભક્તિ પ્રિય હતી એટલે સત્સંગ સભાના પ્રારંભમાં ગવૈયા સંતો પાસે વિવિધ વાજિંત્રોના તાલ સાથે સંકીર્તન કરાવતા ત્યારે ભક્તિરસમાં ભાવુક બની પોતે ચપટી વગાડીને સાથે ગાવા લાગતા. કથા કે કીર્તન કરવા સાંભળવામાં એમને કદી તૃપ્તિ થતી નહિ. \u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ કીર્તનભક્તિમાં ભારે રુચિ રહેતી ૫૦૦ ઉપરાંત કીર્તનો એમને કંઠસ્થ હતાં. પોતે મધુર સ્વરે કીર્તન ગાતાં અને સંતોને પણ કીર્તનોના રાગ કે ઢાળ શીખવતા.  \u003c\/p\u003e\n\u003cp\u003eશ્રીહરિના સાંનિધ્યમાં રહી પ્રત્યક્ષ મનોહર મૂર્તિને નીરખીને તેનું હૃદયંગમ નિરુપણ કરી કવિ નંદસંતોએ જે ભાવવિભોર ઉદ્‌ગારો કીર્તનમાં વહાવ્યા છે એ તો અદ્‌ભુત ને અનુપમ છે. એમાં પરોક્ષ ભાવે પણ પ્રગટ પ્રભુ સહજાનંદ શ્રીહરિનો અગાધ મહિમા ગવાયો છે. આ પ્રગટ પ્રભુની પ્રેમલક્ષણા કીર્તન ભક્તિથી છલકાતાં આ કીર્તનો આજે પણ સારાયે સત્સંગ સમાજને ભક્તિભાવથી ભીંજવી રહ્યાં છે. \u003c\/p\u003e\n\u003cp\u003eલોક ઢાળમાં રચાએલ આ મહામૂલાં કીર્તનોનો વ્યાપક પ્રચાર થાય અને ભાવિકોને કીર્તન ભક્તિ કરવાની સાનુકૂળતા રહે એ માટે પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ પ્રેસમાં ૭૦ વર્ષ પહેલાં કીર્તનાવલિનું પ્રકાશન શરૂ કરેલ. જે સત્સંગમાંથી સારો પ્રતિસાદ મળતાં આજ સુધીમાં કીર્તનાવલીની બે લાખ પ્રતો છપાઈ ચૂકી છે. \u003c\/p\u003e\n\u003cp\u003eભાવિકોની વિશેષ સાનુકૂળતા માટે વિશેષ ગવાતાં કેટલાંક કીર્તનો કીર્તનાવલીમાંથી તારવીને પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામીની પ્રેરણાથી આ ‘હરિ સંકીર્તન’ નામે નાની પુસ્તિકા તૈયાર કરી છે. એમાં કીર્તનો સાથે શ્રી નારાયણ કવચ, શ્રીહરિ કવચ, જનમંગલ સ્તોત્ર તથા જનમંગલ નામાવલિ અને ચાર વચનામૃતોનો સમાવેશ કર્યો છે. \u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851018396,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/HariSankirtanTitle.jpg?v=1718203018"},{"product_id":"harismruti","title":"Harismruti","description":"\u003cp\u003e\u003cspan\u003eવેદોમાં કહ્યું છે કે, ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્‌ । આ જગતમાં જે કાંઈ છે તે બધું જ ભગવાનથી ભરેલું છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eપૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્‌ પૂર્ણમુદચ્યતે । પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।।\u003c\/p\u003e\n\u003cp\u003eઆ જે કાંઈ દેખાય છે તે તથા જે દેખાતું નથી એવું તમામ જડ-ચિદ્‌ પુરુષોત્તમ-નારાયણથી પરિપૂર્ણ જ છે. અર્થાત્‌ નિત્યનિર્લેપ તથા સદા પૂર્ણકામ એવા પૂર્ણ પુરુષોત્તમ સદા સર્વત્ર એવા ને એવા જ સાક્ષાત્‌ બિરાજમાન છે. જેઓ તેને અખંડ અનુભવે છે, તેમને તેનો અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. જેઓ તેને જાણતા કે માણતા નથી, તેમને તેનો કોઈ જ ફાયદો નથી. એટલે જ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિએ કહ્યું છે કે, “ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે તેથી કોઈ મોટી પ્રાપ્તિ નથી.” (વચ.ગ.પ્ર.૧)\u003c\/p\u003e\n\u003cp\u003e“એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” (ગ.અંત્ય-૭)\u003c\/p\u003e\n\u003cp\u003eઆનો અર્થ એ થયો કે, ભગવાનમાં અખંડવૃત્તિ, ભગવાનની અખંડ અનુભૂતિ અને પુરુષોત્તમની પ્રાપ્તિ એ ત્રણેય એક જ બાબત છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ અખંડવૃત્તિ સિદ્ધ કરવા માટેની જેમાં અનેક પ્રકારની પ્રેક્ટિકલ રીતો દર્શાવવામાં આવી છે. તેવો આ ‘હરિસ્મૃતિ’ ગ્રંથ અતિ અદ્‌ભુત છે. મૂર્તિરસના માલમીઓ આ શાસ્ત્રની પ્રત્યેક પંક્તિનું અમૃતની પેઠે પાન કરે છે. આ ગ્રંથની એક એક કડી હરિની સ્મૃતિ કરાવે છે. તેથી તેનું નામાભિધાન અતિ અન્વર્થ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીએ આ ગ્રંથના અધ્યાયોનું નામ ‘ચિંતામણિ’ રાખ્યું છે. તે પણ અતિ સાર્થક છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ ગ્ર્રંથમાં સાત ચિંતામણિ તથા કુલ મળીને ૩૫૧ કડીઓ છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851051164,"sku":null,"price":15.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/HarismrutiTital.jpg?v=1718203040"},{"product_id":"janmangal-namavali","title":"Janmangal  Namavali","description":"\u003cp\u003eજનમંગલ સ્તોત્ર અને જનમંગલ નામાવલી \u003c\/p\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851149468,"sku":null,"price":2.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/janmangaltitelfermo.jpg?v=1718426214"},{"product_id":"jivan-jivavani-kala","title":"Jivan Jivavani Kala","description":"\u003cp\u003eસર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી. સંપ્રદાયની અખંડિતતા તેમજ પુષ્ટિ અને પ્રવર્તન માટે સદ્‌ગ્રંથો અને સત્શાસ્ત્રો એ આધારશિલા સમાન છે. તેથી શ્રીજી મહારાજે નંદસંતોને સાહિત્ય રચનાની આજ્ઞા કરી.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સાંપ્રદાયિક સિદ્ધાંતોના જતન અને પ્રવર્તન માટે રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી. સંસ્કારયુક્ત શિક્ષણ સાથે, ધાર્મિક, સામાજિક વગેરે ક્ષેત્રે અનેકવિધ સેવાકાર્યોની સાથે સાહિત્ય પ્રકાશનની સેવાનો શુભારંભ કરી સત્સંગના પોષણનું મહત્ત્વનું કાર્ય કર્યું. આજે ગુરુકુલ દ્વારા આ સાહિત્યની સરવાણી અવિરત ચાલુ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eરાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના નંદ સંતોની વાતોની શૈલીના લેખો સંસ્થાના ‘સદ્‌વિદ્યા’ માસિક ઉપરાંત અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થાય છે. જેને સત્સંગ સમાજની ચાહના અને વ્યાપક માંગને ખ્યાલમાં રાખી ક્રમશઃ ‘સંતસમાગમ’, ‘સત્સંગસુધા’, ‘સંત કી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’, ‘સાચો વારસો’, પુસ્તકરૂપે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં આ ‘જીવન જીવવાની કળા’ પુસ્તકનો ઉમેરો થાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતેઓશ્રીના લેખો જનસમાજના જીવનનું વાસ્તવિક ચિત્રણ, જીવનની ચડતી-પડતી, સુખ-દુઃખમાં તટસ્થતા કે સમતા કેળવવાની રીતિનો સૂત્રાત્મક શૈલીમાં સુગમ ભાષામાં બોધ કરાવે છે. તેને વાંચતા આપણને સંત સમાગમ કે સત્સંગ સભામાં પ્રત્યક્ષ કથાશ્રવણના આસ્વાદની અનુભૂતિ થાય છે. દરેક લેખ દ્વારા જીવનમાં કર્તવ્યપાલન અને ધર્મ પરાયણતાના આગ્રહનો શુભ સંદેશ સાંપડે છે. પૂ. સ્વામીની ભાષાશૈલી સુગમ, સરળ, લોકભોગ્ય, દૃષ્ટાંતયુક્ત હોઈ હૃદયભેદક બની જીવનમાં જડાઈ જાય તેવી છે. તેથી જ સાચા અર્થમાં તેમના તે લેખો મોક્ષમૂલક ભાથું પૂરું પાડે છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851182236,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/JivanJivavaniKala-Tital.jpg?v=1718203132"},{"product_id":"jivan-jyot-gujarati","title":"Jivan Jyot - Gujarati","description":"\u003cp\u003eઆજે માનવી શાંતિ ઝંખી રહ્યો છે. તેને મેળવવા તે રઘવાયો બન્યો છે. તેને એમ છે કે ધનનો ભંડાર સુખ આપશે, વૈભવ-વિલાસમાંથી સુખ સાંપડશે. કીર્તિ અને સત્તામાંથી આનંદ મળી જશે. સ્વજનો શાંતિ આપશે... પરંતુ તેમાંથી સુખ તો નથી મળતું ઊલટું દુઃખ વધે છે. શા માટે ? કારણકે તેમના પ્રયાસો ખોટાં સ્થાનોમાં છે. સુખ-શાંતિ કાંઈ સત્તા, સંપત્તિ કે કીર્તિ જેવાં બાહ્ય ઉપકરણોમાં નથી, સુખ-શાંતિ તો માણસના અંતરના અભિગમમાં રહ્યાં છે. જીવનનો અભિગમ સુલેહકારી, સંતોષી, સ્નેહભર્યો, જતું કરવાની ભાવનાવાળો, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાથી ભરેલો હશે તો સુખ-શાંતિને શોધવાં નહિ જવાં પડે. તે આપણને શોધતાં આપણી પાસે આવી જશે. જીવનનો આવો સાચો અભિગમ સત્પુરુષોના સહવાસથી પ્રાપ્ત થાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eકોઈ ઓરડો હજારો વર્ષથી અંધારિયો હોય તેને પ્રકાશથી ભરવા માટે તેમાં હજારો વર્ષ પ્રકાશ નથી કરવો પડતો. એ ઓરડામાં માત્ર એક દીપકને પ્રગટાવો. દીપકની જ્યોત ઝળહળશે અને તે જ ક્ષણે હજારો વર્ષનો અંધકાર અદૃશ્ય થઈ જશે. જીવના હૃદયમાં અનાદિકાળથી અજ્ઞાનનું ગાઢ અંધારું ભરાયેલું છે. સત્પુરુષના સહવાસથી તે અંધકાર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે કારણકે સંત આપણા હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઘણીવાર જે કાર્ય કલાકો સુધી પ્રવચનો સાંભળવાથી નથી થતું તે કાર્ય બે શબ્દો સાંભળવાથી થઈ જાય છે. જે કામ અનેક પુસ્તકો વાંચવાથી નથી થતું તે કામ બે વાક્યો વાંચવાથી થઈ જાય છે; પરંતુ તે બે શબ્દો અને બે વાક્યો સાચા સત્પુરુષના જીવનમાંથી નીકળેલાં હોવાં જોઈએ. તેવા બે જ શબ્દો સંસારના તાપોથી તપ્ત થયેલ મનુષ્યને શીતળ અને શાંત બનાવી દે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆવા અણમૂલાં વાક્યોનો ભંડાર છે, ‘જીવન જ્યોત’નાં આલેખનો. જીવન જ્યોતની પંક્તિઓ વાચકના હૃદયના સ્થંભિત તારોને ઝણઝણાવે છે. સાદી, સરળ છતાં ચોટદાર ભાષાશૈલીમાં લખાયેલા આ લેખોના વાચનથી લૌકિક જીવનની અનેક વિટંબણાઓનું સમાધાન મળી જાય છે કારણ કે એ લેખોમાં સદ્‌ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંત જીવનના અનુભવોની વીણા ગૂંજી રહી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને અમેરિકા સુધી વિસ્તેરલી સંસ્થાની શાખાઓ દ્વારા થતાં જનહિતનાં સેવાકાર્યોની વણથંભી શૃંખલાઓના વ્યસ્ત કાર્યક્રમો તથા ગામડે-ગામડે અને અનેક શહેરોમાં અવિરત સત્સંગ વિચરણના કાર્યક્રમો વચ્ચે પણ પૂજ્ય સ્વામીજીની કલમ ‘સદ્‌વિદ્યા’ અને અન્ય માસિકો દ્વારા સતત વહેતી રહી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eજીવનઘડતર, સમાજનિર્માણ, સામાજિક સમસ્યા નિર્મૂલન અને મોક્ષમૂલક વાતોના આ લેખોને ક્રમશઃ ‘સંત સમાગમ’, ‘સત્સંગ સુધા’, ‘સંતકી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’ અને ‘જીવન જીવવાની કળા’ એમ છ પુસ્તકોમાં સંકલિત કરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા જનસમાજ સુધી પહોંચાડવામાં આવ્યા છે. \u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851215004,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/JIVANJYOTTITLE.jpg?v=1718203321"},{"product_id":"kadi-visharay-nahi","title":"Kadi Visharay Nahi","description":"\u003cp\u003eજય શ્રી સ્વામિનારાયણ\u003cbr\u003eબાળકોને અવનવું જાણવાની વૃત્તિ ઘણી તીવ્ર હોય છે. તેમની આંખ નવું જોવાને તલસતી હોય છે. તેમના કાન નવું સાંભળવા આતુર હોય છે. તેમને સત્સંગના નિર્મળ વાતાવરણમાં હછરીને સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આ કલુષિત વાતાવરણથી બાળકોને બચાવીએ તો સારુંએવું પરિણામ લાવી શકાય છે. તેમનામાં ધર્મ અને સત્સંગ પ્રત્યે શ્રધ્ધા જન્મે અને જીવનભર ટકી રહે એવું પવિત્ર સંસ્કારમય વાતાવરણ ઉભું કરીએ તો સાચું હિત સાધી શકાય છે. કારણ કે બાળકોની વૃત્તિ કોમળ હોય છે. બાળકો સ્વભાવથી જ અનુકરણશીલ હોય છે. તેમનામાં સારા સંસ્કાર આપવાનું પ્રથમ કામ માતા-પિતાનું અને પછી શિક્ષકોનું છે. જે કાંઈ આપણે બાળકોને શીખવવા માંગીએ છીએ તે આપણે પોતે આચરણમાં મૂકીને બ તાવવું જોઈએ. સારા સંસ્કારી બાળકો બનાવવા ઈચ્છતા માતા-પિતા માટે આ નિયમો અનિવાર્ય બની રહે છે.\u003cbr\u003eઘરનાં ધાર્મિક અને નિતીયુક્ત વ્યવહાર બાળકોમાં ઉચ્ચ સંસ્કાર જન્માવે છે. શાળાઓ કે કેળવણીનો વિકાસ થયો ન હતો ત્યારે પણ એક અભણ માતા એ પ્રભુ ભક્તિને લગતા પદો, પ્રભાતિયા, ભજનો, ગીતો, કહેવતો, હાલરડાઓ અને સદાચારના નિયમોની મદદથી અને પોતાનાં પવિત્ર જીવનથી બાળકોમાં ઉચ્ચ સંસ્કાર આપ્યા હતા. બાળકોમાં ધૂન, ભજન, તિલક-ચાંદલો, કંઠી વગેરે વિષે થતી આશંકાઓનું સમાધાન થાય અને ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતોને સમજે અને તેમના જીવનમાં ઉતારે એ માટે “ આપણો સંસ્કાર વારસો \" એ પુસ્તિકા તૈયાર કરી છે. અને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે તેમનાં માતા-પિતાની મદદથી આવી સારી પુસ્તિકાઓનું વાંચન કરશે તો તેમને થતી આશંકાઓ આપો આપ શમી જશે. અને વિશેષ જીજ્ઞાસા જાગશે તેથી તે આપણા અન્ય જે ધર્મગ્રંથો તેનું તે વાંચન કરશે તેમનાં જીવનમાં વિનય, વિવેક અને સેવા જેવાં ગુણો આવશે તેથી તે તેમનાં માતા-પિતાને, કુંટુંબીઓને, સમાજને, સત્સંગને અને દેશને ઉપયોગી થશે. એવા શુભઆશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનાં પ.પૂ. જોગી સ્વામીના શુભ આશીર્વાદ થી અને પ.પૂ. સદ્.મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, પ.પૂ. સદ શાસ્ત્રી શ્રી માઘવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ પુસ્તિકાનું સંકલન સાધુ વિશ્વસ્વરૂપદાસજીએ કર્યું અને પુસ્તક તૈયાર કરવા માટેની સેવા સાધુ શ્રીરંગદાસજીએ કરી છે. બંને સંતોને વિશેષ\u003cbr\u003eસત્સંગ સેવા કરવાનું બળ આપે એવી શ્રીજી મહારાજનાં ચરણોમાં પ્રાર્થના. આ પુસ્તિકા આબાલ, વૃદ્ધ સૌ કોઈને ઉપયોગી થશે એ માટે આ પુસ્તિકા પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ.\u003cbr\u003eસંસ્કારવાંછુ બાળકો અને યુવાનો જીવનમાં ઉતારી સુદ્રઢ બનાવી સાચા અર્થમાં લ્હાવો લેશે. એવી અપેક્ષા સાથે આ પુસ્તિકા આપના કરકમળમાં મૂકીએ છીએ. પુરાણી ધર્મવલ્લભદાસનાં ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ\u003cbr\u003e(સુરત ગુરુકુલ)\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851280540,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/KadiVisaraynahi.jpg?v=1719659396"},{"product_id":"kavya-kunj","title":"Kavya Kunj","description":"\u003cp\u003eસત્સંગના રત્ન સમા અ. નિ. પ.ભ. કવિ શ્રી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસે રચેલાં કાવ્ય સંગ્રહની આ બીજી આવૃત્તિ છપાવી પ્રસિદ્ધ કરતાં અમે ઘણો આનંદ અનુભવીએ છીએ.\u003cbr\u003eશ્રી ત્રિભુવનભાઈમાં કવિત્વ શક્તિ ભગવાનની કૃપામય- બક્ષીસરૂપે સ્વાભાવિક હતી; અને તેમનાં કાવ્યો સરળ છતાં ભાવ- વાહી, અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી છે. પ્રાર્થના, સ્તુતિ, અષ્ટકે તથા ઉપદેશાત્મક, અને પ્રેરણાત્મક થાય એવાં તેમનાં રચેલાં અનેક કાવ્યો સદ્વિદ્યા માસિકમાં પ્રસિદ્ધ થયાં છે તે તથા કેટલાંક અપ્રસિધ્ધ કાવ્યો પણ હતાં તે આ પુસ્તિકમાં પ્રગટ કરવામાં આવ્યાં છે, જે સર્વે દેવીજનોને જરૂર ઉપયોગી થશે. હૃદયના ઊંડાણુમાંથી ઉદ્દભવેલી એમની કાવ્યકૃતિઓ, સાહિત્યક્ષેત્રે અનેરી ભાત ઉપસાવે છે, વાંચકવૃંદને સ્પર્શી જાય છે.\u003cbr\u003eતેઓ કાવ્યો રચવા ખાતર રચતા નહિ, તેમ તેની પાછળ આર્થિક કે યશ એષણા જરાય ન હતાં, પણ કેવળ નિષ્કામ ભાવે પ્રભુએ આપેલી શક્તિનો સદુપયોગ સમાજને નીતિ ભકિત અને પ્રભુ પ્રાપ્તિના માર્ગે વાળવામાં કર્યો છે. એ એક તેમની નોંધપાત્ર વિશિષ્ટતા છે. વધુમાં તેમનું જીવન પણ સદ્દવર્તનશીલ, ને શ્રીજીના સિધ્ધાન્તાનુસાર સેવા પરાયણ હતું. તેમણે સદાય સત્સંગના ઉત્કર્ષનું મુખ્ય ધ્યેય રાખી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પ્રારંભથી તેના વિકાસની વિવિધ પ્રવૃત્તિ- એમાં જે નિષ્કામ સેવા અર્પી છે તે અવર્ણનીય છે. અને તેથી તેમની શાશ્વત સ્મૃતિરૂપ આ કાવ્ય કૃતિ સંગ્રહને ગુરુકુલ તરફથી પ્રસિધ્ધ કરતાં કૃતકૃત્યતા અનુભવું છું.\u003cbr\u003eતેમનાં આ કાવ્યોનું સંપાદન સ્વામી લક્ષ્મીનારાયણદાસ તથા ૫. ભ. મહેન્દ્રભાઈ શેલતે કર્યું છે ને સ્વામી લક્ષ્મીનારાયણદાસે તથા પાર્ષદ વશરામ ભગતે પ્રુફ તપાસવાની સેવા બજાવી છે, તે બદલ તેઓને સત્સંગ સેવાનું વિશેષ બળ મળે એવા શુભાશીર્વાદ.\u003cbr\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી પ્રસિધ્ધ થયેલી આ પુસ્તિકાની આ બીજી આવૃત્તિ મુમુક્ષુને શ્રીજીના સર્વજીવહિતાવહ સંદેશાના અનુપાલનમાં પ્રેરણાત્મક બની રહે એજ અભ્યર્થના !\u003cbr\u003e-શાસ્ત્રી ધર્મજીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851313308,"sku":null,"price":4.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/WhatsAppImage2024-07-25at5.23.30PM.jpg?v=1721908513"},{"product_id":"kavya-ras-madhuri","title":"Kavya Ras Madhuri","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપરમાત્માની પ્રસન્નતા પામવાના સર્વ સાધનોમાં નવધા ભક્તિને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નવધા ભક્તિમાંય આ કળિકાળમાં તો કીર્તન ભક્તિનું જ અદકેરું મહત્ત્વ છે. પ્રભુમાં મનને તન્મય કરવામાં કીર્તન ભક્તિ ખૂબ સરળ\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eસુગમ ને અસરકારક માધ્યમ મનાય છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને કીર્તન ભક્તિ બહુ પ્રિય હતી. એથી તો પોતે સભામાં બિરાજતા ત્યારે નિરંતર કીર્તન ગવરાવતા. એટલું જ નહીં પણ સંકીર્તનના સુમધુર ગાનથી ભાવવિભોર બની પ્રભુ પોતે ચપટી વગાડીને સંતો સાથે ગાવવા લાગતા. કથા વંચાતી હોય તોય પોતે કીર્તન સાંભળતા. એવા તો એ સંકીર્તન પ્રેમી હતા.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઉધ્ધવ મતના ઉગમકાળે કીર્તનકાર કવિ સંતોની જે ઉણપ હતી એને પૂરી કરવા શ્રીહરિએ સંતોને અખૂટ પ્રેરણા ને પૂરતું પ્રોત્સાહન આપીને એક સોહામણું સંતકવિ મંડળ તેમજ સંગીતના સાજથી સુસજજ ગવૈયા મંડળ પણ તૈયાર કર્યું. આ સંતોએ ભાવસભર\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઅર્થગંભીર ને વિવિધ પદલાલિત્ય ને અલંકારયુકત એવું વિપુલ ને સમૃધ્ધ પદ્ય સાહિત્ય સર્જન કર્યું. શ્રીજીએ પણ કાંઈક એવી સંજીવની છાંટી કે સમગ્ર સંપ્રદાયમાં કીર્તન ભક્તિનું મોજું પ્રસરી ગયું. આ સહજાનંદી જુવાળે સંપ્રદાયના પ્રસારણમાં ખૂબ મહામૂલો ફાળો આપ્યો છે ને સાથે સાથે જનસમાજની અભિરુચિને પણ સંસ્કારનો પુટ ચડાવ્યો છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઆપણાં કીર્તનોમાં સંપ્રદાયનો ઇતિહાસ સંગ્રહાએલો છે. શ્રીહરિના સાંનિધ્યમાં રહી પ્રસંગે પ્રસંગે ઉઠેલા હ્રદયના ભાવો\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઅંતરની ઊર્મિઓ\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eલીલાચરિત્રો વગેરે આબેહૂબ કીર્તનોમાં કંડારાયા છે. એ સિવાય શ્રીહરિની મનોહર મૂર્તિનું ભાવવાહી નિરુપણ\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપ્રેમલક્ષણા ભક્તિની ભાવુકતા\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eવૈરાગ્યની\u003c\/span\u003e\u003c\/span\u003e \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eવેધકતા\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઅસરકારક ઉપદેશ\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eવિયોગની વિરહ વ્યથા વગેરેનું અનુપમ નિરુપણ થયું છે. પ્રભાતિયાં અને ઉત્સવનાં પદોના વિવિધ રાગો ને રચના ખાસ ધ્યાન ખેંચે છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઅ.નિ. પૂજયપાદ ગુરુવર્ય શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને કીર્તન ભક્તિમાં અદકેરી રુચી હતી. પોતે વિવિધ રાગ ને ઢાળના માહેર હતા. ઘણાં કીર્તનો કંઠે કરેલાં ને ઠાકોરજી પાસે ભાવથી બોલતા પણ ખરા.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eપૂજય શાસ્ત્રીજી મહારાજ સંતોને તેમ જ વિદ્યાર્થીઓને કીર્તનના વિવિધ ઢાળ\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eરાગ ને હલક શીખવતા એટલું જ નહીં એમાં રહેલા ઊંડા ભાવો પણ સરસ રીતે સમજાવતા. એમને આસને કીર્તનની કથા થતી. સવારે પ્રભાતિયાં ને પ્રકરણો બોલાતાં. પૂ.સ્વામીજી ધ્યાનથી એ શ્રવણ કરતાં. પૂ.સ્વામીજી પાસે કીર્તનો શીખવાં\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eસમજવાં ને ઢાળ મુજબ બોલવાં એ એક લહાવો હતો જેમાં અનેરું પ્રેરણાબળ મળતું.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઆપણા સંપ્રદાયનું પદ્ય સાહિત્ય રસાળ ને સમૃદ્ધ છે. ઈષ્ટદેવ શ્રીહરિની પ્રસન્નતા માટે રચાયેલા નંદ સંતોનાં પદોમાં મધુરતા\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eસરળતા\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eનીડરતા\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eવીરતા\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eઆત્મખુમારી\u003c\/span\u003e\u003c\/span\u003e, \u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eમાર્દવતા ને મુલાયમતા વગેરે ભાવો નીતરે છે. આ ભક્તિ રસભીનાં પદો આજેય સારા સત્સંગ સમાજને ભક્તિભાવથી ભીંજવી રહ્યાં છે અને અંતરમાં અનેરો અનુરાગ જગાડી રહેલ છે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan new=\"\" roman=\"\" times=\"\"\u003e\u003cspan lang=\"GU\"\u003e\u003cspan shruti=\"\"\u003eનંદ સંતોનાં કીર્તન-કાવ્યોમાં ભક્તિભાવ ને ઊર્મિનું અગાધ ઊંડાણ છે. \u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851346076,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/KavyaRasMadhurifront.jpg?v=1718946025"},{"product_id":"kirtan-ras-katori","title":"Kirtan Ras Katori","description":"\u003cp\u003eવહાલા. સત્સંગી ભાઈઓને જણાવતાં ઘણો આનંદ થાય છે કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી વગેરે સંતોનાં રચેલાં હજારો કીર્તનો આપણા સંપ્રદાયમાં જાણીતાં છે. તેને સંતો, હરિભક્તો અને અન્ય ભાવિકો હોંશથી શીખીને પ્રેમથી ગાયછે. એ સાંભળી આપણાં હૃદય પ્રફુલ્લિત થાય છે.\u003cbr\u003eઆમ છતાં વિવિધ રાગની કીર્તનભક્તિની ચાહનાવાળા કેટલાક ભક્તો હોય તેને કોઈ આધુનિક જેવા કે નાટકી કે ફિલ્મી ગાયન સાંભળીને અંતરમાં ઉછરંગ ઊભો થાય કે આવાં રાગનાં કીર્તનો આપણા સંપ્રદાયમાં હોય તો ઠીક.\u003cbr\u003eઆ મારા વિચારો અમારા ગામમાં રહેતા કણબી કુળભૂષણ પરમ ભગવદીય ઉગતા કવિ નરસિંહ લાખાભાઈ ડોબરિયાને જણાવ્યા.\u003cbr\u003eઆ વિચારોમાં શ્રીજી મહારાજે સાથ આપ્યો અને તે શુભ ચોઘડિયે શરૂઆત થઈ અને શ્રીજી મહારાજની દયાથી એક પછી એક કીર્તનો તૈયાર થવા માંડયાં.\u003cbr\u003eકવિ નરસિંહભાઈ જૂનાગઢ તથા પંચતીર્થીમાં સંતો તથા હરિભક્તો ભેળા પીપલાણા આદિક-ગામોમાં ફર્યા અને વખતો વખત નરસિંહભાઈનાં કીર્તનો સમૂહમાં બોલાતાં તે સાંભળી સંતો તથા હરિભક્તો બહુ રાજી થયા અને તેમણે ભાવનાપૂર્વક જણાવ્યું કે આ કીર્તનોની ચોપડી છપાઈને\u003cbr\u003eબહાર પડે તો ઘણા સત્સંગી ભાઈઓ લાભ લેતા થઈ જાય.\u003cbr\u003eએક વખત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી કુંકાવાવ પધારેલા ત્યારે કવિ નરસિંહભાઈ સભામાં 'બાઈ વજી, સુણ વાત હમારી' એ તથા ‘ધન્ય વરતાલ લક્ષ્મીપતિ' આ બે કીર્તન ભાવથી બોલ્યા ત્યારે \u003cspan\u003eકીર્તનો ૧૦૮ પૂરાં કરી કીર્તનમાળા છપાવો. ત્યારે નરસિંહભાઈએ કહ્યું કે સ્વામી કીર્તનો તો હજુ અર્ધ સંખ્યામાં થયાં હશે ત્યારે શાસ્ત્રી મહારાજે કહેલું કે શ્રીજી મહારાજને સંભારીને કાવ્ય રચવાનું કાર્ય ચાલુ રાખો. શ્રીજી મહારાજની કૃપાથી થોડા સમયમાં કીર્તનો પૂરાં થઈ જશે. ઉપરના આશીર્વાદથી શ્રીજી મહારાજ પ્રત્યે ભક્તિમાં તથા કાવ્ય રચનાના ઉમંગમાં વૃદ્ધિ થતી જણાઈ અને કીર્તનો રચવાને વેગ મળ્યો. પછી તો થોડા સમયમાં (૧૦૮ આ બ્રહ્માંક એકસો ને આઠ) કીર્તનો પૂરાં થયાં ને ‘કીર્તન રસ કટોરી' પુસ્તિકા છપાવીને બહાર પાડી છે જેથી ઘણો સંતોષ થયો છે. વિશેષમાં કહેવાનું એ કે કવિ નરસિંહભાઈને નાનપણથી જ રાગરાગણી, કીર્તનભજન તથા રાસ-ડાંડિયારાસ પ્રત્યે બહુ ભાવના હોવાથી આ કીર્તન માળામાં જે ગરબી, ભજન તથા નાટકી ઢબનાં કીર્તનો આવેલ છે, તે બહુજ ઝડઝમક ને ચોટદાર માલૂમ પડે છે અને એ ઝાઝે ભાગે ચાર કે પાંચ ચરણનાં છે જેથી ગાયકને ગાવા-શીખવામાં તથા સમૂહને ઝીલવામાં કાયરતા ક્યારેય ન થાય એવાં છે. એની અંદર વર્ણન પણ એવા આવેલ છે કે સાંભળીને સાંપ્રદાયિક ભક્તોનાં તો હૃદય ખીલે એમાં તો કાંઈ શંકા નથી પણ અન્ય મતપંથી ભક્તોને પણ આ કીર્તનો વાંચવા, ગાવા કે સાંભળવાની ચાહના થાય એવો નિર્મળ રસ આ કાવ્ય-કીર્તનોમાંથી વહી રહ્યો છે. જેનો સ્વાદ તેના પ્યાસીઓ પારખી અનુભવમાં ઉતારશે અને મનુષ્ય જન્મ સાર્થક કરશે એવી આશા રાખું છું. -લખમણ ભાણજી-સહજાનંદી (મોટી કુંકાવાવ)\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851378844,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/WhatsAppImage2024-07-25at5.53.59PM.jpg?v=1721910333"},{"product_id":"kirtan-sar-sangrah","title":"Kirtan Sar Sangrah","description":"\u003cp\u003eપ્રભુ પ્રસન્નતા પામવા માટે નવધા ભક્તિને સર્વ શ્રેષ્ટ સાધન ગણવામાં આવ્યું છે. નવધા ભક્તિમાંય કીર્તન ભક્તિને કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન માનવામાં આવે છે. કારણ કે સંકીર્તન એક એવું અદ્દભુત પ્રેમ રસાયણ છે કે જેના સેવનથી મનને સહેલાઈથી પ્રભુમાં સંલગ્ન કરી શકાય છે. ને પ્રભુમૂર્તિની સ્મૃતિ થયા કરે છે.\u003cbr\u003eઈષ્ટદેવ ભગવાન શ્રી હરિને કીર્તન ભકિત અતિ પ્રિય હતી. પોતે સભામાં ગવૈયા સંતો પાસે હંમેશાં સંકીર્તન કરાવતા. એટલું જ નહિ કથા વંચાતી હોય તોય પોતે કીર્તન સાંભળતા ને ચપટી વજાડીને ભેળા ગાવા લાગતા.\u003cbr\u003eરાજકોટ, જુનાગઢ અમદાવાદ અને સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં સવાર સાંજ વિદ્યાર્થી ઓસ મુહમાં પ્રેમવિભોરભાવે કીર્તન બોલતા હોય ત્યારે વાતાવરણ બ્રહ્મભીનું ભાસે ને સાંભળનારને અંતરમાં અનેરો આનંદ ઉભરાય.\u003cbr\u003eઆ વિદ્યાર્થી ઓને સંકીર્તન ભક્તિમાં ઉપયોગી થાય એવા હેતુથી આ 'કીર્તન સાર સંગ્રહ' નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું સંકલન તથા પ્રુફ તપાસવાની સેવા ખંતથી પુજારી ધર્મપ્રકાશદાસજીએ બજાવી છે. આ પુસ્તકમાં સંગ્રહાએલા પ્રચલિત પ્રભાતિયાં, ઉપદેશ તેમજ લીલા આદિના પદે કીર્તન ભક્તિમાં રુચિવાળા સહુ કોઇને ઉપયોગી થાય એવાં છે.\u003cbr\u003eમોક્ષભાગી મુમુક્ષઓને ‘કીર્તન સાર સંગ્રહનું' આ પુસ્તક પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સહાયરુપ બની રહો અંતરની એવી અભ્યર્થના.\u003cbr\u003e-કોઠારી દેવકૃષ્ણદાસના જય સ્વામિનારાયણ\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851411612,"sku":null,"price":12.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/KirtansarsangrahFront.jpg?v=1721884163"},{"product_id":"kirtanavali-pustak","title":"Kirtanavali - Pustak","description":"\u003cp\u003e\u003cspan\u003eપરમાત્માની પ્રાપ્તિ માટે સત્શાસ્ત્રોમાં ભક્તિને સરળ, સુગમ અને શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છેે. નવધા ભક્તિમાં, કીર્તન ભક્તિને તો કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન ગણવામાં આવી છે, કારણ કે કીર્તન ભક્તિમાં કાંઈક એવું અદ્‌ભુત પ્રેમ રસાયણ રહેલું છે કે જેનાં માધ્યમ વડે મનને સહેલાઈથી પ્રભુમાં સંલગ્ન કરી શકાય છે.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eપરબ્રહ્મ પરમાત્મા શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુને કીર્તન ભક્તિ અતિશય પ્રિય હતી. પોતે સભામાં સંતો પાસે સંકીર્તન કરાવતા. વિવિધ વાજિંત્રો લઈને ગવૈયા સંતો જ્યારે સંકીર્તન કરતા ત્યારે પ્રભુ શ્રીહરિ પ્રસન્ન થઈને પોતેય ચપટી વજાડીને ભેળા ગાવા લાગતા. એટલું જ નહિ પણ કથા વંચાતી હોય તોય પોતે કીર્તન સાંભળતા એવા તો એ સંકીર્તન પ્રેમી હતા. કવિ સંતોને નવાં નવાં કીર્તનો રચવાની પ્રેરણા આપતા. ગવૈયા સંતોનું સુમધુર ગાવણું સાંભળી સહજાનંદ શ્રીહરિ ભાવવિભોર બની ડોલી ઊઠતા અને સંતો પર પ્રસન્નતાનાં પુષ્પો વેરતા.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eસંકીર્તન પોષક તેમજ પ્રેરક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિની સમીપમાં રહી પ્રસંગે પ્રસંગે પોતાનાં અંતરમાં ઊઠેલ અલૌકિક ભાવોર્મિને કવિ નંદ સંતોએ કીર્તનમાં કંડારી લીધેલ છે. પ્રત્યક્ષ મહા મનોહર મૂર્તિને નેણાં ભરી નીરખીને તેનું હૃદયંગમ નિરુપણ અને ભાવભીના જે ઉદ્‌ગારો કીર્તનમાં વહાવ્યા છે, એ તો ખરેખર અદ્‌ભુત અને અનુપમ છે. પ્રત્યક્ષ તેમજ પરોક્ષભાવે પ્રગટ પ્રભુ સહજાનંદ સ્વામીનો અગાધ મહિમા ગાતાં, એમની મૂર્તિનું નખશિખ નિરુપણ કરતાં અને અજ્ઞાનમાંથી આત્માને ઢંઢોળતાં આ કીર્તનો ખરેખર અજોડ અને અનુપમ છે. પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રભુની પ્રેમલક્ષણા ભક્તિ ભાવથી છલકાતાં આ કીર્તનો આજેય સત્સંગ સમાજને ભક્તિભાવથી ભીંજવી રહ્યા છે.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eલોકભોગ્ય ઢાળમાં રચાયેલાં આ કીર્તનોએ જનસમાજમાં આગવી છાપ ઉપસાવીને મુમુક્ષુઓને ધર્મપ્રેમી બનાવ્યા છે. ભાવિકોને સત્સંગ ને ભક્તિનું બળ પ્રેર્યું છે. સત્સંગનાં આ મહામૂલાં કીર્તનોનો વ્યાપક પ્રચાર કરવાના ઉમદા હેતુને લક્ષમાં રાખી 'સદ્‌વિદ્યા સદ્ધર્મ રક્ષક' અ.નિ. પૂજ્યપાદ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૦ વર્ષ પહેલાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના મુદ્રણાલયમાં કીર્તનાવલિનું પ્રકાશન શરૂ કર્યું હતું. જેની આજ સુધીમાં બાર આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eપ.પૂ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી આ તેરમી આવૃત્તિનું ગુરુકુલમાં જ કોમ્પ્યુટર ટાઇપ અને પેઇઝ સેટીંગ સાધુ રસિકવલ્લભદાસજીએ ખંતથી કર્યું છે. ફોર કલર ટાઇટલની સરસ ડિઝાઈન સાધુ નિર્ગુણજીવનદાસજીએ કરેલ છે. છાપકામ પૂર્વી ઓફસેટમાં કરવામાં આવ્યું છે. આગલી આવૃત્તિમાં મુદ્રણદોષથી તેમજ અજાણે રહી ગયેલી અશુદ્ધિઓ પ્રત્યે ખાસ લક્ષ રાખી આ આવૃત્તિમાં સુધારી લેવા પ્રયત્ન કર્યો છે. જેમાં ઉત્સાહી પાર્ષદ વશરામ ભગત તથા પ.ભ. શ્રી સુરેશભાઈ ભઢ્ઢનો સહકાર સાંપડયો છે.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eકીર્તનાવલિનું ઓફસેટ પ્રિન્ટીંગ, કાગળ, બાઈન્ડીંગ વગેરે પ્રકાશન સામગ્રીનો ભાવવધારો થયો હોવા છતાં કીર્તનાવલિની કિમંત યથાવત રાખી છે જેથી કીર્તનપ્રિય ભક્તજનો તેનો વધુ લાભ લઈ શકશે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851444380,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Kirtanavali-Tital.jpg?v=1718203444"},{"product_id":"kirtandhara-gujarati","title":"Kirtandhara - Gujarati","description":"\u003cp\u003eસંપ્રદાયની પુષ્ટિ તો સાંપ્રદાયિક સાહિત્યથી જ થાય છે. ઇષ્ટદેવ શ્રીહરિના આ હ્ય્દગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૬ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટમાં મુદ્રણાલયની શરૂઆત કરી અને ગુરુકુલ સંસ્થા તરફથી સાંપ્રદાયિક સદ્‌ગ્રંથોના પ્રકાશનનો મંગલ પ્રારંભ થયો. જેને પરિણામે નાના-મોટા ઘણા ગ્રંથોનું પ્રકાશન થતું રહે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eકવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી ગુરુકુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રાતઃપૂજામાં ઉપયોગમાં આવે એવા હેતુથી આ કીર્તનધારા પુસ્તકમાં પ્રભાતિયાં, ગોડી, આરતી, સ્તુતિ-પ્રાર્થના, નિત્ય નિયમ, મૂર્તિ તેમજ લીલાના પદો ઉપરાંત ઉત્સવના પદો સમાવવામાં આવ્યા છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851509916,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Kirtandhara-Tital.jpg?v=1718203517"}],"url":"https:\/\/store.sgrs.org\/collections\/gujarati-books.oembed?page=11","provider":"Shreeji Store","version":"1.0","type":"link"}