{"title":"Best Seller","description":"","products":[{"product_id":"bhaktachintamani-gujarati","title":"Bhaktachintamani - Gujarati","description":"\u003cp\u003eવૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ઉત્તમ ગ્રંથોમાં આ ભકતચિંતામણિ ગ્રંથ સર્વથી મોટો, અદ્‌ભુત અને અનુપમ મહા ગ્રંથ છે. જ્ઞાન માટે જેમ વચનામૃત પરિપૂર્ણ છે તેમ ઈષ્ટદેવ શ્રીહરિનાં લીલા–ચરિત્રો માટે આ ભકતચિંતામણિ ગ્રંથ સર્વથા સંપૂર્ણ છે એટલું જ નહિ પણ આપણા સંપ્રદાયનું હાર્દ સમજવા માટેય આ પુનિત ગ્રંથ પર્યાપ્ત છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીએ શ્રીમદ્‌ ભાગવતના દશમ–સ્કંધને ભકિતશાસ્ત્ર તરીકે ઈષ્ટ માનેલ છે. તેમ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ શ્રીહરિનાં વિવિધ લીલા–ચરિત્રોથી સભર આ ભકતપ્રિય ભકતચિંતામણિ પણ ઉદ્ધવ સંપ્રદાયનું ભકિતશાસ્ત્ર છે. આમાં સદ્‌. નિષ્કુળાનંદ મુનિએ પ્રત્યક્ષ નજરે નિહાળેલાં પ્રગટ પુરુષોત્તમ નારાયણનાં દિવ્ય તેમજ માનુષી ચરિત્રોનું સુંદર નિરુપણ કર્યું છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850166428,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Bhaktachintamani01.jpg?v=1718201348"},{"product_id":"drastant-siddhant","title":"Drastant Siddhant","description":"\u003cp\u003eજીવમાત્રને પોતાના જીવનની રહેણી-કરણી, નીતિ-રીતિ, શિસ્ત-સંસ્કાર, મુમુક્ષુતા, આચરણ શુદ્ધિ વગેરે દ્વારા કેળવવો એ આચરણીય સંતનું પરમ કર્તવ્ય છે. ઝાઝા જીવ ભગવાનમાં જોડાય એ ઉમદા ઉદ્દેશથી ‘સદ્‌વિદ્યા સદ્ધર્મ રક્ષક’ પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘ગુરુકુલ’ના માધ્યમથી આ સત્કાર્ય શરૂ કર્યું.\u003c\/p\u003e\n\u003cp\u003eઆજે પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શિક્ષણ સાથે સંસ્કાર ઉપરાંત અનેકવિધ સેવાકાર્યો દેશ-વિદેશમાં અનેક શાખા-સંસ્થાઓ અને સંતોના સહયોગથી પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સુપેરે ચલાવી રહ્યા છે. તેઓ કથની કરતાં કરનીમાં વધુ માને છે. એટલે જ તેઓના સાધુગુણસંપન્ન જીવનની અસર શિષ્ય સંત અને મુમુક્ષુ ભક્ત સમુદાય પર પ્રભાવીપણે જોવા મળે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆદર્શ આચરણ તેમનો ઉપદેશ છે. મૌન તેમની ભાષા છે અને કલમ તેમની કથની છે. અનેક સંસ્થાઓની જવાબદારીઓ વચ્ચે પણ અવકાશના સમયમાં તેઓ દ્વારા નિરંતર મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન ચાલુ જ હોય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ. મહંત સ્વામીના જીવનઘડતરલક્ષી વિચારોનું સંકલન કરી સાતેક પુસ્તકો પ્રકાશિત થયા છે. એટલું જ નહિ ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય તેવાં સૂત્રોનું સંકલન પણ ચાર પુસ્તકોમાં પ્રકાશિત થયું છે. એક વિદ્વાનના કથન મુજબ ઉપદેશ કે શિખામણ પ્રથમ દૃષ્ટિએ કોઈને પસંદ આવતાં નથી તેથી દૃષ્ટાંત કથા દ્વારા સારરૂપ સિદ્ધાંત-ઉપદેશને પાઈ શકાય. પૂ. સ્વામીજીનો ‘દૃષ્ટાંત-સિદ્ધાંત’ દ્વારા આ ઉદ્દેશ્ય રહ્યો છે. ઘડતરનાં ઘરેણાં સમાન આ પુસ્તક નવી જ શૈલીથી મુમુક્ષુ પાઠકગણ સમક્ષ મૂકતાં અમો આનંદ અનુભવીએ છીએ.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850494108,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/Drashtant-Siddhant-Tital.jpg?v=1718202731"},{"product_id":"ekadashi-mahatmaya","title":"Ekadashi Mahatmaya","description":"\u003cp\u003eસનાતન વૈદિક ધર્મમાં એકાદશીનું વ્રત સર્વ માન્ય થયેલું છે. બીજાં બધાં વ્રતો કરતાં એકાદશીનો મહિમા શાસ્ત્રકારોએ અધિક કહેલો છે. આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુષાર્થની પ્રાપ્તિ મેળવી શકાય છે, એ બતાવનારા આખ્યાનો સહિત એકાદશીનાં વ્રતોનો મહિમા આ ગ્રંથમાં દર્શાવ્યો છે. તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જે કોઈ એકાદશીનું વ્રત આચરે છે તેને તે તે પ્રાપ્તિ બતાવેલી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆગ્રંથમાં વદ પક્ષની એકાદશી પ્રથમ લેવાયેલ છે અને શુકલ પક્ષની પછી લેવાયેલ છે. તેનું કારણ એ છે કે મહિનાઓની ગણતરી ચંદ્રમાસ તરીકે (પૂનમિયા મહિના મુજબ) કરેલી છે તેથી દરેક માસ પૂનમને દિવસે પૂરો થાય છે અને વદ પક્ષના પડવાથી નવો માસ શરૂ ગણાય છે. એ રીતે વદ પક્ષની એકાદશી પહેલી ગણાય અને સુદપક્ષની એકાદશી બીજી ગણાય છે. આમ બાર માસની ર૪ એકાદશી અને અધિક માસની બે એકાદશી મળીને કુલ ર૬ એકાદશીનાં આખ્યાનો આમાં આપેલાં છે. મૂળ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકો પણ આપેલા છે પણ એથી પુસ્તકનું કદ વધે એટલે જેઓ સંસ્કૃત ન જાણતાં હોય તેને વાંચવું સુગમ પડે અને પુસ્તકનું કદ ઓછું થાય એ હેતુથી માત્ર ગુજરાતી ભાષાંતર જ આમાં લીધું છે; અને ભાષાંતરની મૂળ ભાષા રાખી છે. એથી ભાવિક મુમુક્ષુઓને તેનાથી જોઈતી માહિતી મળી રહેશે.\u003c\/p\u003e\n\u003cp\u003eસત્સંગની પ્રણાલિકા અને સમજણ પ્રમાણે તો મુખ્યત્વે એકાદશીનું વ્રત કરવાની અગત્ય છે જ; પરંતુ તેના ફળ તરીકે ભગવાન સાથેનો મોક્ષમૂલક સંબંધ પ્રતિદિન વધતો રહે એ જ હેતુ છે, કેમ કે દશ ઈન્દ્રિયો અને અગિયારમું મન એ અગિયાર તત્ત્યવોના નિગ્રહ પૂર્વક ભગવાનની મૂર્તિમાં જોડાવું એ જ એકાદશીના વ્રતનો સંકેત છે. એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં સકામ ભાવનાના નિર્દેશો થયા છે તે સર્વ સામાન્ય આસ્તિક જનોને વ્રતમાં શ્રદ્ધા અને ચિ પેદા થતાં તેની પ્રવૃત્તિ પરિણામે ધર્મમાર્ગે વળે એવો શુભ હેતુ જ શાસ્ત્રકારોનો હોય છે. પરંતુ શ્રી મહારાજે તો મુખ્યત્વે ઈન્દ્રિયો અંતઃકરણના નિગ્રહ પૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખવા માટે મોક્ષના સાધન રૂપ એકાદશીનું વ્રત ખાસ કરીને બતાવ્યું છે એટલે એ જ હેતુને સત્સંગી બાઈ ભાઈઓએ લક્ષમાં રાખવો જોઈએ.\u003c\/p\u003e\n\u003cp\u003eએકાદશી વ્રત ઉપરાંત ૠષિ પંચમી, રામ નવમી, જન્માષ્ટમી, વામન જયંતી તથા શ્રીહરિજયંતી વ્રતનો મહિમા અને વિધિ પણ આ ગ્રંથમાં સમાવવામાં આવેલ છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850526876,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/EkadashiMahatmayFront.jpg?v=1718458630"},{"product_id":"gunatitanand-swamini-vato-gujarati","title":"Gunatitanand swamini Vato - Gujarati","description":"\u003cp\u003eશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ' તરફથી પ્રસિદ્ધ થાય છે. આ વાતો સદગુરુ સ્વામી શ્રી બાળમુકુંદદાસજી સ્વામી તરફથી જે સંગ્રહાએલી ને પાંચ પ્રકારણની -વાતો તરીકે સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત થયેલી છે. જેના પ્રથમ પ્રુફ સદ્. પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ તપાસેલાં ને વળી જેને ધ.ધુ.શ્રી આચાર્યપદથી માન્ય કરવામાં આવેલી છે તેનું જઆ પુનઃ પ્રકાશન છે.\u003cbr\u003eભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રવર્તાવેલા આ સંપ્રદાયની કલ્યાણમય સ્થાપિત પ્રણાલિકા સુદૃઢપણે દીર્ઘકાળ પર્યંત ટકે અને તેનો સમાશ્રય કરીને અનેક જીવોનું કલ્યાણ થાય, એવા અતિ ઉત્કટ ધ્યેયને માટે મૂળ અક્ષર મૂર્તિ સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમાન્ય સિદ્ધાંતો ઉપર અત્યંત ભાર આપીને બળવાન ભાષામાં ઉપદેશ આપ્યો છે; એટલું જ નહિ પણ એ ઉપદેશના પ્રવાહને અસ્ખલિતપણે વહેવડાવ્યો છે. સ્વામીશ્રીની ઉપદેશ-શૈલી સાદી અને સરલ છતાં સચોટ, મર્મવેધકને -જોરદાર હોય તેમનાથી આકર્ષાઈને દેશદેશાંતરના અનેક મોક્ષાર્થીઓ તેમની પાસે તણાઈ આવતા. તેઓશ્રીએ સત્સંગની નિષ્કામ સેવા વૃત્તિને જીવંત રાખીને, સંસારની વાસનાને નિર્મૂળ કરી સર્વોપરી ઉપાસ્ય તરીકે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીને સર્વના કારણરૂપ બતાવી તેમાં જીવોને જોડી દેવાની આત્યંતિક કલ્યાણકામનાને જ મુખ્ય રાખી છે અને તે માટે આજ્ઞા અને ઉપાસનારૂપ સત્સંગના બે પ્રધાન પાસાંઓને -ભારે મહત્વ આપ્યું છે.\u003cbr\u003eવળી એ બંને પાસાંઓની સિદ્ધિ માટે સત્પુષો, સત્શાસ્ત્રોનો સંગ, આત્મવિચાર અને પરમાત્મનિષ્ઠા એમનું પ્રતિપાદન અનેક સચોટ દૃષ્ટાંતો દ્વારા કર્યું છે. શ્રીજી મહારાજનો સળંગ અભિપ્રાય જે ધર્મ, જ્ઞાન, -વૈરાગ્ય અને માહાત્મ્ય સહિત ભક્તિના સમન્વય રૂપ એકાંતિક ધર્મ છે, તેનું શ્રેષ્ઠ અનુસંધાન આ વાતોમાં એકધાં સચવાયું છે. એકાંતિક ધર્મના -અંગોની પ્રસંગોપાત વાર્તામાં સ્વામીશ્રીએ સ્પષ્ટપણે ઘણી વાતો તો તોડી ફોડીને અલમસ્તપણે કહી પણ દીધી છે અને તેમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોચ્ચ ઉપાસના તથા સત્સંગની વિશુદ્ધિ માટેનો તેમનો સદાગ્રહ ક્યારેક તો પુણ્યપ્રકોપના સ્વરૂપમાં પણ જોઈ શકાય છે.\u003cbr\u003eછેવટ જીવોને ' િઃઃ” એ પ્રમાણે શુદ્ધ અક્ષરાત્મક અને પ્રગટ પુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના વિશુદ્ધ ઉપાસક બનાવી આત્યંતિક મોક્ષના અધિકારી બનાવવાનો અવિરત ઉદ્યમ આ વાતોમાં ભરપૂર છે.\u003cbr\u003eજનહિત માટે ઉપયોગી સગ્રંથનું પ્રથમ પ્રકાશન અમારા ગુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સને ૧૯૫૪માં રાજકોટ ગુકુલ પ્રેસમાં કરાવેલું. જેની આ આઠમી આવૃત્તિ શ્રી સ્વામિનારાયણ ગુકુલ વિદ્યાલય સુવર્ણ જયંતી વર્ષ તેમજ સદ્. ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા દ્વિશતાબ્દી અને અ.નિ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૨૫મી -પુણ્ય તિથિ નિમિત્તે યોજાયેલ જનમંગલ મહોત્સવ-ર૦૧૦ પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ છે.\u003cbr\u003eઆ આવૃત્તિમાં કોઈ ભૂલ ન રહી જાય એ માટે સદ્વિદ્યાના તંત્રી -શ્રી સાધુ લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ ખંતપૂર્વક જુની આવૃત્તિ સાથે મેળવીને ચીવટથી પ્રુફ તપાસ્યાં છે. આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ નિગુર્ણજીવનદાસજી અને સાધુ રસિકવલ્લભદાસજીએ સારી સેવા બજાવી છે. આ પ્રકાશનમાં કોઈ ભૂલ રહી જવા પામી હોય તો વાચક વર્ગ ક્ષમ્ય ગણશે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859850789020,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/SwaminivatoFront_e112a2d4-37fd-49d3-ad9c-4c4c3cd21d77.jpg?v=1722084724"},{"product_id":"jivan-jyot-gujarati","title":"Jivan Jyot - Gujarati","description":"\u003cp\u003eઆજે માનવી શાંતિ ઝંખી રહ્યો છે. તેને મેળવવા તે રઘવાયો બન્યો છે. તેને એમ છે કે ધનનો ભંડાર સુખ આપશે, વૈભવ-વિલાસમાંથી સુખ સાંપડશે. કીર્તિ અને સત્તામાંથી આનંદ મળી જશે. સ્વજનો શાંતિ આપશે... પરંતુ તેમાંથી સુખ તો નથી મળતું ઊલટું દુઃખ વધે છે. શા માટે ? કારણકે તેમના પ્રયાસો ખોટાં સ્થાનોમાં છે. સુખ-શાંતિ કાંઈ સત્તા, સંપત્તિ કે કીર્તિ જેવાં બાહ્ય ઉપકરણોમાં નથી, સુખ-શાંતિ તો માણસના અંતરના અભિગમમાં રહ્યાં છે. જીવનનો અભિગમ સુલેહકારી, સંતોષી, સ્નેહભર્યો, જતું કરવાની ભાવનાવાળો, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાથી ભરેલો હશે તો સુખ-શાંતિને શોધવાં નહિ જવાં પડે. તે આપણને શોધતાં આપણી પાસે આવી જશે. જીવનનો આવો સાચો અભિગમ સત્પુરુષોના સહવાસથી પ્રાપ્ત થાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eકોઈ ઓરડો હજારો વર્ષથી અંધારિયો હોય તેને પ્રકાશથી ભરવા માટે તેમાં હજારો વર્ષ પ્રકાશ નથી કરવો પડતો. એ ઓરડામાં માત્ર એક દીપકને પ્રગટાવો. દીપકની જ્યોત ઝળહળશે અને તે જ ક્ષણે હજારો વર્ષનો અંધકાર અદૃશ્ય થઈ જશે. જીવના હૃદયમાં અનાદિકાળથી અજ્ઞાનનું ગાઢ અંધારું ભરાયેલું છે. સત્પુરુષના સહવાસથી તે અંધકાર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે કારણકે સંત આપણા હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઘણીવાર જે કાર્ય કલાકો સુધી પ્રવચનો સાંભળવાથી નથી થતું તે કાર્ય બે શબ્દો સાંભળવાથી થઈ જાય છે. જે કામ અનેક પુસ્તકો વાંચવાથી નથી થતું તે કામ બે વાક્યો વાંચવાથી થઈ જાય છે; પરંતુ તે બે શબ્દો અને બે વાક્યો સાચા સત્પુરુષના જીવનમાંથી નીકળેલાં હોવાં જોઈએ. તેવા બે જ શબ્દો સંસારના તાપોથી તપ્ત થયેલ મનુષ્યને શીતળ અને શાંત બનાવી દે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆવા અણમૂલાં વાક્યોનો ભંડાર છે, ‘જીવન જ્યોત’નાં આલેખનો. જીવન જ્યોતની પંક્તિઓ વાચકના હૃદયના સ્થંભિત તારોને ઝણઝણાવે છે. સાદી, સરળ છતાં ચોટદાર ભાષાશૈલીમાં લખાયેલા આ લેખોના વાચનથી લૌકિક જીવનની અનેક વિટંબણાઓનું સમાધાન મળી જાય છે કારણ કે એ લેખોમાં સદ્‌ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંત જીવનના અનુભવોની વીણા ગૂંજી રહી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને અમેરિકા સુધી વિસ્તેરલી સંસ્થાની શાખાઓ દ્વારા થતાં જનહિતનાં સેવાકાર્યોની વણથંભી શૃંખલાઓના વ્યસ્ત કાર્યક્રમો તથા ગામડે-ગામડે અને અનેક શહેરોમાં અવિરત સત્સંગ વિચરણના કાર્યક્રમો વચ્ચે પણ પૂજ્ય સ્વામીજીની કલમ ‘સદ્‌વિદ્યા’ અને અન્ય માસિકો દ્વારા સતત વહેતી રહી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eજીવનઘડતર, સમાજનિર્માણ, સામાજિક સમસ્યા નિર્મૂલન અને મોક્ષમૂલક વાતોના આ લેખોને ક્રમશઃ ‘સંત સમાગમ’, ‘સત્સંગ સુધા’, ‘સંતકી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’ અને ‘જીવન જીવવાની કળા’ એમ છ પુસ્તકોમાં સંકલિત કરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા જનસમાજ સુધી પહોંચાડવામાં આવ્યા છે. \u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851215004,"sku":null,"price":20.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/JIVANJYOTTITLE.jpg?v=1718203321"},{"product_id":"niskulanad-kavya","title":"Niskulanad Kavya","description":"\u003cp\u003eભરતખંડની આ ભાગ્યવતી ભૂમિમાં ભગવાન કાં ભગવાનના સાચા સંતો સદૈવ અવતરતા રહ્યા છે. અત્યાર સુધીમાં થયેલા તે તમામ અવતારો તથા મહાપુરુષોએ જીવના કલ્યાણને માટે અનેક ઉપાયો પ્રવર્તાવ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતેમાં પણ આજથી ૨૦૦ વર્ષ પહેલા સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રથમવાર પ્રગટ થયા. તેમની સાથે અનંત મુક્તો પણ પધાર્યા. શ્રીહરિ તથા આ સંતોએ તેમના સર્વોત્કૃષ્ટ સામર્થ્ય વડે જીવના આત્યંતિક કલ્યાણનો ધૂધૂબાજ માર્ગ પ્રવર્તાવ્યો. આ બ્રહ્માંડમાંથી અક્ષરધામમાં જવાનો હજારો ટ્રેકનો હાઈવે ચાલુ કરી આપ્યો છે. તેને કારણે આજે ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈ એમ અનંત આત્માઓ અક્ષરધામના અધિકારી બની રહ્યા છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસર્વોપરી શ્રીહરિના આ ઉદાત્ત કાર્યમાં સ.ગુ.શ્રીનિષ્કુળાનંદ સ્વામીનો પણ બહુ મોટો ફાળો છે. પૂ.સ્વામીશ્રીના જીવનકાળ દરમ્યાન તેમની સારધાર સાધુતા તથા મુક્તસ્થિતિના પ્રભાવે અનેક આત્માઓ પુરુષોત્તમને પામ્યા છે. પરંતુ તેમની સૌથી મોટી સેવા છે - તેમનું અજોડ સાહિત્ય સર્જન.\u003c\/p\u003e\n\u003cp\u003eલૌકિક શિક્ષણની દૃષ્ટિએ બિલકુલ અભણ એવા મુક્તરાજ શ્રીનિષ્કુળાનંદસ્વામીએ આધ્યાત્મિક માર્ગના અનેક વિષયો ઉપર એવી સફળ કલમ ચલાવી છે કે, ગુજરાતી વિશ્વમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે. પૂ.સ્વામીશ્રીએ તેમના જીવન દરમ્યાન ૨૩ જેટલા કલ્યાણકારી ગ્રંથોની રચના કરી છે. તેમાંથી એક ‘ભક્તચિંતામણિ’ સિવાયના ૨૨ ગ્રંથોનો સંગ્રહ આજે ‘નિષ્કુળાનંદકાવ્ય’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ બાવીસેય ગ્રંથોનું સમન્વયાત્મક અન્વેક્ષણ કરીએ તો આપણને એવું ચોક્કસ જણાય કે, પૂ.સ્વામીશ્રી આત્યંતિક કલ્યાણના એક કસબૃષિકાર છે. તેઓ જીવની મુમુક્ષુતારૂપી ભૂમિમાં મોક્ષરૂપી મબલખ પાક નિપજાવી જાણે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતેઓ ‘યમદંડ’ તથા ‘હૃદયપ્રકાશ’ દ્વારા મુમુક્ષુતાને બરાબર કેળવે છે. પછી તેમાં ભગવાનના નિશ્ચયરૂપી બીજ રોપે છે. ત્યાર બાદ ‘ભક્તિનિધિ’ અને ‘સ્નેહગીતા’ દ્વારા સ્નેહનું સિંચન કરતા રહે છે. ‘પુરુષોત્તમપ્રકાશ’ જેવા ગ્રંથો વડે મહિમારૂપી ખાતરથી પાકને પોષણ આપતા રહે છે. ‘વચનવિધિ’ વડે ભગવદ્‌ વચનોની મજબૂત વાડ ઊભી કરી આપે છે. તદ્‌ઉપરાંત ‘સારસિદ્ધિ’ જેવા ગ્રંથોથી તીવ્ર વૈરાગ્યરૂપી હથિયારધારી વળાવિયો પાકના રક્ષણ માટે મૂક્યો છે. વળી વારંવાર નિષ્કામતારૂપી નિંદામણ કરતા રહે છે. આ બધા કાર્યો માટે ‘ધીરજાખ્યાન’થી ધીરજ તથા ‘હરિબળગીતા’ વડે બળ પૂરું પાડતા રહે છે. આટલું કર્યા પછી પણ છેલ્લે પાકની પ્રાપ્તિમાં છેતરાઈ ન જઈએ તે માટે તેમણે ‘કલ્યાણનિર્ણય’ ગ્રંથ બનાવી છેક સુધીનું માર્ગદર્શન આપી દીધું છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ નિષ્કુળાનંદકાવ્યના ગ્રંથો દ્વારા પૂ.સ્વામીશ્રીએ મોક્ષ માટેની તમામ બાબતો ઉપર પ્રકાશ પાડ્યો છે. આ નિષ્કુળાનંદકાવ્યમાં રહેલા તે-તે ગ્રંથ વિષે જે કાંઈ વિશેષ વક્તવ્ય છે તે, તે-તે ગ્રંથના પ્રારંભમાં ‘ભૂમિકા’રૂપે આપ્યું છે. જિજ્ઞાસુ વાચકોએ તેમાંથી જાણી લેવું.\u003c\/p\u003e\n\u003cp\u003eપૂ.સ્વામીજીની લેખનશૈલી એટલી ચોટદાર છે કે વાચકના હૃદયમાં આરપાર ઊતરી જાય છે. તેઓ જે વાતને વર્ણવતા હોય છે તેને દૃષ્ટાંત, ઉપમા કે રૂપકાદિ અલંકારોથી એવી સજાવી દે છે કે, સાકરના શીરાની જેમ ગળે ઊતરી જાય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eજેમ મનુષ્ય માટે દૂધ એ પૂર્ણ પૌષ્ટિક ખોરાક છે; તેમ મુમુક્ષુઓ માટે નિષ્કુળાનંદકાવ્ય સર્વપ્રકારનું પોષણ કરનારું શાસ્ત્ર છે. તેમાં પૂ.સ્વામીજીએ ઘણી જગ્યાએ કચ્છી, કાઠિયાવાડી કે સોરઠી જેવા પ્રાદેશિક શબ્દો પણ પ્રયોજ્યા છે. તેનો અર્થ સમજવામાં સાનુકૂળતા રહે તે માટે તે તે સ્થાને ગ્રંથના અભિપ્રાયને અનુસરનારી ટિપ્પણી પણ મૂકવામાં આવી છે.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859851673756,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/NiskulanandKavyaTital.jpg?v=1718370527"},{"product_id":"shikshapatri-gujarati","title":"Shikshapatri - Gujarati","description":"\u003cp\u003eશિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણની પરાવાણી. એ ષ્ટિએ શ્રુતિ રૂપ છે. આ ઉપરાંત તેમાં ઉપાસના, ભક્તિત, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા ભાગવત ધર્મનું ઢીકરણ કરનારા આત્મલક્ષી શાશ્વત અંશો છે. બી બાજુ માનવ વનના આદર્શ, આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો નિર્દેશ પણ છે. તેથી તે સહજાનંદ સ્મૃતિ પણ છે, જે દેશકાળાદિનાં પરિવર્તનોને લક્ષમાં રાખીને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનું વિધાન કરે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસર્વવોનું શ્રેય કરનારી આ શિક્ષાપત્રીનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે સાચા માનવ ઉપરાંત સંનિષ્ઠ ભગવદ્‌ભક્તત બનાવવાનું છે. આમ તે માનવને માનવ બનાવનારી મોક્ષમાર્ગની પથદર્શિકા છે. સાવધાનપણે જો તેના આદેશો આચરણમાં વણાઈ જાય તો જન્મમરણના ફેરા મટી જાય અને ધન્ય બની જવાય.\u003c\/p\u003e\n\u003c!----\u003e","brand":"Shreeji Online Store","offers":[{"title":"Default Title","offer_id":43859853672604,"sku":null,"price":10.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0629\/3097\/6924\/files\/TITELJOBMarch.jpg?v=1718375722"}],"url":"https:\/\/store.sgrs.org\/collections\/best-seller.oembed","provider":"Shreeji Store","version":"1.0","type":"link"}